નિફ્ટીમાં ૫૬૮૫ ઉપર રૂખ તેજીની

Published: 26th October, 2012 05:57 IST

છેલ્લા ૧૨ દિવસથી એફએમસીજી, બૅન્ક અને લાર્સન જેવા પસંદગીના શૅરોમાં સુધારાની સામે મેટલ, સિમેન્ટ તેમ જ રિયલ એસ્ટેટ અને અમુક અંશે ઑટો શૅરોમાં ઘટાડાની ચાલે બજાર સાંકડી રેન્જમાં અથડાતું હતું એ મુજબ એક્સ્પાયરીના દિવસે પણ વધઘટ ઘણી જ મર્યાદિત રહી અને રોલઓવરનું પ્રમાણ પણ ઓછું રહ્યાની આશંકા છે.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

છેલ્લા ૧૨ દિવસથી એફએમસીજી, બૅન્ક અને લાર્સન જેવા પસંદગીના શૅરોમાં સુધારાની સામે મેટલ, સિમેન્ટ તેમ જ રિયલ એસ્ટેટ અને અમુક અંશે ઑટો શૅરોમાં ઘટાડાની ચાલે બજાર સાંકડી રેન્જમાં અથડાતું હતું એ મુજબ એક્સ્પાયરીના દિવસે પણ વધઘટ ઘણી જ મર્યાદિત રહી અને રોલઓવરનું પ્રમાણ પણ ઓછું રહ્યાની આશંકા છે.

બજાર માટે હવે વધઘટનું મોટું કારણ ૩૦મીના રોજ જાહેર થનારી રિઝર્વ બૅન્કની પૉલિસીમાં ધિરાણદરમાં ઘટાડો કરાય છે કે નહીં એના પર છે. સીઆરઆરમાં ફેરફારની બજાર પર કોઈ અસર નહીં પડે, કારણ કે બૅન્કો પાસે ધિરાણ યોગ્ય ફન્ડની અછત છે જ નહીં. લોનના ઉપાડ માટે વ્યાજદરમાં ઘટાડો જ જરૂરી છે. બજારનો બહુમતી વર્ગ વ્યાજદરમાં ઘટાડો આવશે જ એમ માને છે જે બૅન્ક શૅરો અને બૅન્ક નિફ્ટીની મજબૂતાઈ દર્શાવે છે. રાજકીય કૌભાંડોથી લોકો અલિપ્ત થઈ ગયા છે? આજ માટે ૫૬૮૫ અને ૫૭૨૮ની ટ્રેડિંગ રેન્જ સમજી વેપાર કરવો. આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં જોવાયેલ નીચા ભાવો સમગ્ર દિવસ માટે મહત્વના સમજવા.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૭૪૮ ઉપર સુધારાની ચાલમાં ૧૮,૮૦૦થી ૧૮,૮૪૦ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૧૮,૬૫૦ તૂટતાં રૂખ મંદીની થશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૬૮૫થી ૫૭૨૧ નજીકની અને એ કુદાવતાં

૫૭૪૨ છેલ્લી પ્રતિકારક સપાટી છે. ૫૬૬૦ તૂટતાં ઘટાડાની શક્યતા વધશે.

ગ્રાસિમ

૩૪૧૭ ઉપર ૩૪૫૦ પાસે નફો કરવો. ૩૪૧૫ તૂટતાં ૩૩૮૦થી ૩૩૫૫નો ભાવ.

ઇન્ફોસિસ

૨૩૭૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૨૩૪૦ તૂટતાં ૨૩૦૫ સુધીનો ઘટાડો જોવાશે.

રિલાયન્સ

૮૧૯ રૂપિયા નીચે ૮૨૬ રૂપિયાના સ્ટૉપલૉસે વેુચવું. ૮૦૬ રૂપિયા તૂટતાં ૭૯૩ રૂપિયાનો ભાવ.

તાતા મોટર્સ

૨૬૭ રૂપિયા નીચે વેચીને વેપાર કરવો. ૨૫૭ની સપાટી તૂટતાં ૨૪૯નો ભાવ.

ટાયટન ઇન્ડસ્ટ્રીઝ

૨૮૦ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૨૭૪ તૂટતાં વધઘટે ૨૫૫નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK