નિફ્ટીમાં ૫૨૮૦ નીચે વેચીને વેપાર કરવો

Published: 7th August, 2012 05:42 IST

    સપ્તાહનો આરંભ અપેક્ષા મુજબ તેજી ગૅપથી જ થયો અને એ પણ ત્રણેય સૂચકઅંકોમાં જે મહત્વની નજીકની પ્રતિકારક સપાટી હતી એની ઉપર જ ખૂલતાં મંદી ગ્રુપ ઊંઘતું ઝડપાતાં એમની શરણાગતિ થતાં આખો દિવસ બજાર એની ઉપર જ રહેતાં હવે તેજીધ્યાને એ લેવલનો જ સ્ટૉપલૉસ (નિફ્ટીમાં ૫૨૬૫) રાખવો.

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ગઈ કાલે તેજી ચાલની આગેવાની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લીધી છે અને આ તેજીનો મુખ્ય આધાર હવે આની ચાલ ઉપર જ રહેશે. ૩ ઑગસ્ટથી શરૂ થયેલા અને ગેનની ટર્નિંગમાં ૩જીએ બૉટમ આપ્યું હોવાથી હવે રોજ આગલા દિવસનાં ઊંચા ભાવ જેમાં ન ઓળંગાય એમાં તેજીનો નવો વેપાર ન કરતાં ઊભા વેપારમાં નફો બાંધવો વધુ સલાહભર્યું ગણાશે. સોમવારના ગૅપ-અપ ઓપનિંગને ધ્યાનમાં લેતાં તેમ જ ૬ ઑગસ્ટનું વર્કિંગ મહત્વનું હોવાથી હવે ૬ઠ્ઠીના નીચા ભાવ જેમાં તૂટે એમાં ૬ઠ્ઠીના બંધ ભાવના સ્ટૉપલૉસે મંદીનો વેપાર કરવો.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૭,૪૭૨ નજીકની પ્રતિકારક સપાટી છે, જ્યાં લેણમાં નફો કરવો અને ૧૭,૫૪૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૧૭,૩૧૦ તૂટતાં ૧૭,૧૩૦થી ૧૭,૦૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ૫૨૮૦ ઉપર તેજીની ચાલ જોવા મળશે, પરંતુ ઉપરમાં ૫૩૧૨થી ૫૩૪૦ પ્રતિકારક ઝોન છે જેની ઉપર બંધ ન આવે ત્યાં સુધી ઉછાળે લેણમાં નફો કરવો. ૫૨૮૦ નીચે ૫૨૫૦ નર્ણિાયક ટેકાની સપાટી છે.

લાર્સન

૧૪૧૬ રૂપિયા નીચે ૧૪૨૫ રૂપિયાના સ્ટૉપલૉસે વેચવું. ૧૪૦૫ રૂપિયા તૂટતાં પ્રથમ ૧૩૮૬ રૂપિયા અને વધ-ઘટે ૧૩૫૮ રૂપિયા.

ગ્રાસિમ

૨૯૪૫ રૂપિયાના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૨૯૨૨ રૂપિયા નીચે ૨૮૯૮ રૂપિયાથી ૨૮૭૦ રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળશે.

આઇસીઆઇસીઆઇ

૯૬૪ રૂપિયાના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. હવે ૯૪૮ રૂપિયા તૂટતાં ૯૩૨ રૂપિયાનો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૩૫૬ નીચે ૩૬૪ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૩૪૪ નર્ણિાયક ટેકાની સપાટી છે, જે તૂટતાં ૩૩૬થી ૩૨૨ સુધીનો ઘટાડો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK