Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૮૦૨૨ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૮૦૨૨ નીચે રૂખ મંદીની

28 October, 2014 03:25 AM IST |

નિફ્ટીમાં ૮૦૨૨ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૮૦૨૨ નીચે રૂખ મંદીની


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

ઉપર જણાવેલી બે અવરોધક સપાટી સામે ૭૯૯૨ મુખ્ય સપોર્ટ છે. ૭૭૫૨ની નીચી સપાટીથી શરૂ થયેલા પ્રત્યાઘાતી સુધારાની ચાલમાં ૭૯૫૯ અન ૭૯૯૨ વચ્ચે ગૅપ છે અને જ્યાં સુધી એ પુરાશે નહીં ત્યાં સુધી ઘટાડા છેતરામણા સાબિત થઈ શકે છે. આમ એક્સ્પાયરી સુધી ૭૯૯૨થી ૭૦૪૦ નાની અને ૭૯૫૯થી ૮૦૬૨ મોટી ટ્રેન્ડિંગ રેન્જ સમજીને વેપાર કરવો. ૨૨/૧૦થી ૨૭/૧૦ સુધીનું વર્કિંગ જોતાં બજારમાં ઊંચા મથાળે ફૉલો-અપનો અભાવ તેમ જ વેચવાનું માનસ જોવા મળે છે. સોમવારે પણ બૅન્ક નિફ્ટી તેમ જ ઑટો શૅરોની મજબૂતાઈ પાછળ નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો. એક્સ્પાયરી પૂર્વેના ત્રણ દિવસોમાં યુરોપ અને એશિયન બજારો પાછળ વધ-ઘટ જોવા મળશે. બેન્ક નિફ્ટીમાં ૧૬૫૯૦ નીચે વેચીને વેપાર કરવો.

શૅરબજાર આંકમાં ૨૬૮૨૫ અને ૨૬૯૩૦ અગત્યની પ્રતિકારક સપાટીઓ છે. નીચામાં ૨૬૬૮૦ તૂટતાં ૨૬૫૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ફ્યુચરમાં ૮૦૧૮ અને ૮૦૪૨ સુધીના ઉછાળામાં વેચીને વેપાર કરવો. નીચામાં ૭૯૭૮ની સપાટી તૂટતાં ૭૯૫૨ સુધીનો ઘટાડો જોવા મળશે.

કોટક બૅન્ક

૧૦૭૮ ઉપર સુધારાની ચાલમાં ૧૦૯૨ ઉપર ૧૧૧૨ સુધીનો ઉછાળો જોવાશે. ૧૦૬૯ તૂટતાં ૧૦૩૫નો ભાવ.

અરવિંદ

૩૦૩ નીચે ૩૦૮ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૨૯૩ની સપાટી તૂટતાં ૨૮૭થી ૨૮૦ સુધીનો ઘટાડો.

અરબિંદો ફાર્મા

૯૫૧ નીચે ૯૪૪ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૯૪૨ તૂટતાં વધ-ઘટે ૯૧૮નો ભાવ.

વૉલ્ટાસ

૨૩૭ ઉપર જ સુધારાની ચાલમાં ૨૪૪ ઉપર ૨૫૦થી ૨૫૫ સુધીના ઉછાળામાં વેચવું. ૨૩૭ નીચે ૨૩૧.

સ્ટેટ બૅન્ક

૨૫૯૮ ઉપર સુધારાની ચાલમાં ૨૬૧૫થી ૨૬૪૦ સુધીનો ઉછાળો. ૨૫૭૩  તૂટતાં ૨૫૪૫નો ભાવ.


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2014 03:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK