નિફ્ટીમાં ૫૪૧૭ ઉપર રૂખ તેજીની

Published: 22nd August, 2012 05:42 IST

    શુક્રવારે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ના અહેવાલને પગલે તેજી સેન્ટિમેન્ટ ખરડાતાં જોવા મળેલો ઘટાડો સરકાર દ્વારા એ અહેવાલને રદિયો અપાતાં સોમવારે બજાર આગલા બંધની ઉપર જ ખૂલ્યું અને ઇન્ફોસિસની આગેવાનીએ આરંભમાં સુધર્યા બાદ નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળ્યો હતો, પ

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

શુક્રવારે કમ્પ્ટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ (કૅગ)ના અહેવાલને પગલે તેજી સેન્ટિમેન્ટ ખરડાતાં જોવા મળેલો ઘટાડો સરકાર દ્વારા એ અહેવાલને રદિયો અપાતાં સોમવારે બજાર આગલા બંધની ઉપર જ ખૂલ્યું અને ઇન્ફોસિસની આગેવાનીએ આરંભમાં સુધર્યા બાદ નફારૂપી વેચવાલીએ ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બપોર પછી બૅન્ક નિફ્ટીમાં નીચા મથાળેથી સુધારો જોવા મળતાં અને ૧૦,૫૦૦ની સપાટી કુદાવતાં અને નિફ્ટીમાં પણ ૫૪૧૦ કુદાવતાં કૅગ પાછળ વેચાણ કરી ગયેલા વર્ગની વેચાણકાપણી થકી ઝડપી સુધારો જોવા મળ્યો હતો.

યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા ક્યુ-૩ પૅકેજ આવવાના આશાવાદે યુરોપિયનબજારોની મજબૂતાઈ અને અહીં એફએફઆઇની સતત લેવાલીને કારણે ઊંચા ભાવથી જોવા મળતા ઘટાડા છેતરામણા સાબિત થાય છે અને ભાવની દૃષ્ટિએ ૨૮મા સપ્તાહ, ગેનની ટર્નિંગ અને છેલ્લે ૧૭મીના અમાસના ઊંચા ભાવો પણ નિફ્ટીમાં ઓળંગાતાં હવે ૫૪૦૦ નીચે બે બંધ ન આવે ત્યાં સુધી નવું વેચવા કરતાં મંદીધ્યાને ૫૪૦૦નું પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે અને હવે આગલા દિવસની નીચી સપાટી તૂટતાં ઝડપી ઘટાડાની શક્યતા છે. દા.ત. આજે નિફ્ટી ફ્યુચરમાં ૫૩૭૩ તૂટતાં ઘટાડો જોવા મળશે.

શૅરઆંકમાં ૧૭,૮૦૦ ઉપર સુધારાની ચાલમાં ૧૭,૮૯૦ ઉપર ૧૭,૯૫૦થી ૧૮,૦૨૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૭,૭૬૦ તૂટતાં ૧૭,૬૩૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૪૧૭ ઉપર ૫૪૪૬થી ૫૪૬૮થી ૫૫૦૦ સુધીનો ઉછાળો જોવા મળશે, જ્યારે નીચામાં ૫૩૯૦ તૂટતાં ૫૩૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ કૅપિટલ

૩૬૫ ઉપર ૩૭૯ પાસે લેણમાં નફો કરવો. ૩૬૫ તૂટતાં ૩૪૭નો ભાવ.

લાર્સન

૧૪૫૪ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૧૪૭૮થી ૧૪૯૦ વચ્ચે નફો કરવો.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ

૮૧૭ નીચે ૮૨૪ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૮૦૫ તૂટતાં ૭૭૮નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૧૯૨૫ નીચે ૧૯૪૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૯૦૫ તૂટતાં ૧૮૭૮નો ભાવ.

ઇન્ફોસિસ

૨૪૦૩ ઉપર સુધારાની ચાલમાં ૨૪૪૫ સુધીનો ઉછાળો. ૨૪૦૦ તૂટતાં ૨૩૬૬થી ૨૩૩૦નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK