Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૮૯૫ નીચે નવું લેવું નહીં

નિફ્ટીમાં ૫૮૯૫ નીચે નવું લેવું નહીં

27 December, 2012 06:39 AM IST |

નિફ્ટીમાં ૫૮૯૫ નીચે નવું લેવું નહીં

નિફ્ટીમાં ૫૮૯૫ નીચે નવું લેવું નહીં




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ





સોમવારે સાંકડી વધઘટે સૂચકાંકો વધુ ન ઘટતાં ઘટાડાની ચાલ અટક્યાનો સંકેત હતો અને એક્સ્પાયરીને માત્ર બે જ દિવસ બાકી રહેતાં, નિફ્ટીમાં ૫૮૭૦ નીચે ગામનું લેણ મહદંશે સરખું થઈ જતાં અને વેચાણનું ઓળિયું વધતાં એક્સ્પાયરી પૂર્વે નાણાંની તાકાતથી ભાવો ખેંચી નિફ્ટી અને બૅન્ક-નિફ્ટીમાં સેટલમેન્ટમાં ઊંચા ભાવો લઈને ગામની કૅશનું એફએફઆઇના ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર થવાની સગવડ સરકારે એફઍન્ડઓની વર્તમાન પદ્ધતિ દ્વારા કરી આપી છે. અમેરિકામાં ફાઇનૅન્શિયલ ક્લિફનું કારણ યથાવત્ રહેતાં વર્તમાન સુધારો તર્કસંગત નથી. આજે ૫૮૯૫ નીચે નિફ્ટી ફ્યુચર ૧૫ મિનિટ ટ્રેડ કરતાં ૫૯૧૦ના ચુસ્ત સ્ટૉપલૉસે વેચવાની અથવા તેજીના વેપારમાં નફો બાંધવાની સલાહ છે, કારણ કે એમ થતાં બુધવારના ઉછાળામાં જ ઓળિયાં સૂલટી ગયાં હોવાની શક્યતા છે. ૨૦મીના ઊંચા ભાવો ઓળંગાતાં તેજીનું તોફાન વેગ પકડશે.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૯,૩૮૫ ઉપર સુધારાની ચાલ જળવાશે અને ઉપરમાં ૧૯,૪૯૦થી ૧૯,૫૨૦ સુધીના ઉછાળામાં વેચવું. ૧૮,૩૮૫ તૂટતાં ૧૯,૦૩૫.



નિફ્ટીમાં ૫૮૯૫થી ૫૯૦૮ સર્પોટ ઝોન છે, જ્યારે ૫૯૨૬ ઉપર ૫૯૭૦ સુધીનો ઉછાળો જોવા મળશે. ૫૮૯૫ નીચે ૫૮૭૫થી ૫૮૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

૮૨૮ ઉપર જ સુધારાની ચાલ. ૮૩૭થી ૮૪૦ વચ્ચે લેણ વેચવું અને ૮૪૨ ઉપર ૮૩૬ના સ્ટૉપલૉસે નવું લેવું. ૮૨૨ તૂટતાં સમગ્ર બજાર માટે મંદીનો સંકેત.

સ્ટેટ બૅન્ક

૨૩૫૨ ઉપર જ તેજીની ચાલમાં ૨૩૯૮ પાસે વેચવું જેનો સ્ટૉપલૉસ ૨૪૦૫ રાખવો. ૨૩૩૭ નીચે ૨૩૦૫નો ભાવ.

લાર્સન

૧૬૪૨ના સ્ટૉપલૉસે ૧૬૩૪ નીચે વેચવું. ૧૬૧૦ તૂટતાં વધઘટે ૧૫૭૨નો ભાવ.

તાતા સ્ટીલ

તેજીના વેપારમાં નફો કરવો અને નવું લેવાનું ૪૩૭ ઉપર જ વિચારવું. ૪૨૬ નીચે ૪૧૩થી ૪૦૫નો ભાવ.

કોલગેટ

૧૫૨૨ નીચે ૧૫૨૭ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં ૧૫૦૬ તૂટતાં ૧૪૯૦, ૧૪૭૦નો ભાવ.
Whatsapp-channel Whatsapp-channel

27 December, 2012 06:39 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK