નિફ્ટીમાં ૮૦૧૩ ઉપર રૂખ તેજીની

Published: Oct 27, 2014, 03:49 IST

બન્ને રાજ્યોનાં ચૂંટણીપરિણામો BJPતરફી આવતાં તેમ જ BJP શાસિત રાજ્યોમાં બે રાજ્યોનો ઉમેરો થતાં બજાર આગલા બંધ કરતાં ૧૦૦ પૉઇન્ટ ઊંચું ખૂલતાં અને હવે મોદીસરકાર વધુ ઝડપથી કાર્ય કરશે તેમ જ આર્થિક સુધારાનો વધુ વેગ તેમ


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


બન્ને રાજ્યોનાં ચૂંટણીપરિણામો BJPતરફી આવતાં તેમ જ BJP શાસિત રાજ્યોમાં બે રાજ્યોનો ઉમેરો થતાં બજાર આગલા બંધ કરતાં ૧૦૦ પૉઇન્ટ ઊંચું ખૂલતાં અને હવે મોદીસરકાર વધુ ઝડપથી કાર્ય કરશે તેમ જ આર્થિક સુધારાનો વધુ વેગ તેમ જ રિઝર્વ બૅન્ક પર પણ વ્યાજદરોમાં ઘટાડો કરવા દબાણ કરશે એ ગણતરીએ બૅન્ક શૅરોમાં સુધારાની સીધી અસરરૂપે બૅન્ક નિફ્ટી ઊછળતાં નિફ્ટીમાં પણ લગભગ ૧૯૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળ્યો છે એ જતાં હવે એક્સ્પાયરીને માત્ર ૪ દિવસ હોવાથી તેમ જ મોદી સરકાર દેશમાં GST કાયદો જલદીથી સંસદમાં મૂકવાની તૈયારી પાછળ પણ નવા સપ્તાહમાં સુધારાનો દર જળવાય અને હવે નિફ્ટીમાં મુરતની ઊંચી સપાટી ૮૦૪૦ કુદાવતાં ૮૦૭૦ સુધીનો ઉછાળો જોવા મળશે અને હવે ૮૦૨૦ ઉપર લઈને વેપાર કરવો. દિવાળીની રજાઓ દરમ્યાન વિદેશનાં બજારો પણ સુધારાતરફી રહેતાં અહીં પણ ૮૦૦૦નું ‘પુટ’ ઑપ્શન ખરીદીને લેણ જાળવવાની સલાહ છે.

શૅરબજાર આંકમાં ૨૬૮૭૦ ઉપર સુધારાની ચાલમાં ૨૬૯૭૦ સુધીનો ઉછાળો જ્યારે ૨૬૮૦૦ તૂટતાં ૨૬૭૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટી ફ્યુચરમાં ૮૦૩૭ ઉપર ૮૦૧૩ના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ઉપરમાં ૮૦૫૮ ઉપર ૮૦૮૦ પાસે વેચવું ૮૦૧૩ તૂટતાં ૭૯૬૦.

બૅન્ક નિફ્ટી

૧૬૫૦૩ નીચે ૧૬૫૪૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. નીચામાં હવે ૧૬૪૩૦ તૂટતાં ૧૬૨૩૦ સુધીનો ઘટાડો જોવાશે.

ACC

૧૪૭૦ ઉપર સુધારાની ચાલમાં ૧૪૯૨થી ૧૫૦૩ વચ્ચે વેચવું. ૧૪૬૩ તૂટતાં ૧૪૩૮નો ભાવ.

મારુતિ

૩૧૬૦ ઉપર સુધારાની ચાલમાં ૩૨૦૦થી ૩૨૨૦ સુધીના ઉછાળામાં વેચવું. ૩૧૫૮ તૂટતાં ૩૧૨૦નો ભાવ.

રિલાયન્સ

૯૪૪ ઉપર સુધારાની ચાલમાં ૯૬૩થી ૯૭૫ વચ્ચે લેણમાં નફો કરવો. ૯૩૮ નીચે નવું લેવું નહીં.

સ્ટેટ બૅન્ક

૨૫૭૫ ઉપર સુધારાની ચાલમાં ૨૫૯૪થી ૨૬૧૦ વચ્ચે વેચવું. ૨૫૭૦ તૂટતાં ૨૫૫૫નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK