નિફ્ટી ફ્યુચર ૯૫૫૭ ઉપર અને ૯૬૧૦ અને ૯૬૮૦ મહત્ત્વની સપાટીઓ

Published: Jun 01, 2020, 13:33 IST | Ashok Trivedi | Mumbai Desk

લૉકડાઉનમાં છૂટછાટ મળવાની ધારણાએ વેચાણકાપણી પણ જોવાય છે. પસંદગીના શૅરોમાં સુધારાની ચાલ જળવાશે તેમ જણાય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૮૯૭૬.૩૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૪૬૬.૩૦ પૉઇન્ટ નેટ સુધારે ૯૪૯૪.૧૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૧૭૫૧.૫૧ પૉઇન્ટના નેટ સુધારે ૩૨૪૨૪.૧૦ બંધ રહ્યો. ઉપરમાં ૩૨૪૮૦, ૩૨૬૬૦, ૩૨૮૪૫, ૩૨૯૧૦, ૩૩૧૫૦, ૩૩૪૦૦, ૩૩૬૪૦, ૩૩૮૮૭ સુધીની શક્યતા. નીચામાં ૩૨૧૭૦ નીચે ૩૧૯૩૦, ૩૧૬૮૦, ૩૧૫૭૦ સપોર્ટ ગણાય. 

નીચા મથાળે એફઆઇઆઇ તેમ જ ડીઆઇઆઇની લેવાલી થકી બજારમાં સુધારો જોવા મળે છે. લૉકડાઉનમાં છૂટછાટ મળવાની ધારણાએ વેચાણકાપણી પણ જોવાય છે. પસંદગીના શૅરોમાં સુધારાની ચાલ જળવાશે તેમ જણાય છે. અર્થતંત્રને થાળે પડતાં સમય લાગશે, પણ થોડો સળવળાટ થાય તો પણ જીવ આવે. શૅરબજાર ભવિષ્યની ધારણાઓના આધારે ચાલે છે. અહીં બુઢાપામાં આવનારી બીમારીનો ઇલાજ જવાનીમાં જ થઈ જાય છે.

એચડીએફસી (૧૬૫૮.૯૦) ૧૪૮૬ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭૭ ઉપર ૧૭૩૦, ૧૭૯૫, ૧૮૫૮, ૧૯૨૭ સુધીની શક્યતા. નીચામાં ૧૫૯૦ સપોર્ટ ગણાય.
સેન્ચુરી ટેક્સટાઇલ્સ (૨૮૫.૬૦) નીચામાં ૨૫૪.૧૦ સુધી આવીને સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૦૦ ઉપર ૩૨૦, ૩૨૮, ૩૫૭ સુધીની શક્યતા. નીચામાં ૨૮૨ નીચે ૨૭૫ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૧૯૦૯૯.૨૦) ૧૭૦૦૫.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨૩૦ ઉપર ૧૯૩૬૫, ૧૯૪૩૬ કુદાવે તો ૧૯૫૦૦, ૧૯૮૧૦, ૨૦૧૨૦, ૨૦૪૩૦, ૨૦૭૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮૬૫૫ નીચે ૧૮૫૦૦ સપોર્ટ ગણાય.

૮૮૧૧.૦૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૫૧૦ ઉપર ૯૫૫૭ કુદાવે તો ૯૬૧૦, ૯૬૮૦, ૯૭૫૦, ૯૮૧૦, ૯૮૭૭ સુધીની શક્યતા. નીચામાં ૯૩૬૧ નીચે ૯૩૪૦, ૯૩૦૦, ૯૨૭૦ સપોર્ટ ગણાય.

૧૯૦૨ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૬૮ ઉપર ૨૦૮૦, ૨૧૧૦, ૨૧૨૫, ૨૧૭૦ સુધીની શકયતા. નીચામાં ૧૯૯૦ સપોર્ટ ગણાય.

૭૯૧.૭૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૯૩૭ ઉપર ૯૪૩, ૯૭૭, ૧૦૨૨, ૧૦૬૮ સુધીની શક્યતા. નીચામાં ૮૮૬ નીચે ૮૭૦ સપોર્ટ ગણાય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK