એશિયન માર્કેટ્સનો હિસ્સો વધ્યો
સુરત ડાયમન્ડ અસોસિએશનના પ્રમુખ દિનેશ નાવેડિયાએ અમદાવાદમાં જણાવ્યું હતું કે ‘છેલ્લાં કેટલાંક વર્ષમાં સ્થાનિક બજાર અને એશિયન માર્કેટ્સ ડેવલપ થવાથી હવે અમેરિકા અને યુરોપની મંદીની આ વખતે બહુ અસર નથી થઈ. એક દાયકા અગાઉ કુલ એક્સર્પોટમાં એશિયન માર્કેટ્સનો હિસ્સો માત્ર બેથી ત્રણ ટકા જેટલો હતો એ અત્યારે વધીને ૨૫ ટકા કરતાં વધુ થયો છે. હવે યુરોપ અને અમેરિકન માર્કેટના આધારમાં ઘટાડો થયો છે.’
હૉન્ગકૉન્ગ નંબર વન
જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સર્પોટ પ્રમોશન કાઉન્સિલના રર્પિોટ મુજબ ચાલુ કૅલેન્ડર વર્ષમાં જાન્યુઆરીથી ઑગસ્ટ ૨૦૧૧ દરમ્યાન કટ અને પૉલિશ્ડ ડાયમન્ડની સૌથી વધુ નિકાસ હૉન્ગકૉન્ગમાં ૫૯૫.૭૦ કરોડ ડૉલર (આશરે ૨૯,૨૪૦ કરોડ રૂપિયા) જેટલી થઈ છે. થાઇલૅન્ડમાં ૩૫.૫૮ કરોડ ડૉલર (આશરે ૧૭૪૬ કરોડ રૂપિયા), જપાનમાં ૧૭.૩૪ કરોડ ડૉલર (આશરે ૮૫૧ કરોડ રૂપિયા), સિંગાપોરમાં ૧૫.૧૦ કરોડ ડૉલર (આશરે ૭૪૧ કરોડ રૂપિયા), કોરિયામાં ૩.૬૦ કરોડ ડૉલર (આશરે ૧૭૬ કરોડ રૂપિયા), મલેશિયામાં ૨.૩૬ કરોડ ડૉલર (આશરે ૧૧૬ કરોડ રૂપિયા) અને નેપાળમાં ૧૦ લાખ ડૉલર (આશરે ૪૯૦ લાખ રૂપિયા) જેટલી થઈ છે.
અમેરિકામાં નિકાસ ૨૩૩ કરોડ ડૉલર (આશરે ૧૧,૪૩૫ કરોડ રૂપિયા) અને યુરોપની મુખ્ય માર્કેટ બેલ્જિયમમાં ૧૫૩.૨૪ કરોડ ડૉલર (આશરે ૭૫૨૦ કરોડ રૂપિયા) થઈ છે. યુએઈ (યુનાઇટેડ આરબ અમીરાત)માં એક્સર્પોટ ૭૭૮.૯૨ કરોડ ડૉલર (આશરે ૩૮,૨૨૫ કરોડ રૂપિયા) થઈ છે.
આગલા નાણાકીય વર્ષમાં યુએઈ ભારતનું ડાયમન્ડનું સૌથી મોટું આયાતકાર હતું. ભારતની કુલ નિકાસમાં યુએઈનો હિસ્સો ૪૭ ટકા, હૉન્ગકૉન્ગનો ૨૨ ટકા અને અમેરિકાનો ૧૧ ટકા રહ્યો હતો.
Gujarat: સરકારે કોરોના વેક્સિનની કિંમત જાહેર કરી, આટલા આપવા પડશે
27th February, 2021 17:50 ISTરામ મંદિર નિર્માણ માટે સૂરતે 40 કરોડથી વધારે સમર્પણ નિધિનું કર્યું દાન
27th February, 2021 14:57 ISTGujarat: સૂરતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, જાણો વધુ
27th February, 2021 13:47 ISTગુજરાતમાં ચૂંટણી બાદ વધ્યા કોરોનાના કેસ, 4 શહેરોમાં 15 માર્ચ સુધી કર્ફ્યૂ
27th February, 2021 13:12 IST