વીતેલા સપ્તાહ દરમ્યાન એક્સપાયરી પૂર્વેના દિવસમાં મંદીવાળા ઊંઘતાં ઝડપાતાં
નિફ્ટી ફ્યુચરમાં ૫૬૭૦, ૫૭૩૦ અને છેલ્લે ૫૩૮૦ની પણ પ્રતિકારક સપાટીઓ
એકસાથે કુદાવી સપ્તાહના અંતિમ દિવસે ૫૯૨૬ થઈ છેલ્લે ૫૯૦૯ બંધ રહી છે.
(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)
નિફ્ટીની તેજી મહદંશે બૅન્ક નિફ્ટીની ઝંઝાવાતી ૧૨૦૦ પૉઇન્ટને આભારી છે. શુક્રવારે જીડીપી આંક ઘટીને આવતાં નાનું કરેક્શન જોવાયું, પરંતુ એ પછી નાણાપ્રધાન દ્વારા નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ ફૂડ તેમ જ ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ કિંમતના ૧૦૦ જેટલા પ્રોજેક્ટ આડેનાં વિઘ્નો દૂર કરી એને વેગ આપવાની જાહેરાતે તેમ જ જીડીપી ઘટીને આવતાં ૧૮મીએ રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં ઘટાડાની શક્યતા વધવા જેવાં કારણોસર વધ્યા મથાળે પણ તેજીનો ટેમ્પો જળવાઈ રહ્યો છે.
શુક્રવારે છેલ્લા ૧ કલાકનું વર્કિંગ જોતાં આટલા ઉછાળા પછી પણ મંદીનું ઓળિયું ઊભું છે અને ઘટાડાની આશાએ વેચાણ ઊભું છે માટે જ ઘટuા મથાળેથી ઝડપી ઉછાળા આવતા હતા. તેજીનું બીજું મોટું કારણ એ હતું કે છેલ્લા ૩ દિવસમાં વિદેશી સંસ્થાઓ દ્વારા ૪૨૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી થઈ છે. ટેક્નિકલી દૈનિક ધોરણે વધુપડતા લેણની સ્થિતિમાં હોવાથી ઝડપી કરેક્શનની શક્યતા છે એ જોતાં ત્રીજીના નીચા ભાવો તૂટતાં લેણમાં બજારભાવે નફો કરવો. કરેક્શનમાં ૫૮૨૦ની સપાટી ટેસ્ટ થવાની શક્યતા છે. વર્તમાન સપ્તાહ માટે ત્રીજી અને છઠ્ઠીનું વર્કિંગ મહત્વનું છે. શુક્રવારના બંધ ભાવ નીચે નવું લેવામાં સાવચેતી રાખવી.
મુંબઈ શૅરબજાર આંકમાં ૧૯૩૦૦ ઉપર સુધારાની ચાલમાં ૧૯૪૨૦ ઉપર ૧૯૪૯૦ અને ૧૯૬૪૦ પ્રતિકારક સપાટીઓ છે, જ્યારે ૧૯૨૭૦ તૂટતાં ૧૯૦૭૦થી ૧૮૮૩૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૮૯૫ ઉપર ૫૯૩૪થી ૫૯૬૦ સુધીના ઉછાળામાં નફો કરવો. ૫૮૯૫ તૂટતાં ૫૮૪૦ સુધીનો ઘટાડો શક્ય છે.
ઍક્સિસ બૅન્ક
૧૩૧૦ ઉપર સુધારામાં ૧૩૪૫ પાસે નફો કરવો. ૧૩૧૦ નીચે ૧૨૯૬, ૧૨૭૦નો ભાવ.
સ્ટેટ બૅન્ક
૨૧૪૦ નર્ણિાયક સપાટી છે જેની ઉપર ૨૨૦૮થી ૨૨૫૦ સુધીનો ઉછાળા,ે જ્યારે ૨૧૨૮ તૂટતાં ૨૧૦૫, ૨૦૫૫.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK