Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૨૮ પ્રતિકાર સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૨૮ પ્રતિકાર સપાટી

05 September, 2012 05:25 AM IST |

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૨૮ પ્રતિકાર સપાટી

નિફ્ટી ફ્યુચર ઉપરમાં ૫૩૨૮ પ્રતિકાર સપાટી


મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી

મંગળવારે નીચામાં ૫૨૫૮.૬૫ સુધી આવી ઉપરમાં ૫૩૦૪.૮૦ થઈ ૧૬.૪૦ પૉઇન્ટના સુધારે ૫૨૯૯.૪૦ બંધ રહ્યું તેમ જ બીએસઇ ઇન્ડેક્સ સાપ્તાહિક ધોરણે ૩૫૩.૬૫ પૉઇન્ટના નેટ ઘટાડે ૧૭,૪૨૯.૫૬ બંધ રહ્યા બાદ સોમવારે ૪૫.૧૬ રહી નીચામાં ૧૭,૩૮૪.૪૦ બંધ રહ્યો. મંગળવારે ઉપરમાં ૧૭,૪૫૨.૭૦ રહી નીચામાં ૧૭,૩૦૮.૨૭ સુધી આવી ૫૬.૪૭ પૉઇન્ટના સુધારે ૧૭૪૪૦.૮૭ બંધ રહ્યો. ઉપરમાં ૧૭,૫૦૮, ૧૭,૫૪૫ પ્રતિકાર સપાટી ગણાય, જેની ઉપર ૧૭,૬૩૦ સુધીની શક્યતા. નીચામાં ૧૭૩૦૮ નીચે ૧૭,૨૨૫ સુધીની શક્યતા.



વરસાદ લાંબા વિરામ બાદ વરસી રહ્યો છે. એફઆઇઆઇની લેવાલી ખટકતી જણાય છે. બજાર દૈનિક ધોરણે ઓવરસોલ્ડ હોવાથી ઘટવાની ઝડપ ધીમી પડી છે. બજાર હજી નબળું જ જણાય છે. દર વખતની જેમ ફરી જણાવીએ છીએ કે બજારમાં જે પણ મોટા ઉછાળા આવે છે એ મંદી બજારના પ્રત્યાઘાતી ઉછાળા છે. વેચાણો કપાઈ ગયા બાદ ઉછાળે ફૉલો-અપના અભાવે બજાર ઝડપથી ઘટતું હોય છે. રાજકીય ક્ષેત્રે અસ્થિરતા નથી, પરંતુ કૌભાંડોના કારણે વિપક્ષી હોબાળા થકી સંસદ ચાલતી નથી. સરકાર નિર્ણયો લઈ શકતી નથી. વડા પ્રધાન ટીવી પર આવીને રડમસ અવાજે બોલે એમાં કંઈ ભલીવાર નથી. સરવાળે સંજોગો વિપરીત છે. બાબુજી ધીરે... ચલના... જરા... સંભલના... બડે ધોકે હૈ ઇસ રાહ મેં...


kt1નિફ્ટી ફ્યુચર (૫૨૯૯.૪૦) ઉપરમાં ૫૪૬૨.૯૫ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૫૩૨૮ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર ૫૩૫૫, ૫૩૮૫ સુધીની શક્યતા. નીચામાં ૫૨૭૫ નીચે ૫૨૫૮ તૂટે તો ૫૨૪૮, ૫૨૨૦ સુધીની શક્યતા. પૅનિકમાં વેચવું નહીં.

 


 

kt2રિલાયન્સ (૭૭૮.૫૫) ઉપરમાં ૮૨૪.૯૫ સુધી ગયા બાદ નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૭૮૭ ઉપર ૭૯૭ની સપાટી રસાકસીની ગણાય. નીચામાં ૭૭૬ નીચે ૭૬૭, ૭૬૦ સપોર્ટ ગણાય, જેની નીચે ૭૫૪થી ૭૪૭ સુધીની શક્યતા. પૅનિકમાં વેચવું નહીં.

 

 

kt3તાતા સ્ટીલ (૩૬૩.૧૦) ૪૫૪.૯૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૩૭૦ ઉપર ૩૭૭ પ્રતિકાર સપાટી ગણાય, જે કુદાવે તો ૩૮૫ સુધીની શક્યતા. નીચામાં ૩૫૫ અને ૩૫૨ સપોર્ટ ગણાય, જે તૂટે તો ૩૪૩ સુધીની શક્યતા. નવી લેવાલીનો કોઈ સંકેત નથી.

આઇડીબીઆઇ બૅન્ક (૮૬.૯૦) ૮૨.૬૦ની બૉટમથી પ્રત્યાઘાતી ઉછાળો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ મન્થ્લી ધોરણે હાઇલી ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૮૯.૫૦ ઉપર ૯૧થી ૯૪ની રેન્જ ગણાય. નીચામાં ૮૫ નીચે ૮૩.૫૦ સપોર્ટ ગણાય. ઘટાડે સપોર્ટ મળશે.

સ્ટેટ બૅન્ક (૧૮૭૨.૨૫) ૨૨૫૧.૫૦ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરસોલ્ડ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૮૯૦ ઉપર ૧૯૨૦થી ૧૯૩૨ સુધીની શક્યતા. નીચામાં ૧૮૬૦ નીચે ૧૮૪૫ સપોર્ટ ગણાય. ઘટાડે સપોર્ટ મળશે. નીચામાં વેચવું નહીં.

બૅન્ક નિફ્ટી (૧૦,૦૮૮.૦૫) ૧૦,૭૮૮ની ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૦,૧૮૮ ઉપર ૧૦,૨૦૫, ૧૦,૨૮૦ સુધીની શક્યતા. નીચામાં ૯૯૬૩ તૂટે તો ૯૮૫૫, ૯૭૫૦ સપોર્ટ ગણાય. નવી લેવાલીનો સંકેત નથી. ઓવરસોલ્ડ હોવાથી પૅનિકમાં વેચવું હિતાવહ નથી.

Whatsapp-channel Whatsapp-channel

05 September, 2012 05:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK