Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચરમાં ૪૭૧૮ નીચે વેચવાલી વધતી જોવા મળશે

નિફ્ટી ફ્યુચરમાં ૪૭૧૮ નીચે વેચવાલી વધતી જોવા મળશે

07 October, 2011 07:29 PM IST |

નિફ્ટી ફ્યુચરમાં ૪૭૧૮ નીચે વેચવાલી વધતી જોવા મળશે

નિફ્ટી ફ્યુચરમાં ૪૭૧૮ નીચે વેચવાલી વધતી જોવા મળશે


 

(ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી)

જ્યારથી શૅરબજારમાં ઇન્ટ્રા-ડેનાં મોંઘાં સૉફ્ટવેર આવ્યાં છે ત્યારથી ઇન્ટ્રા-ડેમાં રમાડનારા અને રમનારા વધી ગયા છે, જેમાં રમનારા મોટા ભાગે નુકસાન જ કરે છે. ઘણા કહેશે અમે તો પીવોટ થિયરી પ્રમાણે રમીએ છીએ. બહેનબા કહેશે હું તો ઘરેથી પીવોટ થિયરી પ્રમાણે ઇન્ટ્રા-ડે કામકાજ કરું છું. ભાઈશ્રી કહેશે, હું ચરું છું. ચોરની મા કોઠીમાં મોં ઘાલીને રડે. પીવોટ થિયરીમાં ત્રણ ઉપરનાં અને ત્રણ નીચેનાં લેવલ હોય. વચ્ચે પીવોટ પૉઇન્ટ લેવલ મલકાતું હોય. પાઈની પેદાશ નહીં ને ઘડીની નવરાશ નહીં. ડોળા ફાડીને કમ્પ્યુટર સામે જોયા કરો, રૂપિયા ખોયા કરો અને સાંજ પડ્યે રોયા કરો.



ફ્યુચર ઑપ્શનમાં સ્ટૉપલૉસનું પાલન કરનાર સમજીને રમે તો મોટા ભાગે પ્રૉફિટમાં જ રહે છે. બાકી ઇન્ટ્રા-ડેમાં તો સવારે લો, સાંજે નુકસાનીમાં સરખું કરો અને બીજે દિવસે એ જ સ્ક્રિપ પચીસ રૂપિયા ઉપર ખૂલે અથવા સવારે વેચો, સાંજે નુકસાનીમાં સરખું કરો અને બીજે દિવસે એ જ સ્ક્રિપ પચ્ચીસ રૂપિયા નીચે ખૂલે. આવું રોજબરોજ બનતું જ હોય છે. માટે વાચકોને વિનંતી કે ઇન્ટ્રા-ડેના રવાડે ચડશો નહીં. ગુજરાતીઓ મોટા ભાગે બાથરૂમ કરતાં વધારે શૅરબજારમાં નહાય છે. પછી ટેન્શનમાં ને ટેન્શનમાં પાચનશક્તિ કરતાં વધારે ખાય છે. ભલે લો ત્યારે... આજ ઇતના હી... જય માતાજી.

નિફ્ટી ફ્યુચર (૪૭૬૯) ૫૭૬૦ની ટૉપથી વધ-ઘટે નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૮૧૩ ઉપર ૪૮૭૯, ૪૯૨૦ અને ૫૦૩૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૭૧૮ તૂટે તો ૪૬૬૭, ૪૫૩૧, ૪૩૨૦ સર્પોટ ગણાય. રોકાણકારોએ અત્યારે દૂર રહેવું જોઈએ.

ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગ (૨૩૦.૫૦) ૨૬૩ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૭ અને ૨૪૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૨૬ નીચે ૨૧૫ સુધીની શક્યતા.

ઇન્ડ્સઇન્ડ બૅન્ક (૨૩૯.૧૦) ૨૭૫.૯૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૫૭ અને ૨૬૧ પ્રતિકાર સપાટી ગણાય. ઉછાળે વેચીને વેપાર કરવો.

હેવેલ્સ ઇન્ડિયા (૩૪૩.૮૦) ઉપરમાં ૩૭૩.૪૦ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ગયા સપ્તાહે ૩૬૬.૫૦ના ભાવે વેચવા જણાવેલું. નીચામાં ૩૩૮ સુધી જણાવેલું, જે આવી ગયો છે. નીચામાં ૩૩૮ નીચે ૩૩૧ અને ૩૧૮ સર્પોટ ગણાય. ઉપરમાં ૩૫૪ પ્રતિકાર સપાટી ગણાય.

રિલાયન્સ (૭૬૭.૨૫) ઉપરમાં ૮૫૯ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૭૪૮ તૂટતાં ૭૧૩ની સપાટી રસાકસીની ગણાય. ઉપરમાં ૮૦૦ પ્રતિકાર સપાટી ગણાય.

બૅન્ક નિફ્ટી (૮૭૧૦.૯૫) ૯૯૬૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૨૭૦ અને ૯૩૪૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૫૫૦ સર્પોટ ગણાય.


Whatsapp-channel Whatsapp-channel

07 October, 2011 07:29 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK