નિફ્ટીમાં ૫૬૭૧ નીચે રૂખ મંદીની

Published: 22nd October, 2012 05:40 IST

વીતેલા સપ્તાહ દરમ્યાન વિવિધ રાજકીય અને યુરોઝોનની કટોકટી પાછળ એક દિવસ તેજી તો બીજા દિવસે મંદી જેવા માહોલમાં નિફ્ટી ૫૬૩૫થી ૫૭૪૫ની ૧૧૦ પૉઇન્ટની વધઘટમાં અથડાઈ ગઈ હતી.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

વીતેલા સપ્તાહ દરમ્યાન વિવિધ રાજકીય અને યુરોઝોનની કટોકટી પાછળ એક દિવસ તેજી તો બીજા દિવસે મંદી જેવા માહોલમાં નિફ્ટી ૫૬૩૫થી ૫૭૪૫ની ૧૧૦ પૉઇન્ટની વધઘટમાં અથડાઈ ગઈ હતી. સપ્તાહ આમ તો મંદીપ્રધાન હતું, પરંતુ ગુરુવારે ચીનમાં આઇઆઇપી આંક સુધરીને આવતાં અને અહીં પણ રિઝર્વ બૅન્ક દ્વારા સરકારની આર્થિક સુધારાતરફી નીતિનો યોગ્ય પ્રભાવ ઊભો થાય એ માટે વ્યાજદરમાં ઘટાડાના આશાવાદે પ્રમુખ બૅન્ક શૅરોમાં સુધારાને પગલે બજારમાં તેજીનો માહોલ ઊભો થયો હતો, પરંતુ એ જ દિવસે એફએફઆઇના આંકડા વેચવાલીમાં આવતાં ગુરુવારનો ઉછાળો છેતરામણો રહ્યો અને શુક્રવારે આગલા બંધથી નીચે જ ખૂલીને બજાર ઘટીને બંધ રહ્યું હતું.

અણ્ણા હઝારે, બાબા રામદેવ પછી અરવિંદ કેજરીવાલ તેમનો પ્રભાવ ગુમાવી રહ્યા છે, પરંતુ સરકારી અમલદારો સરકારની ‘પૉલ’ ખોલી રહ્યા છે એ સરકાર કે રાજકારણી માટે આફત સર્જશે. એકસ્પાયરીને ત્રણ જ દિવસ બાકી છે ત્યારે નિફ્ટીમાં ૫૬૩૦ની રસાકસીની સપાટી તૂટતાં પ્રથમ ૫૫૭૮ અને અસાધારણ સંજોગોમાં ૫૪૦૦ સુધીના ઘટાડાની શક્યતા છે, જ્યારે ઉપરમાં હવે નિફ્ટી હાજરમાં ૫૭૨૫ ઉપર મંદીમાં રહેવું નહીં.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૮,૭૦૦ ઉપર સુધારાની ચાલમાં ૧૮,૮૧૪ જ્યારે ૧૮,૬૭૫ તૂટતાં ૧૮,૫૩૫થી ૧૮,૪૦૫ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં યુએસ માર્કેટની નરમાઇ પાછળ ૫૬૩૪ની સપાટી તૂટતાં ૫૬૧૫થી ૫૫૭૮ સુધીનો ઘટાડો જોવાશે જ્યારે ૫૬૭૧ ઉપર ૫૭૧૦ સુધીનો ઉછાળો.

ઍક્સિસ બૅન્ક

૧૧૯૫ નીચે ૧૨૧૫ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૧૧૭૩ તૂટતાં ૧૧૩૮.

હિન્દ લીવર

૫૭૧ નીચે રૂખ મંદીની. હવે ૫૬૩ની સપાટી તૂટતાં ૫૫૩થી ૫૩૮ સુધીનો ઘટાડો

ગ્રાસિમ

૩૪૩૫ નીચે ૩૪૫૮ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૩૩૪૦ તૂટતાં ૩૨૮૦નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૧૦૬૧ નીચે વેચીને વેપાર કરવો. હવે ૧૦૪૧ તૂટતાં ૧૦૧૩નો ભાવ.

ટીસીએસ

૧૨૯૦ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૧૩૨૦ પાસે વેચવું. ૧૨૮૩ તૂટતાં ૧૨૫૧નો ભાવ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK