નિફ્ટીમાં ૫૧૯૭ ઉપર જ રૂખ તેજીની

Published: 31st July, 2012 05:33 IST

    શુક્રવારે ઑગસ્ટ વલણના પ્રથમ દિવસે જ ઊંચા મથાળેથી જોવા મળેલા તીવ્ર આંચકામાં નબળાં લેણ સરખાં થયાં હતાં અને એફએફઆઇએ ઘટાડામાં તેજીનો વેપાર ગોઠવ્યો હતો એમાં બંધ બજારે યુરોપિયન અને અમેરિકન બજારો સુધરીને આવતાં ગઈ કાલે અહીં બજાર તેજી ગૅપમાં ખૂલતાં મંદીનો વેપાર રોલઓવર કરનાર તેમ જ શુક્રવારના ઘટાડામાં વેચનાર વર્ગ ઊંઘતો ઝડપાયો હતો અને ૩૧ જુલાઈએ ધિરાણનીતિની જાહેરાત પૂર્વે નિફ્ટી અને બૅન્ક નિફ્ટીમાં શુક્રવારની ઊંચી સપાટી ઓળંગાતાં વેચાણકાપણીને કારણે છેલ્લા એક કલાકમાં બજારમાં ઝડપી સુધારો જોવા મળ્યો હતો.

સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

એફએફઆઇ એની નાણાંની તાકાતથી કોઈ પણ સારા કારણ વગર બજારમાં તેજી અને ખરાબ કારણની હાજરીમાં ભાવો તોડી શકે છે એનો ખ્યાલ ગયા ગુરુવારથી આજની વધ-ઘટ જોતાં આવશે. આવી ચાલ માટેનું બીજું મુખ્ય કારણ એક્સ્પાયરીના દિવસે ઊભો વેપાર એક જ ભાવે સરખો થઈ જાય છે. ગુરુવારે ભાવો તોડી નફો ઘરભેગો કર્યા બાદ હવે મંદીવાળાને ખરાબ કારણોની હાજરી હોવા છતાં ભાવો ખેંચી નુકસાનીએ વેપાર સરખો કરાવવાનો તખ્તો ગોઠવ્યો છે. આજે ધિરાણનીતિની જાહેરાત પૂર્વે નિફ્ટીમાં ૫૧૦૦ અને બૅન્ક નિફ્ટીમાં ૧૦,૩૦૦નું પુટ ઑપ્શન ખરીદવાની સલાહ છે. વર્તમાન સંજોગોમાં લેણ કે વેચાણને પુટ અને કૉલ ઑપ્શન ખરીદી હેજ કરવાની જરૂર છે.

મુંબઈ શૅરબજાર આંકમાં ધિરાણનીતિની જાહેરાત બાદ આમાં ૧૭,૦૭૦. નિફ્ટી ફ્યુચરમાં ૫૧૯૦ અને બૅન્ક નિફ્ટીમાં ૧૦,૪૦૦ની સપાટી તૂટતાં તેજીના વેપારમાં નફો બાંધવો જરૂરી છે. આજે ઉપરમાં ૧૭,૨૪૦ પ્રતિકારક સપાટી છે, જ્યારે ૧૭,૦૭૦ તૂટતાં ૧૬,૯૮૦થી ૧૬,૮૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં જાહેરાત પૂર્વે ઉપરમાં ૫૨૪૦ અને જાહેરાત બાદ ૫૨૭૦ પ્રતિકારક સપાટી છે, જ્યારે નીચામાં હવે ૫૧૯૦ની સપાટી તૂટતાં પ્રથમ ૫૧૩૦ અને પછી ૫૦૭૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

૧૦,૪૦૭ ઉપર સુધારાની ચાલમાં ૧૦,૫૫૦થી ૧૦,૬૪૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૦,૪૦૦ તૂટતાં ૧૦,૩૩૦, ૧૦,૨૪૫ અને ૧૦,૦૧૫ સુધીનો ઘટાડો વધ-ઘટે જોવા મળશે.

એસીસી

૧૩૧૬ નીચે ૧૩૨૬ના સ્ટૉપલૉસે વેચવું. ૧૨૯૬ તૂટતાં ૧૨૭૮નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૧૦૫૭થી ૧૦૭૦ વચ્ચે વેચવું. ૧૦૩૦ તૂટતાં પ્રથમ ૧૦૧૫ અને વધ-ઘટે ૯૮૮નો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૯૫૧ ઉપર ૯૭૬થી ૯૮૮નો ભાવ, જ્યારે ૯૪૮ તૂટતાં ૯૨૩નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૦૬૬ ઉપર ૨૧૧૦ સુધીના ઉછાળામાં વેચવું. ૨૦૩૦ તૂટતાં ૧૯૯૮થી ૧૯૬૦નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK