નિફ્ટીમાં ૫૭૨૦ નીચે રૂખ મંદીની

Published: 11th October, 2012 06:28 IST

ગઈ કાલે જણાવેલાં કારણોસર બજારમાં ઘટાડાની ચાલ આગળ વધી હતી અને ખરાબ કારણોમાં ડીએલએફ-વાડરા વિવાદ પછી જીએમઆરમાં પણ જમીન વિવાદ ઊભો થતાં રિયલ્ટી ક્ષેત્રના શૅરોમાં ઘટાડાની ચાલ વ્યાપક બનતાં બજારમાં બૅન્કિંગ શૅરોની આગેવાનીએ ઘટાડો આગળ વધ્યો હતો અને નિફ્ટી નીચામાં ૫૬૬૦ની નજીક ૫૬૬૭ થઈ ૫૬૭૨ના મથાળે બંધ રહી છે.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


હાલમાં અમેરિકન પ્રતિનિધિમંડળની ભારતના ઉદ્યોગપતિઓ તેમ જ રિઝર્વ બૅન્કના અધ્યક્ષ સાથે મુલાકાતને પગલે આગળ ઉપર સુધારાની શક્યતા કરતાં એસઍન્ડપી દ્વારા ભારતના રેટિંગને ઘટાડવાની શક્યતાએ તેમ જ રાજકીય પક્ષો દ્વારા વારંવાર વહેલી ચૂંટણીની સંભાવનાએ બજારનું મૉરલ ખરડાયું છે એ જોતાં હવે જ્યાં સુધી ૫૭૬૦ ઉપર બંધ ન આવે ત્યાં સુધી ઉછાળે વેચીને વેપાર કરવો. ૧૦મીના નીચા ભાવો નીચે નવી લેવાલીથી દૂર રહેવું.

મુંબઈ શૅરબજાર આંક ૧૮૬૬૫ નીચે રૂખ મંદીની અને નીચામાં ૧૮૫૮૩થી ૧૮૫૩૬ પાસે લેવું. ૧૮૬૬૫ ઉપર ૧૮૭૨૦ પ્રતિકારક સપાટી. નિફ્ટી ૫૬૪૦ મહત્વની ટેકાની સપાટી તૂટતાં ગભરાટ વધશે. ઉપરમાં ૫૭૧૦ ઉપર વેચવાલીથી દૂર રહેવું.

સ્ટેટ બૅન્ક

૨૨૫૪ નીચે રૂખ મંદીની અને ૨૨૧૦ તૂટતાં ૨૧૮૦ સુધીના ઘટાડામાં લેવું.

રિલાયન્સ કૅપટિલ

૪૫૨ના સ્ટૉપલૉસે રૂખ મંદીની. નીચામાં ૪૩૩ની સપાટી તૂટતાં ૪૧૫ સુધીના ઘટાડાની શક્યતા.

એસીસી

૧૪૪૨ નીચે ઉછાળે વેચવું. ૧૪૧૦ નીચે ૧૩૭૮ પાસે વેચાણમાં નફો કરવો. ૧૪૪૨ ઉપર જ રૂખ તેજીની.

ઍક્સિસ બૅન્ક

૧૧૨૪ નીચે વેચવાલીના દબાણે ૧૦૯૦ સુધીના ઘટાડામાં વેચાણ સરખું કરવું. ૧૧૨૪ ઉપર ૧૧૧૦ના સ્ટૉપલૉસે લેણ કરવું.

કોટક બૅન્ક

૬૩૮ નીચે વેચીને વેપાર કરવો. ૬૨૩ની સપાટી તૂટતાં ૬૦૫ સુધીનો ઘટાડો જોવાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK