નિફ્ટીમાં ૫૨૧૮ ઉપર રૂખ તેજીની

Published: 1st August, 2012 05:45 IST

    ગઈ કાલે જાહેર થયેલી ધિરાણનીતિમાં અપેક્ષા મુજબ કોઈ જ ફેરફાર ન આવતાં બૅન્ક નિફ્ટીની આગેવાનીએ મંદીનો આંચકો આવ્યો,

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

પરંતુ એ ટક્યો નહીં, કારણ કે ગઈ કાલે જ જણાવ્યું હતું કે એફએફઆઇનો મૂડ આ વલણમાં તેજી કરવાનો છે જેથી આવા ખરાબ કારણમાં પણ સામનો કરીને બજારમાં ભાવસપાટીને અનચેન્જ્ડ રાખવામાં સફળ થઈ છે. મંગળવારનું વર્કિંગ જોતાં બજારમાં તેજી ગ્રુપની પકડ વધુ છે અને એ જોતાં મંદીનો ખુલ્લો વેપાર કરવા કરતાં પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે.

વર્તમાન સપ્તાહમાં ૩૧ જુલાઈ અને ૩ ઑગસ્ટ મહત્વની વધઘટના દિવસો હોવાથી હવે આજે ૩૧ જુલાઈના ઊંચા ભાવો ઉપર જ નવો તેજીનો વેપાર કરવો. આજે ઑટો અને સિમેન્ટ કંપનીઓના જુલાઈ માસના વેચાણના આંકડા ઉપર એ ક્ષેત્રના શૅરોમાં વધઘટ જોવાશે. એમાં પણ છેલ્લા ૭-૮ દિવસોથી સિમેન્ટ શૅરોમાં ઉછાળો જોવાઈ રહ્યો છે એમાં આજનું વર્કિંગ મહત્વનું રહેશે. નાણાખાતું ચિદમ્બરમને સોંપાતાં અને આની શક્યતા પાછળ જ છેલ્લા બે-ત્રણ દિવસોથી એફએફઆઇની લેવાલી વધી હોવાની શક્યતા છે. નાણાખાતામાં ચિદમ્બરમની વાપસી બજારમાં તેજી સેન્ટિમેન્ટ વધારશે, કારણ કે તેઓ આર્થિક સુધારા માટે જાણીતા છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ખૂલતા કરતાં બંધ ઊંચું આવતાં હવે ૧૭,૧૬૦ના સ્ટૉપલૉસે ધ્યાન તેજી રાખવું. ઉપરમાં ૧૭,૪૦૦ પાસે નફો કરવો. ૧૭,૦૭૦ તૂટતાં નરમાઈનો પ્રથમ સંકેત સમજવો અને લેણમાં નફો બાંધવો.

નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૨૧૮ ઉપર ધ્યાન તેજી રાખવું અને ૫૨૪૧ ઉપર ૫૨૭૦થી ૫૩૦૦ વચ્ચે નફો કરવો. ૫૧૯૦ નીચે ૫૧૬૪થી ૫૧૪૦ સુધીનો ઘટાડો જોવાશે.

રિલાયન્સ

૭૨૯ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં હવે ૭૪૬ ઉપર ૭૬૦ સુધીનો ઉછાળો જોવાશે.

તાતા સ્ટીલ

૪૦૫ના સ્ટૉપલૉસે ૪૧૦ ઉપર લેવું અને ઉપરમાં ૪૨૫થી ૪૩૩ વચ્ચે નફો કરવો.

એસીસી

૧૩૧૪ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર જાળવવો. ઉપરમાં ૧૩૫૦ પાસે નફો કરવો. ૧૨૯૯ તૂટતાં હવે તેજીની રૂખ સમાપ્ત થશે.

સ્ટેટ બૅન્ક

૨૦૦૬ ઉપર જ રૂખ તેજીની રહેશે અને ઉપરમાં ૨૦૪૬ ઉપર ૨૦૮૦ સુધીનો ઉછાળો જોવાશે. ૨૦૦૬ નીચે ૧૯૭૦થી ૧૯૩૦નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૯૬૦ ઉપર જ લેણ જાળવવું અને ૯૭૩થી ૯૮૧ વચ્ચે નફો કરવો. ૯૫૮ નીચે ૯૨૫નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK