નિફ્ટીમાં ૮૧૪૧ મહત્વની ટેકાની સપાટી

Published: 31st October, 2014 03:30 IST

ગુરુવારે એક્સ્પાયરીને ધ્યાનમાં લઈને ૮૦૮૦ને મહત્વની સપાટી ગણાવી હતી અને એની ઉપર તેજીનું તોફાન ચાલુ રહેવાનું જણાવેલું બરાબર એ મુજબ જ નીચામાં ૮૦૮૨થી બજાર પાછું ફર્યુ અને ઉપરમાં ૮૧૨૫ કુદાવતાં ૮૨૦૦ સુધી જવાની શક્યતા હતી એ મુજબ ઉપરમાં ૮૧૭૨ થઈ છેલ્લે ૮૧૬૬ પાસે બંધ રહી છે.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

નવેમ્બર વલણમાં નિફ્ટીએ ૮૨૦૦ની સપાટી કુદાવી છે એ જોતાં આજે ૮૨૦૦ની સપાટીનું મહત્વ વધારે છે અને પ્રથમ કલાકમાં એ સપાટી ન ઓળંગાય અને ૮૧૪૧ની સપાટી નીચે ૧૦ મિનિટ ટ્રેડ થશે તો બજારમાં પ્રત્યાઘાતી ઘટાડો જોવા મળશે જેમાં ૮૦૭૦ સુધીનો ઘટાડો શક્ય છે. ઘણા વખત પછી એક્સ્પાયરીના દિવસે તોફાની વધ-ઘટ જોવા મળી અને સામાન્ય ધારણા ૮૦૫૦થી ૮૧૦૦ને ખોટી પાડીને ૮૧૬૦નું સેટલમેન્ટ આવ્યું અને ૨૦મીથી શરૂ થયેલી તેજીમાં નિફ્ટીમાં ૪૨૦ પૉઇન્ટનો માતબર ઉછાળો જોવા મળ્યો છે. એ માટેનાં કારણોમાં (૧) હાઉસિંગ ક્ષેત્રે FDIને ૧૦૦ ટકા સુધીની છૂટ (૨) પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થોડો ઘટાડો અને છેલ્લે US ફેડ દ્વારા વ્યાજદરોમાં વધારો ન કરાયો. ગામ ૭૭૫૨ વખતે ૭૬૫૦ની ધારણાએ મંદી ધ્યાને ૭૮૫૦થી ૮૦૫૦ સુધીના કૉલ-ઑપ્શન શૉર્ટ કરીને બેઠું હોવાથી તેજી જંગલની આગની જેમ વિસ્તરતી રહી તેમ જ ગુરુવારે વેચાણવાળાં કાઉન્ટરો, રિલાયન્સ ગ્રુપના શૅરો, તાતા સ્ટીલ, તાતા મોટર્સ તેમ જ મારુતિમાં ઉછાળાને કારણે ૮૧૭૦ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે.

શૅરબજાર આંકમાં ૨૭૨૭૫ ઉપર સુધારાની ચાલમાં ૨૭૩૯૧ કુદાવતાં ૨૭૪૬૦થી ૨૭૫૭૦ સુધીનો ઉછાળો જોવા મળશે. ૨૭૧૫૦ નીચે ૨૬૯૭૦. નિફ્ટી ફ્યુચરમાં ૮૧૪૧ ઉપર ૮૧૯૮થી ૮૨૩૦ સુધીનો ઉછાળો જોવા મળશે, જ્યારે ૮૧૨૫ તૂટતાં ૮૧૦૯, ૮૦૫૧થી ૮૦૨૩ સુધીનો ઘટાડો વધ-ઘટે જોવા મળશે.

રિલાયન્સ

૯૭૦ ઉપર ૯૯૧થી ૧૦૦૩ સુધીનો ઉછાળો જોવાશે. હવે ૯૫૮ તૂટતાં ૯૩૭નો ભાવ.

મારુતિ

૩૨૨૨ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૩૨૯૪ ઉપર ૩૩૧૦ પાસે વેચવું. ૩૧૭૮ તૂટતાં ૩૧૩૪.

ઇન્ફોસિસ

૩૯૩૦ ઉપર ૩૯૮૭થી ૪૦૩૦, જ્યારે ૩૯૨૦ તૂટતાં ૩૮૯૦થી ૩૮૫૫ વચ્ચે લેણ કરવું

ICICI

૧૫૧૯  ઉપર ૧૬૨૧થી ૧૬૪૦ વચ્ચે વેચવું. ૧૫૯૧ તૂટતાં ૧૫૬૦ સુધીનો ઘટાડો જોવાશે.

રિલાયન્સ કૅપિટલ

૪૫૪ ઉપર ૪૪૯ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૪૬૨થી ૪૬૮ વચ્ચે વેચવું. ૪૪૯ તૂટતાં ૪૩૮.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK