નિફ્ટી ફ્યુચર ૫૭૦૦ નીચે ૫૬૮૫ મહત્વનો સપોર્ટ

Published: 3rd October, 2012 06:04 IST

વાચકમિત્રો, નિફ્ટી ફ્યુચર સાપ્તાહિક ધોરણે ૨૨.૫૦ પૉઇન્ટના નેટ સુધારે ૫૭૨૯.૫૫ બંધ રહ્યા બાદ સોમવારે પણ એફઆઇઆઇની લેવાલીના સથવારે ૨૪.૬૦ પૉઇન્ટના સુધારે ૫૭૫૪.૧૫ બંધ રહ્યું તેમ જ બીએસઈ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૦૯.૯૧ પૉઇન્ટના નેટ સુધારે ૧૮,૭૬૨.૭૪ બંધ રહ્યા બાદ સોમવારે ૬૧.૧૭ પૉઇન્ટના સુધારે ૧૮,૮૨૩.૯૧ બંધ રહ્યો. ઉપરમાં ૧૮,૮૭૧ ઉપર ૧૮,૯૭૦, ૧૯૦૫૦, ૧૯૨૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૮,૬૯૮ અને ૧૮,૫૫૨ તૂટતાં નબળાઈ સમજવી.


મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી


જીવનમાં શું કે શૅરબજારમાં શું, સફળતાનો કોઈ શૉર્ટકટ નથી હોતો. સુખ-દુ:ખની જેમ જ સફળતા કે નિષ્ફળતા કાયમી નથી હોતી. શૅરબજારમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરવાવાળા કરતાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ શિખવાડનારા વધી ગયા છે. વર મરો, કન્યા મરો, પણ ગોરનું તરભાણું ભરો. સાંભળવા મળ્યાં મુજબ શૅરબજાર શિખવાડનારા કોઈ-કોઈ વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને ડબ્બામાં રમે છે, જેમાં નુકસાની જ દેખાડાય છે. રકમ ભાગ્યે જ પાછી મળે છે. એકાદ જણના ચાર-પાંચ હજાર જાય તો તેને ફરક નથી પડતો, પણ બસો વિદ્યાર્થીઓ પણ પાંચ-પાંચ હજાર આપે તો શીખવાડનારાના ગજવામાં ફી ઉપરાંત કેટલી રકમ જમા થાય? આપ મૂઆ વિના સ્વર્ગે જવાતું નથી. જિંદગીભર તરવાની કલાનું પુસ્તક વાંચનારનું મૃત્યુ ક્યારેક પાણીમાં ડૂબવાથી થતું હોય છે. ચાલતાં શીખવું હોય તો આપણા જ પગ વાપરવા પડે. મતલબ કે પોતાના પગ પર જ ચાલતાં શિખાય. થોડી-ઘણી લે-વેચ કરવાથી ધીમે-ધીમે બધું આવડી જતું હોય છે. બાકી તો જીવનના મોટા ખોળિયાવાળા ને શૅરબજારમાં મોટા ઓળિયાંવાળા એફ ઍન્ડ ઓના અંતિમ સપ્તાહમાં ભારે મુશ્કેલી અનુભવતા હોય છે. નફો બુક કરતો જતો સંતોષી જીવ ક્યારેય પણ પસ્તાતો નથી. ઓકે?

સીઇએસસી લિમિટેડ (૩૩૮.૯૦) ૨૯૧.૨૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. નીચામાં ૩૩૦ નીચે ૩૨૫ સપોર્ટ ગણાય. ઉપરમાં ૩૪૪ ઉપર ૩૫૩થી ૩૬૪ સુધીની શક્યતા.નિફ્ટી ફ્યુચર (૫૭૫૪.૧૫) ૫૨૩૭ની બૉટમથી વધ-ઘટે સુધારાતરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે હાઇલી ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૭૭૧ અને ૫૭૮૫ ઉપર ૫૮૨૦, ૫૮૬૦, ૫૯૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૦૦ અને ૫૬૮૫ નીચે નબળાઈ સમજવી. ૫૬૪૩ તૂટતાં વેચવાલીનું દબાણ વધતું જોવા મળશે. અત્યારે સ્ક્રિપ-આધારિત મોટી વધ-ઘટ જોવા મળે છે. ઘટાડે સ્ટૉપલૉસ રાખી લઈ શકાય.દેના બૅન્ક (૧૦૮.૯૫) ૮૪.૨૦ની બૉટમથી સુધારાતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. નીચામાં ૧૦૬ નીચે ૧૦૩ સપોર્ટ ગણાય. ઉપરમાં ૧૧૪ કુદાવતાં ૧૧૯થી ૧૨૫ સુધીની શક્યતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK