નિફ્ટીમાં ૫૩૮૬ નીચે રૂખ મંદીની

Published: 11th September, 2012 05:56 IST

યુરો ઝોનમાં આર્થિક કટોકટીનો સામનો કરતા ગ્રીસ, સ્પેન અને ઇટલીને મદદ કરવાના હેતુથી ઈસીબીના ચૅરમૅન ઉપરોક્ત દેશોનાં બૉન્ડ અમર્યાદિત પ્રમાણમાં ખરીદવાની ફ્રાન્સ, જર્મની તેમ જ અન્ય દેશોને અપીલ કરવાને પગલે જોવા મળેલો ઉછાળો શુક્રવારે સાંજે જ ધીમો પડ્યો હતોસ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

યુરો ઝોનમાં આર્થિક કટોકટીનો સામનો કરતા ગ્રીસ, સ્પેન અને ઇટલીને મદદ કરવાના હેતુથી ઈસીબીના ચૅરમૅન ઉપરોક્ત દેશોનાં બૉન્ડ અમર્યાદિત પ્રમાણમાં ખરીદવાની ફ્રાન્સ, જર્મની તેમ જ અન્ય દેશોને અપીલ કરવાને પગલે જોવા મળેલો ઉછાળો શુક્રવારે સાંજે જ ધીમો પડ્યો હતો અને ગઈ કાલે આ મદદ મેળવનાર દેશોએ પોતાના વહીવટી ખર્ચમાં કાપ મૂકવાની દરખાસ્તના વિરોધમાં ત્યાં લોકોના વિરોધના પગલે તેમ જ અહીં પણ શુક્રથી રવિવારની રાત સુધી સરકારની ચુપકીદી ટ્ર્રેડસો માટે અકળાવનારી સાબિત થતાં સોમવારે બજાર ઊઘડતાંની સાથે ઉછાળે ફૉલા-અપના અભાવે અને પરચૂરણ નફારૂપી વેચવાલીએ ઘટાડાની ચાલ જોવા મળ્યાં બાદ કોલબ્લૉકની ફાળવણી રદ થવાના સંજોગોમાં પાવર કંપનીઓની તકલીફમાં અને બૅન્કોની એનપીએ દબાણ હેઠળ આવવાની ગણતરીએ સ્ટેટ બૅન્કની આગેવાનીએ બૅન્કોમાં વેચવાલીને પગલે બૅન્ક નિફ્ટીમાં ઝડપી ઘટાડાએ બજારનું સેન્ટિમેન્ટ બગડ્યું છે અને હવે ઉપર જણાવેલ સપાટી નીચે વેચવાલી વધવાની શક્યતા છે. ૧૨મીએ જર્મન કોર્ટનો ચુકાદો પ્રતિકૂળ આવશે તો શુક્રવારે જેમ બજાર તેજી ગૅપમાં ખૂલેલું એમ ૧૩મીના રોજ મંદી ગૅપમાં ખૂલવાની શક્યતા છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૭૨૬ અને ૧૭,૮૦૯ની ટ્રેડિંગ રેન્જ છે. ૧૭,૮૦૯ ઉપર ૧૭,૮૫૧ જ્યારે ૧૭,૭૨૦ તૂટતાં ૧૬,૬૮૦ની સપાટીઓ મહત્વની સમજવી જે તૂટતાં એ તરફની તોફાની ચાલ જોવા મળશે. નિફ્ટીમાં ૫૩૬૪થી ૫૩૮૬ ટ્રેડિંગ રેન્જ છે. ૫૩૮૬ નીચે ૫૪૦૦ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચવું. ૫૩૪૪ની સપાટી તૂટતાં વધઘટે ૫૨૮૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

બાટા

૮૯૫ ઉપર જ રૂખ તેજીની, જેમાં ૯૧૫ પાસે ૯૨૩ના સ્ટૉપલૉસે વેચવું. ૮૯૩ નીચે ૮૮૪થી ૮૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઇન્ફોસિસ

૨૫૦૮ ઉપર રૂખ તેજીની અને ૨૫૩૪ ઉપર ૨૫૭૦નો ભાવ, જ્યારે ૨૫૦૦ નીચે ૨૪૬૨ સુધીનો ઘટાડો.

સ્ટેટ બૅન્ક

૧૮૮૫ નીચે ૧૯૧૫ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૧૮૫૨ તૂટતાં ૧૮૨૮થી ૧૭૯૨નો ભાવ.

ટાઇટન

૨૩૨ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૨૩૯થી ૨૪૩ વચ્ચે વેચવું. ૨૩૧ નીચે ૨૨૦નો ભાવ

સેન્ચુરી ટેક્સટાઇલ

 

૨૩૪ ઉપર સુધારાની ચાલમાં ૨૪૪ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૨૩૩ તૂટતાં ૨૨૧નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK