Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૫૨૬૬, નીચામાં ૧૪૯૮૦ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૫૨૬૬, નીચામાં ૧૪૯૮૦ મહત્ત્વની સપાટી

15 February, 2021 12:44 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૫૨૬૬, નીચામાં ૧૪૯૮૦ મહત્ત્વની સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૧૫૨૬૬, નીચામાં ૧૪૯૮૦ મહત્ત્વની સપાટી


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૪૯૮૪ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૨૩૦.૮૦ પૉઇન્ટના નેટ સુધારે ૧૫૧૬૧.૪૫ બંધ રહ્યું તેમ જ બીઅેસઈ ઇન્ડેક્સ ૮૧૨.૬૭ પૉઇન્ટના નેટ સુધારે ૫૧૫૪૪.૩૦ બંધ રહ્યો. ઉપરમાં ૫૧૮૦૪ ઉપર ૫૧૮૩૬ કુદાવે તો ૫૨૧૫૦, ૫૨૬૭૦ સુધીની શકયતા. નીચામાં ૫૦૮૪૦ સપોર્ટ ગણાય.

બજેટ બાદ બજાર ખૂબ જ વધી ગયું છે જેથી હવે સાવચેત રહેવું જોઈએ. ગેપથી ખૂલે તો લેવું કે વેચવું નહીં. જે સ્ક્રીપો વધી નથી તેમાં વેચાણ કાપણીના સથવારે સુધારો જોવાશે. વધી ગયેલા શૅરોમાં સાઇડવેઝ અથવા ધીમો ઘટાડો જોવાઈ શકે. નિફ્ટી ફ્યુચર આવનારા દિવસોમાં વધ-ઘટે ૧૫૫૦૦, ૧૬૦૦૦, ૧૬૩૦૦ સુધી પણ આવી શકે છે. નિફ્ટી ફ્યુચરની ટૂંકા



ગાળાની એવરેજ ૧૪૮૭૨.૫૪ છે. જે ક્લોઝિંગ પ્રાઇઝના આધારે રોજ બદલાતી રહે છે.


પીડીલાઇટ (૧૭૬૦.૭૦) ૧૬૬૩.૮૦નાં બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૯૭ ઉપર ૧૮૦૮, ૧૮૨૦, ૧૮૩૦, ૧૮૪૨, ૧૮૫૩, ૧૮૬૪, ૧૮૭૫, ૧૮૮૫ સુધીની શકયતા. નીચામાં ૧૭૫૦ સપોર્ટ ગણાય.

ગોદરેજ સી.પી. (૭૫૮.૭૫) ૭૧૫નાં બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ તરફની  પોઝિશન દશાર્વે છે. ઉપરમાં ૭૬૭ ઉપર ૭૭૭, ૭૮૪, ૭૯૨, ૮૦૮ સુધીની શક્યતા. નીચામાં ૭૫૩ નીચે ૭૪૫, ૭૪૦ સપોર્ટ ગણાય.


બૅન્ક નિફ્ટી ફ્યુચર (૩૬૧૩૩.૮૦) ૨૯૬૬૧નાં બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૬૩૪૭, ૩૬૫૮૦ કુદાવે તો ૩૬૬૪૦, ૩૬૯૬૦, ૩૭૪૮૫, ૩૮૦૧૦ સુધીની  શકયતા. નીચામાં ૩૫૪૬૦ સપોર્ટ ગણાય.

નિફ્ટી ફ્યુચર (૧૫૧૬૧.૪૫)

૧૩૬૬૬.૬૦નાં બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૧૭૦ ઉપર ૧૫૨૩૬, ૧૫૨૬૬ કુદાવે તો ૧૫૩૨૫, ૧૫૪૮૦, ૧૫૬૩૦ સુધીની શકયતા. નીચામાં ૧૪૯૮૦ સપોર્ટ ગણાય.

આઇજીએલ (૫૫૯.૮૦)

૫૧૨નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭૬ ઉપર ૫૮૧, ૫૮૯, ૫૯૭, ૬૦૦ સુધીની શકયતા. નીચામાં ૫૫૦ નીચે ૫૪૫ સપોર્ટ ગણાય. 

પીઇએલ (૧૭૨૯.૬૫)

૧૩૦૩.૬૦ના બૉટમથી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૫૨ ઉપર ૧૮૨૮, ૧૯૦૫, ૧૯૮૧ સુધીની શક્યતા. નીચામાં ૧૬૭૫ નીચે ૧૬૨૭ સપોર્ટ ગણાય.

શૅરની સાથે શેર: યાદ રહે છે પહેલી ને છેલ્લી મુલાકાતો સજનવા, પણ જીવનને જાળવે છે વચ્ચેની વાતો સજનવા - મુકુલ ચોકસી

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

15 February, 2021 12:44 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK