Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૭૮૫ નીચે વેચીને વેપાર કરવો

નિફ્ટીમાં ૫૭૮૫ નીચે વેચીને વેપાર કરવો

08 November, 2012 08:34 AM IST |

નિફ્ટીમાં ૫૭૮૫ નીચે વેચીને વેપાર કરવો

નિફ્ટીમાં ૫૭૮૫ નીચે વેચીને વેપાર કરવો




સ્ક્રિપ-સ્કોપ -  ભરત દલાલ



 આ ટર્નિંગ શરૂ થાય એ પૂર્વે એકાદ કરેક્શન જરૂરી હતું એના બદલે બજાર સળંગ સુધરતું જ રહ્યું અને બુધવારના રોજ તો ઓબામાની બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે પસંદગીને પગલે એફએફઆઇની આક્રમક લેવાલીએ બૅન્ક, ઑટો, રિયલ્ટી સાથે એફએમસીજીમાં પણ સુધારો જોવા મળતાં તમામ સૂચક અંકો તાજેતરમાં ૫-૧૦ની ઊંચી સપાટી નજીક પહોંચી ગયા હતા અને ટેક્નિકલી ડબલ ટૉપની રચના થવા જઈ રહી છે. બુધવારના રોજ બંધ ભાવો ઊંચા મથાળેથી દૂર બંધ રહ્યા છે જે ઊંચા મથાળે તેજીવાળાની નફારૂપી વેચવાલીનો નિર્દેશ કરે છે.

આજ રોજ ગઈ કાલના ઊંચા ભાવો પ્રથમ પ્રતિકારક સપાટી ગણાશે અને એ ઓળંગાયા પછી ગઈ કાલના બંધ ભાવ તૂટતાં તેજીના વેપારમાં બજાર ભાવે નફો કરવો અને મંદીનો વેપાર પણ આજ રોજ જોવા મળેલ ઊંચા ભાવના સ્ટૉપલૉસે કરવો. હવે નિફ્ટી ફ્યુચરમાં ૫૭૬૦ અને બૅન્ક નિફ્ટીમાં ૧૦૬૫૨ નિર્ણાયક સપાટીઓ છે જેની નીચે ઘટાડાની ઝડપ વધશે.

શૅરબજાર આંક ૧૮૮૮૫ ઉપર સુધારાની ચાલમાં ૧૮૯૯૦થી ૧૯૦૮૦ સુધીનો ઉછાળો જોવા મળશે, જ્યારે ૧૮૮૦૦ તૂટતાં ૧૮૬૮૦ સુધીનો ઘટાડો. નિફ્ટી ૫૭૮૫ ઉપર ૫૮૨૭થી ૫૮૬૦ સુધીનો ઉછાળો, જ્યારે ૫૭૫૦ તૂટતાં ૫૭૦૪ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઍક્સિસ બૅન્ક

૧૨૪૬ નીચે ૧૨૫૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૨૩૧ તૂટતાં ૧૨૧૯થી ૧૨૦૪ સુધીનો ઘટાડો.

બાટા

૮૭૩ નિર્ણાયક સપાટી છે જેની નીચે ૮૫૪થી ૮૩૫નો ભાવ. ૮૭૩ ઉપર વેચવું નહીં.

તાતા સ્ટીલ

૪૦૦ ઉપર ૩૯૮ના સ્ટૉપલૉસે લેણ કરવું અને ૪૦૯ ઉપર ૪૧૭ પાસે વેચવું.

કોલગેટ

૧૩૧૨ નીચે ૧૩૨૫ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૨૯૪ તૂટતાં ૧૨૭૦નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૪૧૭ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૩૯૮ તૂટતાં ૩૮૭નો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

08 November, 2012 08:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK