Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ઊંચા ફુગાવાના કારણે વ્યાજ-દરમાં ફેરફાર નહીં

ઊંચા ફુગાવાના કારણે વ્યાજ-દરમાં ફેરફાર નહીં

10 October, 2020 02:19 PM IST | Mumbai
Mumbai correspondent

ઊંચા ફુગાવાના કારણે વ્યાજ-દરમાં ફેરફાર નહીં

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દેશમાં ફુગાવો લક્ષ્યથી વધારે છે ત્યારે વ્યાજ-દર ઘટાડવા રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા અસમર્થ છે એવી અપેક્ષા વચ્ચે ઑક્ટોબર મહિનાની ધિરાણ નીતિની સમીક્ષામાં આજે રેપો રેટ અને રિવર્સ રેપોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યા નહોતા. નવા સભ્યો સાથેની મોનેટરી પૉલિસી કમિટીના દરેક સભ્યએ વ્યાજના દર સ્થિર રાખવાનો મત આપ્યો હતો. કોરોના વાઇરસ દેશમાં આવ્યા પછી લૉકડાઉનની જાહેરાત બાદ અચાનક જ મળેલી કમિટીની બેઠક બાદ પ્રથમ વખત રિઝર્વ બૅન્કે વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના આર્થિક વિકાસ અંગે આંકડો આપી જણાવ્યું હતું કે ચાલુ વર્ષે દેશનો આર્થિક વિકાસ દર નેગેટિવ રહેશે અને ૨૦૨૧-૨૨માં તેમાં તીવ્ર સુધારો જોવા મળશે.
કાયદેસર રીતે વ્યાજના દર ઘટાડવા માટે હાથ બંધાયેલા હોવાથી વિકાસને ઉત્તેજન આપવા માટે રિઝર્વ બૅન્કે બજારમાં વધુ લિક્વિડિટી ઠાલવવા પ્રયાસ કર્યા હતા તેમ જ હાઉસિંગ લોન અને નાના વેપારીઓને ધિરાણ વધારે સરળતાથી મળે એ માટે કેટલાક ફેરફાર કર્યા હતા. આ પૉલિસીનું સ્ટેટમેન્ટ બૉન્ડ માર્કેટમાં વધી રહેલા યીલ્ડ ઉપર વધારે કેન્દ્રિત હતું અને જાહેરાત પછી બૉન્ડ માર્કેટમાં યીલ્ડમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો.
જીડીપી દર ૨૦૨૦-૨૧માં નેગેટિવ ૯.૫ ટકા રહેશે
સત્તાવાર રીતે પ્રથમ ક્વૉર્ટરમાં દેશનો આર્થિક વિકાસ દર ૨૩.૯ ટકા ઘટ્યા પછી બીજા ક્વૉર્ટરમાં તે નેગેટિવ ૯.૮ ટકા, ત્રીજા ક્વૉર્ટરમાં નેગેટિવ ૫.૬ ટકા અને ચોથા ક્વૉર્ટરમાં પૉઝિટિવ ૦.૫ ટકા રહેશે એવા આકલન સાથે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ સમગ્ર નાણાકીય વર્ષ માટે દેશનો આર્થિક વિકાસ દર ૯.૫ ટકા નેગેટિવ રહે એવી ધારણા વ્યક્ત કરી છે. જોકે નીચા બેઝ અને અર્થતંત્રમાં સુધારાના કારણે જીડીપી વૃદ્ધિ ૨૦૨૧-૨૨માં ૧૦.૧ ટકા રહેશે એવી રિઝર્વ બૅન્કની ધારણા છે.
બૉન્ડ માર્કેટમાં વધતા યીલ્ડ માટે
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના પ્રયાસ
કેન્દ્ર સરકારની નાણાખાધ વધી રહી છે અને તેના કારણે બજારમાં પુષ્કળ નવા બૉન્ડનો પુરવઠો આવશે એવી ધારણા છે. આ ઉપરાંત રાજ્ય સરકારના વધી રહેલા બોરોઇંગ અને જીએસટીના વળતર માટે રિઝર્વ બૅન્ક જ સહારો બની શકે એવી ચોક્કસ વાત છે ત્યારે બૉન્ડના યીલ્ડ સતત વધી રહ્યા હતા. સરકારના ૧૦ વર્ષના બૉન્ડના યીલ્ડ એક મહિનાથી ૫.૯૫થી ૬.૦૫ ટકાની વચ્ચે રહ્યા હતા
રિઅલ એસ્ટેટને રાહત, હોમ લોનમાં રિસ્ક વેઇટ હળવા થયા
રિઅલ એસ્ટેટ ક્ષેત્રને રાહત આપતા રિઝર્વ બૅન્કે વ્યક્તિગત હોમ લોન્સના રિસ્ક વેઇટમાં ફેરફાર કરી રાહત આપવાનો પ્રયત્ન કર્યો છે. રિઅલ એસ્ટેટ ક્ષેત્ર વિવિધ ચીજોની માગમાં વૃદ્ધિ કરે છે. મોટાપાયે રોજગારીનું સર્જન કરતું હોવાથી આ પગલાં લેવાયાં હોવાનું ગવર્નરે જણાવ્યું હતું.
મકાનની કિંમતના ૮૦ ટકા કે તેનાથી ઓછી લોન (લોન ટુ વેલ્યુ રેશિયો) હોય તેવા કિસ્સામાં દરેક પ્રકારની હોમ લોન્સ ઉપર ૩૫ ટકા રિસ્ક વેઇટ આપવામાં આવશે જ્યારે મકાનની કિંમતના ૮૦ ટકા કે તેથી વધુ પણ ૯૦ ટકા સુધીની હોમ લોન્સમાં રિસ્ક વેઇટ ૫૦ ટકા રહેશે. આ વ્યવસ્થા માર્ચ ૨૦૨૨ સુધીની નવી હોમ લોન્સ માટે જ છે એમ રિઝર્વ બૅન્કે જણાવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2020 02:19 PM IST | Mumbai | Mumbai correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK