નિફ્ટીમાં ૫૬૮૪ નિર્ણાયક સપાટી

Published: 30th October, 2012 05:52 IST

ધિરાણનીતિની જાહેરાત પૂર્વે બૅન્ક શૅરોમાં સાવચેતીરૂપે નફારૂપી વેચવાલીને કારણે બૅન્ક નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી સુધારો ઝડપી જોવાય છે એ જોતાં ધિરાણનીતિ પહેલાં સાધારણ નરમાઈ રહ્યા બાદ ધિરાણનીતિની જાહેરાત પછી નરમાઈ કરતાં સુધારાની શક્યતા વધુ છે.

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ધિરાણનીતિની જાહેરાત પૂર્વે બૅન્ક શૅરોમાં સાવચેતીરૂપે નફારૂપી વેચવાલીને કારણે બૅન્ક નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ ત્યાંથી સુધારો ઝડપી જોવાય છે એ જોતાં ધિરાણનીતિ પહેલાં સાધારણ નરમાઈ રહ્યા બાદ ધિરાણનીતિની જાહેરાત પછી નરમાઈ કરતાં સુધારાની શક્યતા વધુ છે. આરંભની નરમાઈમાં ૧૧,૪૯૮ અને ૧૧,૪૩૫ મહત્વની ટેકાની સપાટી પાસે ૨૦ પૉઇન્ટના જોખમે તેજીનો વેપાર ગોઠવવો. ઉપરમાં ૧૧,૫૮૦ અને ૧૧,૬૪૫ મહત્વની પ્રતિકારક સપાટી છે જેની ઉપર બજારમાં ઝડપી સુધારાની શક્યતા છે.

સરકારની આર્થિક સુધારાની નીતિને અનુરૂપ રિઝર્વ બૅન્ક પણ સીઆરઆર અને રિવર્સ રેપો રેટમાં ઘટાડા સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર માટે કોઈ ખાસ રાહતની જોગવાઈ કરે એવી શક્યતા છે. બૅન્ક નિફ્ટીમાં ૧૧,૪૯૮ અને ૧૧,૬૪૫ અતિ મહત્વની ટ્રેડિંગ રેન્જ છે અને જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ બીજા ૧૫૦ પૉઇન્ટની ચાલ જોવા મળશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૬૫૦થી ૧૮,૬૮૦ પ્રતિકારક ઝોન છે, જ્યારે ૧૮,૭૫૦ ઉપર ૧૧,૮૩૦થી ૧૧,૯૦૦ સુધીનો ઉછાળો. નીચામાં ૧૮,૪૮૦ નીચે ૧૮,૩૦૦. નિફ્ટીમાં ૫૬૮૦થી ૫૭૦૫ ટ્રેડિંગ ઝોન જ્યારે ૫૭૬૦ અંતિમ પ્રતિકારક સપાટી. ૫૬૪૦ તૂટતાં ૫૫૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૮૦૫ ઉપર તેજી રૂખે ૮૨૦, જ્યારે ૮૦૩ તૂટતાં ૭૮૫નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૧૩૬ મહત્વની ટેકાની સપાટી, જ્યારે ૨૧૭૮ અને ૨૨૧૦ની સપાટી કુદાવતાં બજારમાં સુધારાની ચાલ ઝડપી બનશે.

તાતા મોટર્સ

૨૬૧ નીચે ૨૬૫ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં ૨૪૮ તૂટતાં ૨૩૭.

આઇસીઆઇસીઆઇ

૧૦૭૨ નીચે પ્રથમ ૧૦૫૭ અને વધઘટે ૧૦૨૧, જ્યારે ૧૦૮૧ ઉપર ૧૦૯૪

રૅનબૅક્સી

૫૩૨ નીચે ૫૩૬ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૫૧૪ તૂટતાં ૫૦૩થી ૪૯૭નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK