મિડ-વીક ચાર્ટ મસાલા - અશોક ત્રિવેદી
ઉપરમાં ૧૯૩૬૦ ઉપર ૧૯૩૯૫ મહત્વની પ્રતિકાર સપાટી ગણાય. ત્યાર બાદ ૧૯૪૫૦, ૧૯૫૨૦ રસાકસીની સપાટી ગણાય.
તા. ૨૦થી ૨૪ ગેનની ટર્નિંગ હતી એ દિવસો મુજબ ઉપરમાં ૧૯૫૨૦ અને નીચામાં ૧૯૨૨૧ તૂટતાં નબળાઈ સમજવી. બજારમાં અત્યારે કટપીસ જેવી સ્થિતિ છે. સાઇડવેઝ પોઝિશન દર્શાવે છે. સ્ક્રિપ આધારિત ઉછાળા આવે છે, પરંતુ ઉપરમાં બજાર ચાલતું નથી. એફઆઇઆઇની લેવાલી ન હોત તો બજારમાં વધુ નરમાઈ જોવા મળત. અત્યારે સાવચેત રહેવા જેવું છે.નિફ્ટી ફ્યુચર (૫૮૬૫.૫૫) ઉપરમાં ૬૦૦૨.૮૫ સુધી ગયા બાદ સાઇડવેઝ મૂવમેન્ટ દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ગેનની ટર્નિંગ પ્રમાણે ઉપરમાં ૫૯૪૯.૭૦ અને નીચામાં ૫૮૪૭.૪૦ અગત્યની સપાટી ગણાય. ઉપરમાં ૫૮૭૮ ઉપર ૫૮૯૧, ૫૯૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૮૪૭ નીચે ૫૮૩૫ તૂટતાં ૫૮૦૫, ૫૭૮૦, ૫૭૫૦ મહત્વના સપોર્ટ ગણાય.
લાર્સન (૧૫૮૫.૨૫) ૧૭૧૯.૫૦ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૬૦૦ ઉપર ૧૬૧૯ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૫૬૩ નીચે ૧૫૩૭નો સપોર્ટ તૂટશે તો ૧૫૧૫થી ૧૪૯૦ સુધીની શક્યતા.
મારુતિ સુઝુકી (૧૪૭૯.૭૦) ૧૫૩૭ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૫૦૮ ઉપર ૧૫૨૦થી ૧૫૨૯ પ્રતિકારક રેન્જ ગણાય. નીચામાં ૧૪૫૦ નીચે ૧૪૩૫નો સપોર્ટ તૂટે તો ૧૪૨૦થી ૧૩૯૫ સુધીની શક્યતા.
પૅન્ટૅલૂન રીટેલ (૨૩૬.૫૫) ઉપરમાં ૨૫૨ સુધી ગયા બાદ ધીમો ઘટાડો દર્શાવે છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબૉટ તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ તરફની પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૪૨ અને ૨૪૫.૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૨ નીચે ૨૨૮થી ૨૨૨ સપોર્ટ રેન્જ ગણાય. ૨૨૨ નીચે ૨૧૮થી ૨૧૫ની રેન્જ ગણાય.
ઇન્ફોસિસ (૨૩૧૮.૯૫) ૨૬૪૮.૬૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ મન્થ્લી ધોરણે ન્યુટ્રલ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૨૩૪૫ ઉપર ૨૩૭૫ અને ૨૪૧૦ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૨૩૦૫ નીચે ૨૨૭૦ અને ૨૨૪૫ સપોર્ટ ગણાય. ઉછાળો પ્રત્યાઘાતી જ સમજવો. આનાં પરિણામો પછી બજાર મોટે ભાગે તૂટતું જ હોય છે.
બૅન્ક નિફ્ટી (૧૨૩૩૯.૩૫) ૧૨૬૨૫ના ટૉપથી નરમાઈતરફી છે. દૈનિક ધોરણે ઓવરબૉટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ મન્થ્લી ધોરણે ઓવરબૉટ પોઝિશન દર્શાવે છે. ઉપરમાં ૧૨૩૯૮, ૧૨૪૨૫, ૧૨૪૭૫ પ્રતિકારક સપાટી ગણાય. નીચામાં ૧૨૨૫૦ અને ૧૨૨૧૨ તૂટે તો ૧૨૧૩૦, ૧૨૦૩૦, ૧૧૯૩૫, ૧૧૮૪૦ સપોર્ટ ગણાય.
Share Market: Sensex 746 અંક તૂટ્યું, નિફ્ટી પણ ગબડ્યું, જાણો શું છે કારણ
22nd January, 2021 15:48 ISTShare Market: ઘટાડા સાથે ખુલ્યું શૅર માર્કેટ, સેન્સેક્સ 49,500 ઉપર કારોબાર
22nd January, 2021 09:47 ISTSensex 50,000 પર પહોંચ્યા બાદ તૂટ્યું, 167 અંકના ઘટાડા સાથે બંધ
21st January, 2021 15:41 ISTShare Market: સેન્સેક્સે પાર કર્યો 50,000નો આંકડો, નિફ્ટી પણ 14,700 ઉપર
21st January, 2021 09:42 IST