નિફ્ટીમાં ૫૭૪૭ ઉપર રૂખ તેજીની

Published: 12th November, 2012 05:46 IST

સૌ વાચકમિત્રોને નવા વર્ષની શુભેચ્છા અને અભિનંદન. ગત મુહૂર્ત વખતે સૂચકઅંકો જે સપાટીએ હતા એની આસપાસ જ વર્તમાન સૂચકઅંકો છે એ જોતાં વર્ષ સામાન્ય ગણાય? વર્ષ દરમ્યાન જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ઝડપી તેજી જોવા મળ્યાં બાદ ઑગસ્ટ સુધી મંદીનો ઝોક રહ્યા બાદ નાણાપ્રધાન તરીકે ચિદમ્બરમ આવતાં યુ.પી.એ સરકાર એના અપેક્ષિત રંગમાં આવતાં અને જે આર્થિક સુધારાઓની ઘણા સમયથી રાહ જોવાતી હતી એ બધા એક સાથે આવતાં અને યુરોપ-અમેરિકામાં આર્થિક ઉદારીકરણની નીતિ અપનાવાતાં બજારનું સેન્ટિમેન્ટ તેજીતરફી થયું છે અને બજારમાં આશાવાદ પ્રર્વતે છે જે કોઈ રાજકીય કટોકટી ન ઉદ્ભવે તો વધઘટે બજેટસત્ર સુધી જળવાશે એમ માનવું છે.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


હમણાં પાંચમી ઑક્ટોબરની ઊંચી સપાટી મહત્વની પ્રતિકારક સપાટી ગણવી અને સપોર્ટ લેવલ માટે ગેનની ટર્નિંગના દિવસે (૮-૯ નવેમ્બર) દરમ્યાન જોવા મળેલા નીચા ભાવો હવે ૨૦ ડિસેમ્બર સુધી સ્ટૉપલૉસનું કામ આપશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ઉપર જણાવેલી ૧૮,૭૭૦ નિર્ણાયક સપાટી જેની ઉપર ૧૮,૮૯૦થી ૧૯,૦૯૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નીચામાં હમણાં ૧૮,૫૭૦ ટેકાની સપાટી છે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૭૪૭ ઉપર ૫૭૩૫ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૫૭૬૭ ઉપર વધારવું. આજે ૫૭૮૮ ઉપર ૫૮૧૦ સુધીનો ઉછાળો. ૫૭૩૫ તૂટતાં ૫૬૮૮ સુધીનો ઘટાડો.

સ્ટેટ બૅન્ક

નફાની સાથે એનપીએમાં પણ વધારો થતાં ભાવ તૂટ્યાં છે. ૨૧૪૦ રૂપિયા ઉપર સુધારામાં ૨૧૯૩ રૂપિયાથી ૨૨૪૦ સુધી ઉછાળામાં વેચવું.

એસીસી

૧૪૪૭ રૂપિયા નીચે ૧૪૨૦ રૂપિયા સુધીનો ઘટાડા, જ્યારે ૧૪૭૦ રૂપિયા ઉપર ૧૪૯૫ રૂપિયાથી ૧૫૧૦ રૂપિયા વચ્ચે વેચવું.

લાર્સન

૧૬૦૫ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૬૪૦ ઉપર ૧૬૬૩થી ૧૬૮૫ વચ્ચે વેચવું.

તાતા મોટર્સ

૨૭૪ રૂપિયાના સ્ટૉપલૉસે ઘટાડે લેણ વધારવું. હવે ૨૮૪ રૂપિયા કુદાવતાં ૨૯૦ રૂપિયાથી ૨૯૮ રૂપિયાનો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૨૧૦ નજીકની અને ૧૧૯૭ દૂરની ટેકાની સપાટી છે. ૧૨૨૧ ઉપર ૧૨૪૦ સુધીના ઉછાળામાં વેચવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK