Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૩૫૦ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૩૫૦ ઉપર રૂખ તેજીની

10 September, 2012 06:14 AM IST |

નિફ્ટીમાં ૫૩૫૦ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૩૫૦ ઉપર રૂખ તેજીની



સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


શનિવારે એફએફઆઇ તેમ જ એચએનઆઇની ગેરહાજરીને ધ્યાનમાં લેતાં આજનું પ્રથમ કલાકનું વર્કિંગ મહત્વનું સમજવું. આગામી સમયમાં ૧૭મીએ રજૂ થનારી રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ જેમાં કદાચ  સીઆરઆરમાં ઘટાડો જાહેર થવાના આશાવાદે બજારમાં વધઘટે સુધારાનો દોર જળવાઈ રહેશે, પરંતુ એ અગાઉ ફુગાવો અને ઔદ્યોગિક ઉત્પાદનના આંક તેમ જ ૧૩મીના રોજ અમેરિકન ફેડ બૅન્કની મીટિંગ જેવાં કારણોસર ઊંચા મથાળેથી આંચકાની શક્યતાએ બજારમાં અફરાતફરીના વલણમાં નિફ્ટી ફ્યુચરમાં ૫૩૪૦ અને ૫૪૧૦ની સપાટીઓ નિર્ણાયક સમજવી. ૫૩૪૦ તૂટતાં તેજીના વેપારમાં સાવચેતી જરૂરી રહેશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૫૪૫ ઉપર સુધારાની ચાલમાં ૧૭,૭૮૦થી ૧૭,૮૪૦ સુધીના ઉછાળામાં લેણમાં નફો કરવો. ૧૭,૫૪૦ તૂટતાં ૧૭,૩૮૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં આજ માટે ૫૩૭૭ અને ૫૪૦૬ નિર્ણાયક સપાટી છે. ૫૩૭૭ તૂટતાં વધઘટે ૫૩૩૧, ૫૨૭૮ જ્યારે ૫૪૦૬ ઉપર ૫૪૪૦ સુધીનો ઉછાળો.

સ્ટેટ બૅન્ક

૧૮૭૨ ઉપર ૧૯૧૦થી ૧૯૪૫ સુધીના ઉછાળામાં વેચવું. ૧૮૭૦ નીચે ૧૮૪૪નો ભાવ.

લાર્સન

૧૩૫૧ ઉપર લઈને વેપાર કરવો. ઉપરમાં ૧૩૯૦ ઉપર ૧૪૧૫ સુધીના ઉછાળામાં વેચવું.

ઍક્સિસ બૅન્ક

૯૭૦ ઉપર જ રૂખ તેજીની અને ઉપર. ૯૯૨ ઉપર ૧૦૧૫ સુધીના ઉછાળામાં વેચવું.

મારુતિ

૧૧૮૩ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૨૩૨થી ૧૨૫૦ સુધીના ઉછાળામાં વેચવું.

એસીસી

૧૩૨૬ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૧૩૫૮થી ૧૩૬૫ વચ્ચે નફો કરવો. ૧૩૨૬ નીચે બંધ આવતાં ૧૩૦૧.


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2012 06:14 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK