નિફટીમાં ૮૩૧૦ ઉપર રૂખ તેજીની

Published: Dec 31, 2014, 03:41 IST

૨૦૧૪ના વર્ષમાં અભૂતપૂર્વ તેજી જોવાઈ અને ઘણાં વર્ષોથી રોકાણકારોનાં રોકાયેલાં નાણાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે છૂટાં થયાં.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ઑગસ્ટ-૨૦૧૩માં ૬ રાજ્યોમાં ચૂંટણી કાર્યક્રમ જાહેર થયો અને એમાં ગ્થ્ભ્ (ન.મો.)ના વિજયની સંભાવનાએ ૫૧૦૮ની સપાટીથી જે તેજીનો પાયો નખાયો એ માર્ચમાં ૫૬૨૦ પાસે BJPની આગેવાનીએ કેન્દ્રમાં સરકાર રચાવાના આશાવાદે તેજી આગળ વધી અને મે માસનાં ચૂંટણી-પરિણામોમાં ન.મો.ને સ્પષ્ટ બહુમતી મળતાં એક જ સત્રમાં ૭૦૦ પૉઇન્ટના ઉછાળાથી તેજીનું જે વાવાઝોડું શરૂ થયું તેમાં વધઘટે તેજી આગળ વધી નવેમ્બરમાં ૮૬૬૮ થઈ કરેક્શનના મોડમાં છે જેમાં ઉપર તરફનું બ્રૅકઆઉટ ૮૪૨૦ અને નીચે તરફનું બ્રૅકઆઉટ ૮૧૬૦ નીચે બંધ આવતા આવશે.

રાજ્યસભામાં સરકારની બહુમતી ન હોવાને કારણે મહત્વના ખરડા પાસ ન થતાં સરકારે વટહુકમ દ્વારા વીમા, કોલ-બ્લૉકની વહેંચણી અને છેલ્લે જમીન અધિગ્રહણ કાયદાઓ પસાર થતાં તેજીને બળ મળશે. હવે બજેટ પૂર્વે ઞ્લ્વ્ અને વ્યાજદરમાં ઘટાડા જેવાં કારણોથી વર્ષ ૨૦૧૫માં તેજીનો આરંભ થશે અને બજેટની જાહેરાત પછી બજારમાં મોટી ચાલ જોવાશે. આ બધાં કારણોના આશાવાદે જ ૬૬૦૦થી ૮૬૬૮ સુધીનો ઉછાળો જોવાયો છે માટે હવે આગળ ઉપર બહુ મોટી તેજીની આશા ન રાખવી જેનો પ્રથમ સંકેત વ્યાજદરમાં ઘટાડા પછી બજારની ચાલથી આવશે.

શૅરબજાર આંકમાં ૨૭૩૬૦ ઉપર સુધારાની ચાલમાં ૨૭૪૦૦ ઉપર ૨૭૫૬૦ સુધીનો ઉછાળો જ્યારે ૨૭૩૧૮ તૂટતાં ૨૭૨૩૦. નિફ્ટીમાં ૮૩૧૦થી ૮૩૪૦ ટ્રેડિંગ ઝોન છે જેમાં ઉપર તરફ ૮૩૬૦થી ૮૩૮૦ જ્યારે ૮૩૦૦ તૂટતાં ૮૨૬૦ સુધીનો ઘટાડો.

ACC

૧૩૯૩ ઉપર જ સુધારાની ચાલમાં ૧૪૧૪ જ્યારે ૧૩૯૦ તૂટતાં ૧૩૭૦નો ભાવ.

કોટક બૅન્ક

૧૨૪૩ ઉપર ૧૨૬૦ના સ્ટૉપલૉસે વેચવું. ૧૨૩૮ નીચે ૧૨૨૬નો ભાવ.

હીરો મોટર્સ

૩૧૧૦ નીચે વેચીને વેપાર કરવો. હવે ૩૦૭૦ તૂટતાં ૩૦૫૬થી ૩૦૨૦ સુધીનો ઘટાડો.

યસ બૅન્ક

૭૫૭ ઉપર ૭૪૮ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૭૭૮થી ૭૯૦ પાસે વેચવું. ૭૪૮ તૂટતાં ૭૨૪.

વૉલ્ટાસ

૨૩૮ ઉપર ૨૫૦ જ્યારે ૨૩૪ તૂટતાં ૨૨૨ સુધીનો ઘટાડો જોવાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK