Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ૧૦૨૩૫ નીચે ૧૦૧૮૧ મહત્ત્વનો સપોર્ટ

નિફ્ટી ફ્યુચર ૧૦૨૩૫ નીચે ૧૦૧૮૧ મહત્ત્વનો સપોર્ટ

29 June, 2020 05:15 PM IST | Mumbai
Ashok Trivedi

નિફ્ટી ફ્યુચર ૧૦૨૩૫ નીચે ૧૦૧૮૧ મહત્ત્વનો સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર ગયા સપ્તાહ દરમ્યાન નીચામાં ૧૦૧૮૧ સુધી આવી  સાપ્તાહિક ધોરણે ૮૨.૯૪ પૉઇન્ટ નેટ સુધારે ૧૦૩૧૮.૦૦ બંધ રહ્યું તેમ જ BSE ઇન્ડેક્સ ૪૩૯.૫૪ પૉઇન્ટના નેટ સુધારે ૩૫૧૭૧.૨૭ બંધ રહ્યો. ઉપરમાં ૩૩૨૫૫ ઉપર ૩૫૭૦૭ કુદાવે તો ૩૫૯૨૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૩૪૯૧૦ નીચે ૩૪૪૯૯ સપોર્ટ ગણાય. 

બજાર ઓવરબૉટ ઝોનમાં છે. નવું લેવાં કરતાં ઉછાળે વેચવું વધુ હિતાવહ ગણાશે. દેશની આર્થિક પરિસ્થિતિ આવનારા સમયમાં નબળી જ રહેવાની છે, માટે ઊંચા ભાવે લેવું નહીં. કોરોના કેસની સંખ્યા વધતી જાય છે એ વધુ ચિંતાજનક છે.



ક્યુમિન્સ (૪૧૦.૬૦): ૩૧૧.૨૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક  ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૪૧૭ ઉપર ૪૨૭ કુદાવે તો ૪૪૫ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૪૦૫ નીચે ૩૯૬ સપોર્ટ ગણાય.


રિલાયન્સ (૧૭૪૧.૬૫): ૧૩૯૩ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૭૭૩ ઉપર ૧૮૦૪ કુદાવે તો ૧૮૨૫, ૧૮૫૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૧૭૦૦ નીચે ૧૬૮૫ સપોર્ટ ગણાય. 

બૅન્ક નિફ્ટી ફ્યુચર (૨૧૪૬૨.૧૫): ૧૯૪૩૫.૮૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાટિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૧૭૧૮ ઉપર ૨૧૯૮૫, ૨૨૪૯૫ કુદાવે તો ૨૩૩૫૦, ૨૪૪૦૦, ૨૫૪૫૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૨૦૯૦૫ સપોર્ટ ગણાય.


નિફટી ફ્યુચર (૧૦૩૧૮.૦૦)

૯૫૮૧.૯૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦૩૬૩ ઉપર ૧૦૪૧૫, ૧૦૫૩૬ કુદાવે તો ૧૦૫૫૦, ૧૦૬૧૦ સુધીની શક્યતા જોવા મળે. નીચામાં ૧૦૨૩૫ નીચે ૧૦૧૮૧, ૧૦૧૩૩ સપોર્ટ ગણાય.

મહેન્દ્ર ઍન્ડ મહેન્દ્ર (૫૦૧.૪૦)

ઉપરમાં ૫૨૭.૬૫ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ  પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૧૭ ઉપર ૫૨૮ પ્રતીકારક સપાટી ગણાય. નીચામાં ૪૯૨ નીચે નબળાઈ  ગણાય. ૪૯૨ નીચે ૪૭૪, ૪૫૭ સુધીની શક્યતા જોવા મળે.

એચડીએફસી લાઇફ (૫૪૧.૯૦)

૩૪૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૪૭  ઉપર ૫૫૧ કુદાવે તો ૫૭૩ સુધીની શક્યતા જોવા મળશે. નીચામાં ૫૩૧ નીચે ૫૨૫ સપોર્ટ ગણાય.

શૅરની સાથે શેર: પ્રેમમાં કંઈ ખાસ કરવાનું કશું હોતું નથી, જેમણે ઘાયલ કર્યા છે, એમને ઘાયલ કરો. - મધુસુદન પટેલ

Whatsapp-channel Whatsapp-channel

29 June, 2020 05:15 PM IST | Mumbai | Ashok Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK