નિફ્ટીમાં ૫૭૧૮ ઉપર જ ધ્યાન તેજી રાખવું

Published: 29th November, 2012 06:24 IST

મંગળવારે એક્સપાયરીને માત્ર બે દિવસ બાકી હોવાથી અને સંસદમાં એફડીઆઇના મુદ્દે મડાગાંઠ ચાલુ રહેતાં બજારમાં મર્યાદિત વધઘટની અપેક્ષા વિરુદ્ધ સરકાર સંસદમાં એફડીઆઇ બિલ પાસ કરાવી શકવાના આશાવાદે બજારમાં આરંભથી જ સુધારો જોવાતાં તેમ જ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ, એચડીએફસી, ઇન્ફોસિસ, હિન્દ લીવર, આઇટીસી અને ડીએલએફમાં સુધારાને પગલે મુરતના દિવસની નિફ્ટીની ૫૭૦૮ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૫૨૫ની સપાટી કુદાવતાં ભાવના વેપારીઓની ઑલરાઉન્ડ વેચાણકાપણીથી ઓવર સોલ્ડ બજારમાં નોંધપાત્ર પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો હતો,સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

મંગળવારે એક્સપાયરીને માત્ર બે દિવસ બાકી હોવાથી અને સંસદમાં એફડીઆઇના મુદ્દે મડાગાંઠ ચાલુ રહેતાં બજારમાં મર્યાદિત વધઘટની અપેક્ષા વિરુદ્ધ સરકાર સંસદમાં એફડીઆઇ બિલ પાસ કરાવી શકવાના આશાવાદે બજારમાં આરંભથી જ સુધારો જોવાતાં તેમ જ ઇન્ડેક્સ હેવીવેઇટ રિલાયન્સ, એચડીએફસી, ઇન્ફોસિસ, હિન્દ લીવર, આઇટીસી અને ડીએલએફમાં સુધારાને પગલે મુરતના દિવસની નિફ્ટીની ૫૭૦૮ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૫૨૫ની સપાટી કુદાવતાં ભાવના વેપારીઓની ઑલરાઉન્ડ વેચાણકાપણીથી ઓવર સોલ્ડ બજારમાં નોંધપાત્ર પ્રત્યાઘાતી ઉછાળો જોવાયો હતો, જે આજે જળવાય એમ લાગતું નથી, કારણ કે સંસદ હજી સોમવાર સુધી ચાલવાની નથી અને એફડીઆઇના મુદ્દાની સકારાત્મક અસર બજારમાં ડિસ્કાઉન્ટ થઈ ગઈ છે એ જોતાં આજે ૫૭૧૮ નીચે નવું લેવાં કરતાં ઊભા લેણમાં નફો કરવાની સલાહ છે. બૅન્ક નિફ્ટીમાં ૫૬૩૦ તૂટતાં બજારનું સેન્ટિમેન્ટ વેચવાતરફી થશે.

શૅરબજાર આંકમાં ૧૮,૭૭૦ ઉપર જ તેજી ધ્યાન રાખવું અને ૧૮,૮૬૩ ઉપર ૧૮,૯૩૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૮,૭૩૩ તૂટતાં વેચવાલીનું દબાણ વધશે. નિફ્ટીમાં ૫૭૧૮ ઉપર ૫૭૦૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૫૭૩૮ ઉપર ૫૭૬૫થી ૫૭૮૦, જ્યારે ૫૬૮૫ તૂટતાં ૫૬૩૦ સુધીના ઘટાડાની શક્યતા જોતાં ડિસેમ્બરનો ૫૭૦૦નો પુટ ખરીદવો.

સ્ટેટ બૅન્ક

તેજી સેન્ટિમેન્ટ માટે આમાં સુધારો જરૂરી છે. ૨૧૨૫ રૂપિયા ઉપર તેજી જ્યારે ૨૦૯૭ રૂપિયા તૂટતાં બજારમાં ઘટાડો જોવા મળશે.

એચડીએફસી બૅન્ક

૬૮૮ રૂપિયાથી ૬૯૫ રૂપિયા પ્રતિકારક ઝોનમાં નફો કરવો. ૬૭૬ રૂપિયા તૂટતાં ૬૫૮ રૂપિયાનો ભાવ.

રિલાયન્સ

૭૮૩ રૂપિયા ઉપર સુધારાની ચાલમાં ૭૯૧ રૂપિયાથી ૭૯૭ રૂપિયાનો ભાવ, જ્યારે ૭૭૭ રૂપિયા તૂટતાં ૭૬૫ રૂપિયાનો ભાવ.

યુનાઇટેડ સ્પિરિટ

૨૧૨૯ રૂપિયા નજીકની પ્રતિકારક સપાટી છે, જ્યારે નીચામાં ૨૦૩૭ રૂપિયા તૂટતાં ૧૯૮૦ રૂપિયા અને ૧૯૧૦ રૂપિયાનો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK