ગયા બુધવારથી નીચામાં ૫૬૬૪ની ટેકાની સપાટીથી બજાર બે વાર પાછું ફર્યું છે
અને શુક્રવારે નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળ્યાં બાદ રાત્રે અમેરિકન
બજારોમાં ઝડપી ઘટાડો તેમ જ કિંગફિશર ઍરલાઇન્સનું લાઇસન્સ સસ્પેન્ડ થતાં
બૅન્કિંગ ઉદ્યોગનું ૭૫૦૦ કરોડનું ધિરાણ દબાણ હેઠળ આવવાના સંજોગોમાં પણ
સોમવારે આરંભિક નરમાઈ બાદ રિલાયન્સ, લાર્સન, ઍક્સિસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ
બૅન્કમાં સુધારાને પગલે બજારમાં અન્ડરટોન સુધારાતરફી રહ્યો છે
સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ
ગયા બુધવારથી નીચામાં ૫૬૬૪ની ટેકાની સપાટીથી બજાર બે વાર પાછું ફર્યું છે અને શુક્રવારે નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળ્યાં બાદ રાત્રે અમેરિકન બજારોમાં ઝડપી ઘટાડો તેમ જ કિંગફિશર ઍરલાઇન્સનું લાઇસન્સ સસ્પેન્ડ થતાં બૅન્કિંગ ઉદ્યોગનું ૭૫૦૦ કરોડનું ધિરાણ દબાણ હેઠળ આવવાના સંજોગોમાં પણ સોમવારે આરંભિક નરમાઈ બાદ રિલાયન્સ, લાર્સન, ઍક્સિસ બૅન્ક અને આઇસીઆઇસીઆઇ બૅન્કમાં સુધારાને પગલે બજારમાં અન્ડરટોન સુધારાતરફી રહ્યો છે અને તમામ અંકો ટૂંકા ગાળાની ઍવરેજ પર ફરી બંધ રહેતાં અને હવે એક્સ્પાયરીને માત્ર બે જ દિવસ બાકી હોવાથી રોલઓવરને કારણે થનારી અફરાતફરીમાં ૫૬૮૫ અને ૫૭૩૫ની ટ્રેડિંગ-રેન્જ ધ્યાનમાં રાખવી અને તેજી તેમ જ મંદી ધ્યાનવાળાએ ૫૭૦૦નું પુટ ખરીદમાં સમજદારી છે. સંજોગો અને બજારની ટેãક્નકલ પોઝિશન જોતાં સુધારાની ચાલ જોખમી અને છેતરામણી લાગે છે, જ્યારે એક્સ્પાયરી નજીક હોવાથી તેજીવાળા સટ્ટાકીય પકડના જોરે બજાર ખેંચી અથવા ટકાવી રાખવાની કોશિશ જોતાં ઉપર જણાવેલ રેન્જ મુજબ તેજી-મંદીનો વેપાર કરવો.
મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૭૩૫ ઉપર જ સુધારાની ચાલ જળવાશે અને ૧૮,૮૭૦ પાસે નફારૂપી વેચવાલી જોવાશે. ૧૮,૭૨૦ તૂટતાં ૧૮,૫૪૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૭૩૫ નીચે ૫૭૫૦ના સ્ટૉપલૉસે વેચવું. ૫૬૭૫ તૂટતાં ૫૬૪૫ સુધીનો ઘટાડો જોવા મળશે.
બૅન્ક નિફ્ટી
૧૧,૬૪૦ નિર્ણાયક સપાટી છે જ્યાં ૧૧,૬૯૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૧,૫૬૭ તૂટતાં ૧૧,૪૮૫ અને વધઘટે ૧૧,૩૭૦ સુધીનો ઘટાડો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK