નિફ્ટીમાં ૫૭૫૦ ઉપર જ રૂખ તેજીની

Published: 7th November, 2012 06:34 IST

મંગળવારે આરંભની નરમાઈને બાદ કરતાં બૅન્ક નિફ્ટીની આગેવાનીએ નિફ્ટી ૫૭૩૭ ઉપર જ રહેતાં અને છેલ્લા અડધા કલાકમાં આઇસીઆઇસીઆઇ, સ્ટેટ બૅન્ક અને એચડીએફસીની મજબૂતાઈ પાછળ બૅન્ક નિફ્ટીએ ૧૧,૬૦૮ અને નિફ્ટીમાં ગઈ કાલની ૫૭૬૦ની સપાટી કુદાવતાં બજારમાં સુધારાની ચાલ ઝડપી બનતાં સોમવારની માફક મંગળવારે પણ તમામ સૂચકઅંકો એની ઉચ્ચતમ સપાટીની નજીક જ બંધ રહ્યાં છે જે બજારમાં વેચાણો કપાઈ રહ્યાનો સંકેત છે,સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

કારણ કે લેનાર વ્યક્તિ ઘટાડામાં લેવાનું પસંદ કરે, નહીં કે દરેક ઊંચા ભાવે. બીજી નવેમ્બરના ઊંચા ભાવો ઉપર બંધ આવતાં બજારમાં રૂખ તેજીતરફી જ છે, પરંતુ વર્તમાન સપ્તાહમાં બેતરફી વધઘટની સંભાવના જોતાં ઉછાળાને અનુસરવામાં સાવચેતી જરૂરી છે જેમાં બીજીના ઊંચા ભાવ પ્રથમ અને સોમવારના ખૂલતા ભાવ બીજી ટેકાની સપાટી સમજીને તેજીનો વેપાર જાળવવો. આજે ૧૨ વાગ્યા પછી બજારમાં એકતરફી ઝડપી ચાલ માટે ૫૭૫૦ની સપાટીને નિર્ણાયક સમજવી.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૭૯૦ ઉપર સુધારાની ચાલમાં ૧૮,૮૬૦થી ૧૮,૯૦૫ સુધીના ઉછાળામાં વેચવું. ૧૮,૭૫૦ તૂટતાં ૧૮,૬૪૦ અને સપ્તાહના અંત સુધી ૧૮,૫૩૦. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૭૫૦ ઉપર તેજી રૂખે ઉપરમાં ૫૭૮૭થી ૫૮૦૫ વચ્ચે વેચવું. ૫૭૩૫ તૂટતાં ૫૬૯૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

એસીસી

૧૪૬૦ ઉપર ૧૪૮૫થી ૧૫૦૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૪૫૮ નીચે ૧૪૨૫ના ભાવ.

ઇન્ફોસિસ

૨૩૮૭ નીચે ૨૪૦૩ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો અને ૨૩૫૦ પાસે લેવું.

બૅન્ક નિફ્ટી

તેજીનું જોર બૅન્ક નિફ્ટીને આભારી છે જેમાં ૧૧,૬૬૦થી ૧૧,૬૮૫ પ્રતિકારક ઝોન છે જે કુદાવતાં તેજીના તોફાનમાં ૧૧,૭૫૦ની સપાટી જોવાય. નીચામાં હવે ૧૧,૫૯૦ તૂટતાં ૧૧૪૭૫.

ઍક્સિસ બૅન્ક

૧૨૨૯ નીચે ૧૨૩૬ના સ્ટૉપલૉસે વેચવું. ૧૨૧૫ તૂટતાં ૧૧૯૭નો ભાવ.

સેન્ચુરી ટેક્સટાઇલ

૪૦૯ નજીકની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૪૧૫ જ્યારે ૩૯૬ તૂટતાં ૩૮૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK