નિફ્ટી ફ્યુચર નીચામાં ૧૪૨૭૦ અને ૧૪૧૭૦ મહત્ત્વના સપોર્ટ

Published: 11th January, 2021 11:40 IST | Ashok Trivedi | Mumbai

ચાલુ બજારે ગભરાટ ફેલાવીને પૅનિક કરાવે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૩૯૭૦.૦૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૩૧૭.૦૫ પૉઇન્ટના નેટ સુધારે ૧૪૩૭૦.૯૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૯૧૩.૫૩ પૉઇન્ટના નેટ સુધારે ૪૮૭૫૨.૮૧ બંધ રહ્યો. ઉપરમાં ૪૮૮૫૫ ઉપર ૪૯૦૫૦, ૪૯૫૫૦, ૫૦૦૫૦, ૫૦૬૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૮૫૧૦ નીચે ૪૮૨૦૦, ૪૭૮૦૦ સપોર્ટ ગણાય.

હાઇલી ઓવરબૉટ બજાર ડેન્જર ઝોનમાં ગણાય, છતાં પણ મચક નથી આપતી. ચાલુ બજારે ગભરાટ ફેલાવીને પૅનિક કરાવે છે. ઇન્ટ્રા-ડે સપોર્ટ તૂટતાં મંદી કરનારા સલવાઈ જાય છે, પણ ક્યારેક ઊંધુ–ચત્તું થઈ શકે છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ  ૧૪૦૪૬.૪૫  છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.

કન્ટેનર કૉર્પોરેશન (૪૪૨.૫૫): ૩૬૫.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન  દર્શાવે છે. ઉપરમાં ૪૪૭ ઉપર ૪૭૪, ૪૮૭ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૩૪ નીચે ૪૨૧, ૪૧૬ સપોર્ટ ગણાય. વધઘટે ધ્યાન સારું ગણાય.

પંજાબ નૅશનલ બૅન્ક (૩૫.૪૦): ૩૧.૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરવૉલ્ડ પો‌ઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭ ઉપર ૪૦, ૪૩ કુદાવતાં ૪૭, ૫૧, ૫૪ સુધીની શક્યતા જોવા મળશે.  નીચામાં ૩૩  સપોર્ટ ગણાય. પૅનિક કરાવીને માલ ભેગો થતો જણાય છે. આવનારા સમયમાં ઘણો સારો ભાવ જોવાશે.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૨૧૭૨.૭૦): ૨૯૦૦૦.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૨૩૪૦ ઉપર ૩૨૭૭૪, ૩૩૩૦૦, ૩૩૮૨૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૨૦૦૦ નીચે ૩૧૭૫૦, ૩૧૫૦૦ સપોર્ટ ગણાય.

નિફટી ફ્યુચર (૧૪૩૭૦.૯૦)

૧૩૧૫૫.૫૫ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૩૮૦ ઉપર ૧૪૪૧૦, ૧૪૫૬૦, ૧૪૭૧૨, ૧૪૮૬૫, ૧૫૦૦૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૨૭૦ નીચે ૧૪૧૭૦, ૧૪૦૦૦ સપોર્ટ ગણાય.

ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ (૭૫૦.૩૫)

૬૮૩.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૫૩ ઉપર ૭૬૪, ૭૭૨ સુધીની શક્યતા જોવા મળશે. ૭૭૨ ઉપર સુધારાની ચાલ વધુ પ્રબળ બનતી જોવાશે. નીચામાં ૭૪૪ નીચે ૭૩૯, ૭૨૧ પૅનિક સપોર્ટ ગણાય.

પિરામલ એન્ટરપ્રાઇઝ (૧૫૨૪.૫૫)

૧૨૮૨.૯૫નાં બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૪૨ ઉપર ૧૫૬૮, ૧૫૯૪, ૧૬૨૦, ૧૬૫૫ સુધીની શક્યતા જોવા મળશે. આવનારા સમયમાં ઘણો સંગીન સુધારો જોવાશે. નીચામાં ૧૫૧૬ નીચે ૧૪૯૦, ૧૪૬૪, ૧૪૨૫ સપોર્ટ ગણાય. આમાં ચાલુ બજારે મોટી અફરાતફરી જોવાય છે.

શૅરની સાથે શેર: પગમાં પડી રહે તો કોઈ પૂછતું નથી, દુનિયાના લોક કાપે છે ઊડતા પતંગને.  - બાલુભાઈ પટેલ

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK