Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > પસંદગીના શૅરોમાં ઘટાડે સપોર્ટ મળશે

પસંદગીના શૅરોમાં ઘટાડે સપોર્ટ મળશે

08 November, 2012 08:34 AM IST |

પસંદગીના શૅરોમાં ઘટાડે સપોર્ટ મળશે

પસંદગીના શૅરોમાં ઘટાડે સપોર્ટ મળશે




મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી

 મંગળવારે ઉપરમાં ૫૭૭૪.૮૦ થઈ નીચામાં ૫૭૨૮.૦૦ સુધી આવી ૩૨.૩૫ પૉઇન્ટના સુધારે ૫૭૭૨.૦૦ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૧૩૦.૧૧ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૭૫૫.૪૫ બંધ રહ્યા બાદ સોમવારે ૭.૪૨ પૉઇન્ટ નજીવા સુધારે ૧૮,૭૬૨.૮૭ બંધ રહ્યો. મંગળવારે ઉપરમાં ૧૮,૮૨૯.૦૭ થઈ નીચામાં  ૧૮,૭૨૬.૮૪ સુધી આવી ૫૪.૫૧ પૉઇન્ટના સુધારે ૧૮,૮૧૭.૩૮ બંધ રહ્યો. ઉપરમાં ૧૮,૯૦૦ ઉપર ૧૯,૦૨૫, ૧૯,૧૩૭, ૧૯,૨૬૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮,૬૬૦ નીચે ૧૮,૫૪૫ સપોર્ટ ગણાય.

બજારમાં અત્યારે સ્ક્રિપ આધારિત વધઘટ જોવા મળે છે. જેનાં પરિણામ સારાં આવે છે એવા શૅરોમાં ઘટાડે સપોર્ટ જોવા મળે છે. એફઆઇઆઇની ધીમી લેવાલી જળવાઈ રહી છે એ સારી બાબત છે. સાધારણ નબળાં પરિણામો હોય તો પૅનિકમાં વેચવું નહીં, કારણ કે એ સ્ક્રિપ એકાદ-બે દિવસ નરમ રહીને પછી સરખી રીતે વેચાણકાપણી આવે છે. આઇડીબીઆઇ બૅન્કના પરિણામ પછી ઘટીને નીચામાં ૯૦ થઈ ગયો. ત્યાર બાદ ઝડપથી ૧૦ રૂપિયા વધી ગયા. માટે સારા શૅરોમાં નીચામાં લઈ શકાય.

નિફ્ટી ફ્યુચર : ૫૬૩૭.૪૦ના બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. તા. ૮થી ૯ ગેનની ટર્નિંગ છે. એ દિવસોના ઊંચા-નીચા ભાવોનો ઉપયોગ સ્ટૉપલૉસ તરીકે કરી શકાય. નીચામાં ૫૭૪૦ નીચે ૫૭૦૦, ૫૬૮૪ સપોર્ટ ગણાય. ઉપરમાં ૫૭૮૦ ઉપર ૫૮૨૦, ૫૮૫૬, ૫૯૦૦ સુધીની શક્યતા.





દેના બૅન્ક (૧૧૦.૭૦) : ૧૦૧.૪૫ના બૉટમની સુધારાતરફી દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૧૦૫ સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૧૪ ઉપર ૧૨૦ અને ત્યાર બાદ ૧૨૫ સુધીની શક્યતા.





યુનિયન બૅન્ક (૨૧૮.૧૦) : ૧૮૮.૦૫ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. નીચામાં ૨૧૨ અને ૨૦૮ સપોર્ટ ગણાય. ઉપરમાં ૨૨૮ ઉપર ૨૩૫ અને ત્યાર બાદ ૨૫૦ સુધીની શક્યતા.

પૅન્ટૅલૂન રીટેલ (૧૯૩.૨૫): ૧૭૧.૬૦ના બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૯૯ કુદાવતાં ૨૧૭થી ૨૨૪ સુધીની રેન્જ ગણાય. નીચામાં ૧૮૮ નીચે ૧૮૪ સપોર્ટ ગણાય. ઘટાડે સપોર્ટ મળશે.

એચડીઆઇએલ (૧૦૫.૯૦) : નીચામાં ૯૧.૫૫ સુધી આવીને ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૯૮ તૂટે તો ૯૫ પૅનિક સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૦૮ અને ૧૧૦ કુદાવતાં ૧૧૭ તરફ આગળ વધશે.

બૅન્ક નિફ્ટી (૧૧,૬૫૦) : ૧૧,૨૦૨.૨૦ના બૉટમથી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. નીચામાં ૧૮,૪૩૦ નીચે ૧૧,૩૧૦ સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૧,૬૯૮ ઉપર ૧૧,૮૦૩ રસાકસીની સપાટી ગણાય.



Whatsapp-channel Whatsapp-channel

08 November, 2012 08:34 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK