Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૪૮૪૦, નીચામાં ૪૬૯૬ અગત્યની સપાટીએ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૪૮૪૦, નીચામાં ૪૬૯૬ અગત્યની સપાટીએ

28 December, 2011 05:29 AM IST |

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૪૮૪૦, નીચામાં ૪૬૯૬ અગત્યની સપાટીએ

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૪૮૪૦, નીચામાં ૪૬૯૬ અગત્યની સપાટીએ


 



(મિડ-વીક ચાર્ટ મસાલા-અશોક ત્રિવેદી)


મંગળવારે ઉપરમાં ૧૬,૦૪૯.૧૨ સુધી આવી નીચામાં ૧૫,૭૯૯.૬૩ સુધીનો ઘટાડો દર્શાવી ૯૬.૮૦ પૉઇન્ટના ઘટાડે ૧૫,૮૭૩.૯૫ બંધ રહ્યો. ઉપરમાં ૧૬,૦૭૦ કુદાવે તો ૧૬,૧૯૦, ૧૬,૩૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫,૭૧૫ નીચે ૧૫,૬૦૦, ૧૫,૪૮૫ મહkવના સર્પોટ ગણાય. ૧૫,૭૧૫ નીચે નબળાઈ સમજવી. ટ્રેન્ડ નરમાઈતરફી છે. ઉછાળો વેચાણકાપણીનો છે. કાલે એફ ઍન્ડ ઓનો અંતિમ દિવસ છે. પોઝિશન પ્રમાણે ઊછળકૂદ જોવા મળશે. બજાર જેટલું ઝડપથી ઉછળે છે એના કરતાં વધુ ઝડપથી ઘટે છે. વેચાણો કપાઈ ગયા બાદ લેવાલીનો સર્પોટ ન મળતાં બજારમાં પૅનિક જોવા મળે છે. નવું લેવા કરતાં ઉછાળે વેચનાર ફાવશે.

નિફ્ટી ફ્યુચર (૪૭૫૦.૯૦) ૫૧૩૪.૬૫ની ટૉપથી ઘટીને નીચામાં ૪૫૩૮ સુધી આવીને વેચાણકાપણીનો ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણો ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૦૮ ઉપર ૪૮૪૦ની સપાટી રસાકસીની ગણાય, જે કુદાવે તો ૪૮૭૫, ૪૯૧૦ સુધીની શક્યતા. નીચામાં ૪૭૨૪ નીચે ૪૬૮૫, ૪૬૫૦, ૪૫૭૫, ૪૫૩૮ સર્પોટ ગણાય.


જિન્દાલ સ્ટીલ (૪૮૯.૫૫) ૫૪૨.૮૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૦૨ ઉપર ૫૦૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૭૦ નીચે ૪૪૧ સુધીની શક્યતા. ઉછાળે વેચવાલી જોવા મળશે.



 


 

ફેડરલ બૅન્ક (૩૩૬.૦૫) ૪૦૫.૭૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૫૨ અને ૩૫૭ પ્રતિકાર સપાટી ગણાય. નજીકની પ્રતિકાર સપાટી ૩૪૭ ગણાય. નીચામાં ૩૩૦ તૂટતાં ૩૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે. વધ-ઘટે ૩૧૦ પણ તૂટશે એમ જણાય છે.

યસ બૅન્ક (૨૫૧.૦૦) ૨૯૯ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૫ ઉપર ૨૬૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૦ તૂટે તો ૨૨૮ સુધીની શક્યતા. ઉછાળે વેચવાલી જોવા મળશે.

બીપીસીએલ (૫૦૩.૭૦) ૫૬૫ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧૮ ઉપર ૫૨૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૮૭ની સપાટી મહkવની ગણાય, જે તૂટશે તો પૅનિક જોવા મળશે. ઉછાળે વેચવાનું રાખવું.

બૅન્ક નિફ્ટી (૮૨૭૫.૩૫) ૯૩૦૭.૫૦ની ટૉપથી ઘટીને નીચામાં ૭૭૫૦ થઈ ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૪૬૫ ઉપર ૮૫૩૦, ૮૬૨૬, ૮૬૯૦ની સપાટી રસાકસીની ગણાય. નીચામાં ૮૨૧૦ નીચે ૮૧૪૦, ૮૦૪૫ સર્પોટ ગણાય. વેચાણકાપણી જોવા મળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2011 05:29 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK