Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > તહેવાર પહેલા સરકારની ભેટ,કર્મચારીઓને મળશે રૂ. 10000નું ફેસ્ટિવલ એડવાન્સ

તહેવાર પહેલા સરકારની ભેટ,કર્મચારીઓને મળશે રૂ. 10000નું ફેસ્ટિવલ એડવાન્સ

12 October, 2020 06:31 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

તહેવાર પહેલા સરકારની ભેટ,કર્મચારીઓને મળશે રૂ. 10000નું ફેસ્ટિવલ એડવાન્સ

નિર્મલા સીતારમણ

નિર્મલા સીતારમણ


જીએસટી કાઉન્સિલની 43મી બેઠક પરથી પહેલા નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કૉન્ફરેન્સ કરી અને તહેવારો પહેલા કર્મચારીઓને મોટી ભેટ આપી છે. નાણાં મંત્રી તહેવારની સીઝન પહેલા ગ્રાહક માગને પ્રોત્સાહિત કરવા માટે કેટલીક જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે કોરોનાએ દેશની અર્થવ્યવસ્થા પર અસર પાડી છે. આને ધ્યાનમાં રાખીને માગ વધારવા માટે તેમણે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના અને યાત્રા અવકાશ ભથ્થા (LTC) કૅશ વાઉચર યોજનાની જાહેરાત કરી છે.

માગ વધારવાની દિશામાં જાહેરાત
સીતારમણે કહ્યું કે માગ વધારવાને લઈને ખર્ચ માટે અગ્રિમ રકમ આપવામાં આવશે. એલટીસી તેમજ તહેવારો માટે એડવાન્સમાં 36,000 કરોડ રૂપિયાથી વધારે ગ્રાહકોની માગ પેદા થશે. તો રાજ્યોને અતિરિક્ત પૂંજીગત વ્યયથી 37,000 કરોડ રૂપિયાની ગ્રાહક માગ પેદા થશે. નાણાં મંત્રીએ કહ્યું કે જો ખાનગી ક્ષેત્રએ પણ પોતાના કર્મચારીઓને રાહત આપી, તો અર્થવ્યવસ્થામાં કુલ માગ એક લાખ કરોડ રૂપિયાની પાર થઈ શકે છે.



સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ યોજના
સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમ આગામી છ મહિના માટે ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર અર્થવ્યવસ્થામાં માગને પ્રોત્સાહન આપવા માટે કર્મચારીઓને 10,000 રૂપિયાનું વિશેષ તહેવાર અગ્રિમ આપશે.


આ રકમ 31 માર્ચ 2021 સુધી ખર્ચ કરવાની રહેશે. આ પ્રીપેડ રૂપે કાર્ડ તરીકે આપવામાં આવશે અને કર્મચારી 10 હપ્તામાં જમા કરાવી શકો છો. સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કિમ માટે 4,000 કરોડ રૂપિયા ખર્ચ થશે. તો જો રાજ્ય પણ આવે તો 8000 કરોડ રૂપિયાની અતિરિક્ત ઉપભોક્તા માગ પેદા થશે.

LTC કૅશ વાઉચર યોજના નાણાં મંત્રીએ યાત્રા અવકાશ ભથ્થું (LTC) કૅશ યોજનાની પણ જાહેરાત કરી. આ યોજના હેઠળ સરકારી કર્મચારીને કૅશ વાઉચર મળશે, જેથી તે ખર્ચ કરી શકશે. આથી અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ થશે. તેમણે કહ્યું કે આ યોજનાનો લાભ પીએસયૂ તેમજ સાર્વજનિક બેન્કના કર્મચારીઓને પણ મળશે. એલટીસીના બદલાયેલા કૅશ પેમેન્ટ ડિજિટલી થશે. આ અંતર્ગત ટ્રેન કે પ્લેનના પેમેન્ટ થશે અને તે ટેક્સ ફ્રી હશે. એલટીસી માટે કૅશ પર સરકારનો ખર્ચ 5,675 કરોડ રૂપિયા થશે. સાર્વજનિક ઉપક્રમો અને બૅન્કને 1900 કરોડ રૂપિયા આપવામાં આવશે. રાજ્ય સરકારો અને ખાનગી ક્ષેત્ર એલટીસી લાગૂ પાડી શકે છે. આથી 28,000 કરોડ રૂપિયાની એક્સ્ટ્રા ગ્રાહક ઇન્કમ ઉત્પન્ન થશે. સાથે જ ગરીબોનો પણ ફાયદો થશે.
 
રાજ્યો માટે 50 વર્ષના વ્યાજફ્રી લોનની જાહેરાત
સરકારે રાજ્યો માટે 50 વર્ષ માટે 12,000 કરોડ રૂપિયાના વ્યાજફ્રી લોનની જાહેરાત કરી છે. આમાં પૂર્વોત્તરના રાજ્યો માટે 1,600 કરોડ રૂપિયા અને ઉત્તરાખંડ તેમજ હિમાચલ માટે 900 કરોડ રૂપિયાનું પ્રવાધાન છે. આ સિવાય યોજના હેઠળ 7,500 કરોડડ રૂપિયાનું પ્રાવધાન અન્ય રાજ્યો માટે કરવામાં આવ્યું છે, જે રાજ્યો નાણાં આયોગની ભલામણ પ્રમાણે આપવામાં આવશે અને બાકીના 2,000 કરોડ રૂપિયા તે રાજ્યોને મળશે જે આત્મનિર્ભર હેઠળ જાહેર ચારમાંથી ઓછામાં ઓછા ત્રણ સુધારા લાગૂ પાડશે. આ આખી લોન 31 માર્ચ 2021 પહેલા આપવામાં આવશે, જે રાજ્યોને પહેલાથી મળતા લોન સિવાયના હશે.


બજેટમાં નક્કી કરાયેલ પૂંજીગત વ્યવ વધારવામાં આવ્યું
નાણાં મંત્રીએ કહ્યું કે આ વર્ષના બજેટમાં નક્કી કેન્દ્ર સરકારના પૂંજીગત વ્યય સિવાય સરકાર અતિરિક્ત 25,000 કરોડ રૂપિયા આપશે. એટલે કે પૂંજીગત ખર્ચ માટે 25,000 કરોડ રૂપિયાનું એક્સ્ટ્રા બજેટ આપવામાં આવશે.

Whatsapp-channel Whatsapp-channel

12 October, 2020 06:31 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK