Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૮૬૬ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૮૬૬ ઉપર રૂખ તેજીની

26 December, 2012 06:03 AM IST |

નિફ્ટીમાં ૫૮૬૬ ઉપર રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૮૬૬ ઉપર રૂખ તેજીની




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ





ઉપરના દિવસો દરમ્યાન નિફ્ટી ફ્યુચરમાં ૫૮૪૭, સેન્સેક્સમાં ૧૯,૨૨૧, બૅન્ક નિફ્ટીમાં ૧૨,૨૮૫, રિલાયન્સમાં ૮૧૬ અને સ્ટેટ બૅન્કમાં ૨૩૨૪ નીચી સપાટીઓ હતી, તો આ સપાટીઓ ધ્યાનમાં રાખીને બજારમાં ઘટાડે લઈને વેપાર કરવો. હવે વધઘટે ૮ જાન્યુઆરી ૨૦૧૩ સુધી બજારમાં સુધારાની ગણતરી છે.

યુ.એસ.માં ફિસ્કલ ક્લિફની ગૂંચ યથાવત્ રહેતાં વિશ્વનાં બજારોની પાછળ અહીં પણ ઉછાળે વેચવાલી જોવાય છે અને એફએફઆઇ હૉલિડે મૂડમાં હોવાથી બજારમાં વધઘટ સંકડાઈ ગઈ છે, પરંતુ સરકારની સુધારાતરફી આર્થિક નીતિ પાછળ એચએનઆઇ અને સ્થાનિક રોકાણકારોનું માનસ ઘટાડે લેવાનું રહ્યું છે. બીજું, જાન્યુઆરી વાયદામાં નિફ્ટીમાં પંચાવન રૂપિયાનું પ્રીમિયમ પણ તેજીનો સંકેત કરે છે. આજે ૫૮૮૦ ઉપર બંધ આવતાં ડિસેમ્બર વલણ ૫૯૩૦ આસપાસ સેટલ થવાની શક્યતા છે.



મુંબઈ શૅરબજાર આંકમાં ૧૯,૨૫૫ ઉપર સુધારાની ચાલમાં ૧૯,૩૨૦ કુદાવતાં ૧૯,૪૦૦ સુધીના ઉછાળામાં લેણ વેચવું. નિફ્ટીમાં ૫૮૬૬ ઉપર ૫૮૫૫ના સ્ટૉપલૉસે લેવું. ઉપરમાં ૫૮૯૦ કુદાવતાં ૫૯૨૫ પાસે નફો કરવો.

રિલાયન્સ

બજારમાં સુધારાતરફી ચાલ માટે આમાં અને સ્ટેટ બૅન્કમાં સોમવારની નીચી સપાટી ન તૂટવી જોઈએ. ૮૨૨ ઉપર ૮૩૨થી ૮૩૭ વચ્ચે વેચવું. ૮૧૪ તૂટતાં ૮૦૫.

તાતા સ્ટીલ

૪૨૫ ઉપર લઈને વેપાર કરવો. ૪૩૪ કુદાવતાં ૪૪૫નો ભાવ.

ડીએલએફ

૨૨૧ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર ૨૨૫ ઉપર વધારવો. ઉપરમાં ૨૩૩ પાસે નફો કરવો.

આઇસીઆઇસીઆઇ

૧૧૨૧ ઉપર ૧૧૧૪ના સ્ટૉપલૉસે લેણ વધારવું. ઉપરમાં ૧૧૩૦ ઉપર ૧૧૪૮નો ભાવ.

જેએસડબ્લ્યુ સ્ટીલ

૮૧૧ ઉપર ૮૦૨ના સ્ટૉપલૉસે લેણ કરવું. હવે ૮૨૬ કુદાવતાં ૮૪૨નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

26 December, 2012 06:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK