નાણામંત્રીની જાહેરાત: 20 લાખ કરોડમાંથી MSMEને ત્રણ લાખ કરોડની લોન

Updated: May 13, 2020, 18:19 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ, NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ

આજની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણ
આજની પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન નાણા પ્રધાન નિર્મલા સીતારમણ

દેશની અર્થવ્યવસ્થામાં પ્રાણ ફૂંકવાના હેતુથી માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે લૉકડાઉન 4.0 પહેલાં વિશ્વના પાંચમાં સૌથી મોટા આર્થિક પેકેજની ઘોષણા કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર દેશના અર્થતંત્રમાં તમામ તબક્કાઓના ઉત્થાન માટે 20 લાખ કરોડ રૂપિયા ઈનવેસ્ટ કરશે. 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજનું બ્રેકઅપ આપવા નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આજે મિડિયાને સંબોધન કર્યું હતું. બ્રેકઅપ અંગેની માહિતિ સતત ચાર દિવસ સુધી આપવામાં આવે તેવી શક્યતા છે. જેમાં લેન્ડ, લેબર, લો અને લિક્વિડિટી પર ફોકસ કરવામાં આવશે અને દરેક દિવસે એક તબક્કાની જાહેરાત કરવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, આ પેકેજ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ વડાપ્રધાને આપેલા પાંચ મુખ્ય આધારસ્થંભો પર આધારીત છે. નાણા પ્રધાને આજે નીચે મુજબની જાહેરાતો કરી હતી:

માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSME)ને ત્રણ લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવશે. આ લૉન ચાર વર્ષ માટે હશે અને તેમાં કોઈ પણ પ્રકારના ગેરેન્ટરની જરૂર નહીં મળે. આ તે ઉદ્યોગોને મળશે જેની બાકી ચૂકવવાની નીકળતી લોન 25 કરોડથી ઓછી હોય અને ટર્નઓવર 100 કરોડથી વધુ ન હોય. તેમજ 10 મહિના સુધી લોન ચૂકવવામાં છૂટ મળતી રહેશે. આ લોન માટટે 31 ઓક્ટોબર 2020 સુધી આ લોન માટે અપ્લાય કરી શકશે. આ માટે કોઈ પ્રકારના એકસ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે તેમજ 45,00,000 એમએસએમઈને ફાયદો થશે. 20,000 કરોડ રૂપિયા સ્ટ્રેસ્ડ MSMEને આપવામાં આવ્યા છે. સારા MSME માટે 50,000 કરોડનું ફન્ડ ઓફ બનશે માઈક્રો ઈન્ડસ્ટ્રી માટેનું રોકાણ 25,00,000 વધારીને 1 કરોડ કરવામાં આવ્યું છે. સ્મોલ ઈન્ડસ્ટ્રી માટે 10 લાખ કરોડ સુધીનું રોકાણ અને 50 કરોડ સુધીનો કારોબાર, મધ્યમ માટે 20 કરોડ રોકાણ અને 100 કરોડના કારોબારને મંજૂરી અપાઈ છે. લોકલ ઉદ્યોગોને ગ્લોબલ કરવા માટે 200 કરોડ રૂપિયાથી ઓછાનો ગ્લોબલ ટેન્ડરના નિયમને રદ કરવામાં આવ્યો છે. એટલે કે 200 કરોડ રૂપિયાથી ઓછું કોઈ ટેન્ડર નહીં હોય.

એટલું જ નહીં IT રિટર્નની તારીખ વધારીને 30 નવેમ્બર 2020 કરાઈ છે અને NBFC માટે 30 હજાર કરોડ રૂપિયાની સ્પેશિયલ લિક્વિડિટી સ્કીમ જાહેર કરવામાં આવી છે.

જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયાના ના પેકેજમાંથી આશરે 8 લાખ કરોડ રૂપિયા આરબીઆઈ અને સરકાર દ્વારા પહેલા જ મંજૂર કરવામાં આવ્યા છે. હવે 12 લાખ કરોડના પેકેજનું બ્રેકઅપ આપવામાં આવશે. સુત્રોનું કહેવું છે કે, તેમાંથી 50,000 કરોડ રૂપિયા ટેક્સ માટે જાહેર કરવામાં આવી શકે છે. જ્યારે વીજ ક્ષેત્રને આશરે એક લાખ કરોડ રૂપિયા મળી શકે છે. એ જ રીતે દેશના ગરીબોને સીધા લાભ સ્થાનાંતરણ દ્વારા મોટી રકમની ફાળવણી કરવામાં આવી શકે છે. તેમાં NBFC અને હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓને આશરે એક લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી શકે છે.

10,000 કરોડના કોર્પસ - મધર ફંડ અને પુત્રી ભંડોળ દ્વારા સહાય કરવામાં આવશે. ઇપીએફ લાભમાં આવરી લેવામાં આવતા લોકો માટે ઘરે લઈ જવાના પગારમાં વધારો કરવા માટે, વૈધાનિક પીએફ ફાળો 12 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી રહ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને PSUsના એમ્પ્લોયરો 12 ટકા ચૂકવણી કરવાનું ચાલુ રાખશે, કર્મચારીઓને આગામી ત્રણ મહિના માટે 10 ટકા ચૂકવવાનો વિકલ્પ મળશે. આ નિર્ણયથી 6750 કરોડ રૂપિયાની રોકડ વધશે, તેમ નાણા પ્રધાને જણાવ્યું હતું. આંશિક ઋણ ગેરન્ટી યોજનામાં 45 લાખ કરોડ રૂપિયાનો પ્રાવધાન કરવા આવશે. તેમાં સરકારને 20 ટકા નુકસાન થશે. પરંતુ તેનાથી સુક્ષ્મ, લધુ અને મધ્યમ ઉદ્યોગો અને લોકોને લોન લેવામાં સરળતા રહેશે. તેમજ 15,000 થી ઓછી સેલેરીવાળાનું EPF સરકાર આપશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે. 

20 લાખ કરોડનું રાહત પેકેજ જીડીપીના લગભગ 10 ટકા છે. તે 2020-21 સ્વીકૃત બજેટ એટલે કે તે 30 લાખ કરોડથી લગભગ 10 લાખ કરોડ ઓછું છે. વડાપ્રધાને કહ્યું હતું કે, આ પેકેજથી ગૃહ ઉદ્યોગ, લધુ ઉદ્યોગ, શ્રમિકો, ખેડૂતો અને મધ્યમ વર્ગને ફાયદો મળશે. તે સિવાય ભારતીય ઉદ્યોગ જગતને પણ તેનાથી નવી તાકાત મળશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK