નિફ્ટીમાં ૮૦૨૮ ઉપર જ રૂખ તેજીની

Published: 29th October, 2014 03:41 IST

મંગળવારે ગઈ કાલે બજાર આગલા બંધની ઉપર ખૂલ્યા બાદ આરંભે નફારૂપી વેચવાલીમાં નીચામાં ૮૦૦૩ સુધી ગયા બાદ PSU સેક્ટર તેમ જ બૅન્કોમાં સ્ટેટ બૅન્ક, ICICI તેમ જ ઍક્સિસ બૅન્કની મજબૂતાઈ પાછળ બૅન્ક નિફ્ટીએ ૧૬૭૦૦ની સપાટી કુદાવતાં બપોર પછી નિફ્ટીમાં નવેસરથી લેવાલી નીકળતાં સવારની ઊંચી સપાટી ૮૦૪૩ ઓળંગીને ઉપરમાં ૮૦૫૧ થઈ છેલ્લે ૮૦૪૦ના મથાળે બંધ રહી છે. મંગળ અને બુધવારના રોજ અમેરિકામાં ફેડ મીટિંગ પાછળ અહીં વધ-ઘટ જોવા મળશે.


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ભાવની દૃષ્ટિએ નિફ્ટીમાં ૮૦૬૧ મહત્વની પ્રતિકાર સપાટી છે જે કુદાવતાં ૮૦૩૫ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ઉપરમાં ૮૦૮૨ પાસે વેચવું. વર્તમાન સુધારાની ચાલમાં બૅન્ક નિફ્ટીનો મહત્વનો ફાળો છે જેની આજે ટર્નિંગ હોવાથી એમાં આજનું ઓપનિંગ તેમ જ પ્રથમ એક કલાકની વધ-ઘટનાં ઊંચાં-નીચાં લેવલો ધ્યાનમાં રાખવા. આજ માટે ૧૬૭૩૦ અને ૧૬૬૧૦ નિર્ણાયક સપાટીઓ છે. એમાં જે સપાટી કુદાવશે એ તરફ બીજા ૧૫૦ પૉઇન્ટની ચાલ જોવા મળશે. બજારમાં સુધારાની ચાલનો મુખ્ય આધાર કૅપિટલ ગુડ્ઝ સેક્ટર અને બૅન્કિંગ સેક્ટર પર છે.

શૅરબજાર આંકમાં ૨૬૮૨૫થી ૨૬૯૩૦ સુધીના ઉછાળામાં વેચવું. ૨૬૯૫૦ ઉપર જ વધુ તેજીની શક્યતા છે. હવે નીચામાં ૨૬૬૬૦ તૂટતાં ૨૬૫૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ફ્યુચરમાં ૮૦૩૨ ઉપર ૮૦૬૦થી ૮૦૮૦, જ્યારે ૮૦૩૦ અને ૮૦૧૭ તૂટતાં ૭૯૯૨થી ૭૯૭૮ સુધીનો ઘટાડો જોવા મળશે.

સ્ટેટ બૅન્ક

૨૬૪૦ ઉપર જ સુધારાની ચાલમાં ૨૬૮૩થી ૨૭૧૦ સુધીનો ઉછાળો, જ્યારે ૨૬૩૦ તૂટતાં વધ-ઘટે ૨૫૭૦નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૪૨૧ ઉપર જ સુધારાની ચાલમાં ૪૨૮થી ૪૩૩ સુધીનો ઉછાળો. હવે ૪૧૯ તૂટતાં ૪૧૩નો ભાવ.

ઇન્ફોસિસ

૩૮૨૧ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૩૭૮૬ તૂટતાં ૩૭૦૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

PNB

૯૨૬ નીચે ૯૩૩ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૯૧૪ તૂટતાં ૯૦૫નો ભાવ.

ACC

૧૪૭૧ નીચે ૧૪૮૨ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૧૪૬૩ તૂટતાં ૧૪૪૬ સુધીનો ઘટાડો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK