સોમવારે ૫૬૦૪ ઉપર જ સુધારાની શક્યતા જણાવેલી તો ઉપરમાં ૫૬૦૪ પાસેથી જ બજાર
પાછું ફર્યું અને નીચામાં ૫૫૬૨ થયા બાદ નીચા મથાળે વેચાણકાપણી થકી તેમ જ
રિલાયન્સ અને મારુતિમાં ઉછાળો જોવાથી અંતે આજના ખૂલતા તેમ જ શુક્રવારના બંધ
ભાવની પણ ઉપર બંધ આવતાં ટેક્નિકલી દૈનિક ઉચ્ચાલન થયું ગણાય અને એ મુજબ હવે
નિફ્ટીમાં ૫૫૬૮ અને બૅન્ક નિફ્ટીમાં ૧૧,૩૨૪ના સ્ટૉપલૉસે જ ધ્યાન તેજી
રાખવું તેમ જ ઘટાડે લેણ કરી શકાય. હવે આ સપાટી તૂટતાં બજારમાં ગભરાટ જોવાશે
અને નીચામાં ૫૫૨૦ સુધીનો ઘટાડો જોવાશે.
સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ
સંસદના શિયાળુ સત્ર દરમ્યાન લેફ્ટ પાર્ટી રીટેલમાં એફડીઆઇના મુદ્દે ચર્ચાને અંતે મતદાન તો મમતા બૅનરજી સીધાં જ સરકાર વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવા માગે છે અને એ માટે બીજેપી તેમ જ બીજા પક્ષોના સમર્થન માટે પ્રયાસ કરતાં હોવાના સમાચારે બજારમાં લેવાલી અટકીના ઉછાળે વેચવાલી જોવા મળશે, જે ૨૪ નવેમ્બર સુધી રહે એમ માનવું છે. ૯૯ ટકા સરકારને આંચ નહીં આવે, કારણ કે ગુજરાતની ચૂંટણી પૂર્વે બીજેપી રક્ષણાત્મક વલણ અપનાવશે છતાં ઉપર જણાવેલ સપાટીઓ નીચે બંધ આવતાં રાજકીય ઊથલપાથલની સંભાવના વધશે.
મુંબઈ શૅરબજાર આંકમાં નજીકની ૧૮,૩૦૯ અને ૧૮,૨૭૦ દૂરની ટેકાની સપાટી છે. ઉપરમાં ૧૮,૪૫૦થી ૧૮,૫૪૦ સુધીના ઉછાળામાં વેચવું. નિફ્ટીમાં ૫૬૦૪ ઉપર ૫૬૩૭ મહત્વની પ્રતિકારક સપાટી પાસે નફો કરવો. ૫૬૩૭ ઉપર વધુમાં વધુ ૫૬૬૫ સુધીનો ઉછાળો. ૫૫૮૧ તૂટતાં ૫૫૪૮ સુધીનો ઘટાડો.
રિલાયન્સ
૭૬૫ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૭૮૧ ઉપર ૭૯૫ સુધીના ઉછાળામાં વેચવું.
એસીસી
૧૩૮૧ ઉપર ૧૩૬૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૩૯૬ ઉપર ૧૪૧૦નો ભાવ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK