Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૦૬૫૭ નીચે ૧૦૬૦૫ મહત્ત્વનો સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ૧૦૬૫૭ નીચે ૧૦૬૦૫ મહત્ત્વનો સપોર્ટ

13 July, 2020 10:48 AM IST | Mumbai Desk
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૦૬૫૭ નીચે ૧૦૬૦૫ મહત્ત્વનો સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૬૫૭.૭૦ સુધી આવી સાપ્તાહિક ધોરણે ૧૯૪.૨૦ પૉઇન્ટ નેટ સુધારે ૧૦૭૬૬.૬૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ ૫૭૨.૯૧ પૉઇન્ટના નેટ સુધારે ૩૬૫૯૪.૩૩ બંધ રહ્યો. ઉપરમાં ૩૬૭૪૮ ઉપર ૩૬૮૩૦ કુદાવે તો ૩૭૧૦૦, ૩૭૪૧૦, ૩૭૭૨૦ સુધીની શક્યતા. નીચામાં ૩૬૨૩૪ નીચે ૩૬૧૧૦, ૩૬૦૫૦ સપોર્ટ ગણાય. બજાર ઓવરબોટ છે. નવાં લેણમાં સાવચેતી જરૂરી.

મોટા ભાગના શૅરોમાં નરમાઈતરફી વલણ છે. શુક્રવારે જો રિલાયન્સ અને હિ. લીવર વધ્યા ન હોત તો બજારમાં મોટો ઘટાડો જોવા મળત. બજાર ઓવરબોટ ઝોનમાં છે અને સપોર્ટ લેવલની ખૂબ જ નજીક છે. સંગીત ખુરસીની રમતમાં અંતિમ પ્લેયર હંમેશાં ફસાઈ જતો હોય છે. સંજોગોથી વિપરીત સુધરતું જતું બજાર ચિંતાજનક છે.



હિન્દુસ્તાન યુનિ લીવર (૨૨૨૩.૮૦) ૨૦૫૪.૦૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૩૨ ઉપર ૨૨૫૮, ૨૩૦૨, ૨૩૪૦ સુધીની શક્યતા. નીચામાં ૨૧૭૦ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (૧૮૭૮.૦૫) ૧૩૯૩નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબોટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૮૫ ઉપર ૧૯૧૭, ૧૯૬૩ સુધીની શકયતા. નીચામાં ૧૮૧૫, ૧૭૯૦ સપોર્ટ ગણાય.
બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૨૪૩૫.૮૫) ૧૯૪૩૫.૮૦નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૨૮૨૦ ઉપર ૨૩૧૨૦ કુદાવે તો ૨૩૩૫૦, ૨૩૫૫૦ સુધીની શક્યતા. નીચામાં ૨૨૦૦૦ સપોર્ટ ગણાય.


૯૫૮૧.૯૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૮૦૫ ઉપર ૧૦૮૪૫ કુદાવે તો ૧૦૮૮૫, ૧૦૯૮૦, ૧૧૦૫૦ સુધીની શક્યતા. નીચામાં ૧૦૬૫૭ નીચે ૧૦૬૦૫ સપોર્ટ ગણાય. 

૧૬૯.૨૫નાં બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૦૨ ઉપર ૨૧૨, ૨૨૬ સુધીની શકયતા. નીચામાં ૧૮૮ સપોર્ટ ગણાય. 


૧૮૧૮ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૪૮ ઉપર ૧૬૯૧ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૬૧૩ નીચે ૧૬૦૫ તૂટે તો ૧૫૭૬, ૧૫૬૦ સુધીની શક્યતા. 

Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 10:48 AM IST | Mumbai Desk | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK