Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર નીચામાં ૧૩૮૦૦ અને ૧૩૯૦૦ મહત્ત્વના સપોર્ટ

નિફ્ટી ફ્યુચર નીચામાં ૧૩૮૦૦ અને ૧૩૯૦૦ મહત્ત્વના સપોર્ટ

04 January, 2021 12:41 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર નીચામાં ૧૩૮૦૦ અને ૧૩૯૦૦ મહત્ત્વના સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, ‘HAPP NEW YEAR’ ૨૦૨૧નું વર્ષ આપ સૌને તન-મન-ધન સર્વ પ્રકારે લાભદાયી નીવડે એવી શુભકામના. નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૩૮૦૨.૧૫ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૯૦.૧૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૪૦૫૩.૮૫ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૮૯૫.૪૪ પૉઇન્ટના નેટ સુધારે ૪૭૮૬૮.૯૮ બંધ રહ્યો. ઉપરમાં ૪૭૯૮૦ ઉપર ૪૮૦૦૦, ૪૮૨૫૦, ૪૮૫૧૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૭૪૨૦, ૪૭૩૬૦ સપોર્ટ ગણાય.

બજાર એક પણ સપોર્ટ લેવલ તોડ્યા વગર આગળ વધતું જાય છે. ટેક્નિકલી બજાર વધુપડતી ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉછાળે આંચકા આવી શકે, પરંતુ સ્ક્રીપ આધારિત સુધારાની ચાલ જોવાશે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા ગાળાની ઍવરેજ ૧૩૭૯૩.૧૮ છે, જે ક્લૉઝિંગ પ્રાઇસના આધારે રોજ બદલાતી રહે છે.



આઇટીસી (૨૧૩.૮૫): ૧૯૬.૯૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૪ ઉપર ૨૧૭ કુદાવે તો ૨૨૫, ૨૩૩, ૨૪૨ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૦૮ સપોર્ટ ગણાય.


ઇન્ડિયા બુલ હાઉસિંગ (૨૨૧.૭૫): ૧૭૩.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૫ ઉપર ૨૩૯, ૨૫૬ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૨૧૮ નીચે ૨૦૯ સપોર્ટ ગણાય.

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૧૩૦૯.૩૫): ૨૯૦૦૦.૧૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૧૫૫૦ ઉપર ૩૧૭૨૫, ૩૨૨૭૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૩૧૦૦૦ નીચે ૩૦૮૦૦ સપોર્ટ ગણાય.


નિફ્ટી ફ્યુચર (૧૪૦૫૩.૮૫)

૧૩૧૫૫.૫૫ના બૉટમથી સુધારાતરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૦૭૪ ઉપર ૧૪૨૫૦, ૧૪૪૧૦, ૧૪૫૬૦ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૩૯૦૦, ૧૩૮૦૦ સપોર્ટ ગણાય.

ભારત ઇલેક્ટ્રૉનિક્સ (૧૨૬.૪૦)

૮૬.૩૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮ ઉપર ૧૩૧, ૧૩૫, ૧૩૮, ૧૪૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૧૭ સપોર્ટ ગણાય. વધ-ઘટે ૧૮૦ સુધી આવી શકે.

પિરામલ એન્ટરપ્રાઇઝ (૧૪૮૦.૩૫)

૧૨૮૨.૯૫ના બૉટમથી  સુધારાતરફી છે.  દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૪૯૦ ઉપર ૧૫૧૭, ૧૫૪૨, ૧૫૬૮, ૧૫૯૪ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૧૪૬૮ નીચે ૧૪૩૮ સપોર્ટ ગણાય.

શૅરની સાથે શેર: બસ દુર્દશાનો એટલો આભાર હોય છે, જેને મળું છું મુજથી સમજદાર હોય છે.   – મરીઝ

(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

04 January, 2021 12:41 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK