નિફ્ટીમાં ૮૫૧૦ ઉપર જ રૂખ તેજીની

Published: 25th November, 2014 03:05 IST

શુક્રવારે બજાર બંધ થયા પછી યુરોપ-અમેરિકાનાં બજારો સુધારાતરફી રહેતાં તેમ જ સોમવારે હૅન્ગસેન્ગ પણ ૪૦૦ પૉઇન્ટ ઉપર રહેતાં અહીં પણ બજાર અપેક્ષા મુજબ ઊંચું ખૂલ્યા બાદ ICICIમાં ૧૦ રૂપિયાના શૅરનું ૧માં વિભાજન તેમ જ બીજી ડિસેમ્બરે રિઝર્વ બૅન્કની ધિરાણનીતિની જાહેરાત તેમ જ ત્રીજી ડિસેમ્બરે ઇન્ફોસિસમાં બોનસ અને ડિવિડન્ડ માટેની રૅર્કોડ-તારીખ જાહેર થતાં ત્યાં સુધી બજારનું સેન્ટિમેન્ટ સારું રહેવાની ગણતરીએ સોમવારે બજાર ઊંચા મથાળે પણ સાંકડી વધ-ઘટના અંતે ૮૫૩૫ના મથાળે નિફ્ટી બંધ રહી છે અને ઉપર જણાવેલ કારણોની હાજરી જોતાં એક્સ્પાયરી પૂર્વે ૮૫૦૦ની સપાટી નજીકની ટેકાની પુરવાર થશે.


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


સોમવારે મેટલ (તાતા સ્ટીલ, હિન્દાલ્કો) IT (ઇન્ફોસિસ,TCS) અને PSU બૅન્કોની આગેવાનીએ બૅન્ક નિફ્ટી પણ ૧૮૩૨૫ થતાં બજારમાં ઊંચા મથાળે પણ અન્ડરટોન મજબૂત છે અને કોઈ વિદેશનાં બજારોના પ્રતિકૂળ કારણ સિવાય અહીં ઘટાડા કરતાં ઉછાળાની શક્યતા વધુ છે અને ઉપરમાં ૮૫૭૦થી ૮૬૦૦ સુધીની શક્યતા બુધવારના બંધ સુધીમાં જણાય છે.

શૅરબજાર આંકમાં ૨૮૪૮૦ ઉપર ૨૮૪૨૦ના સ્ટૉપલૉસે ધ્યાન તેજી રાખવું અને ઉપરમાં ૨૮૫૬૦થી ૨૮૬૩૦ વચ્ચે નફો કરવો. ૨૮૪૬૦ નીચે નવું લેવું નહીં. નિફ્ટી ફ્યુચરમાં નજીકનો ૮૫૧૬નો સ્ટૉપલૉસ રાખી તેજીનો વેપાર જાળવવો અને ઉપરમાં ૮૫૪૭ ઉપર ૮૫૮૦થી ૮૬૦૫ સુધીના ઉછાળામાં વેચવું. ૮૫૧૬ તૂટતાં ૮૪૮૦ ટેકાની સપાટી છે.

ICICI

૧૭૬૪ ઉપર લઈને વેપાર કરવો અને ઉપરમાં ૧૮૦૫ સુધીના ઉછાળામાં વેચવું. ૧૭૬૪ તૂટતાં ૧૭૨૫નો ભાવ.

કોટક બૅન્ક

૧૧૯૮ ઉપર ૧૧૮૦ના સ્ટૉપલૉસે લેણ જાળવવું. ઉપરમાં ૧૨૨૦થી ૧૨૪૦ વચ્ચે નફો કરવો.

તાતા સ્ટીલ

૪૭૧ ઉપર જ સુધારાની ચાલમાં ૪૮૧થી ૪૮૫ વચ્ચે લેણમાં નફો કરવો.

RCOM

૧૦૫ના ચુસ્ત સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૧૦૮ ઉપર વધારી ઉપરમાં ૧૧૪ સુધીના ઉછાળામાં વેચવું.

TCS

૨૬૪૦ ઉપર લઈને વેપાર કરવો અને ઉપરમાં ૨૬૭૦ કુદાવતાં ૨૬૯૦ સુધીના ઉછાળામાં વેચવું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK