નિફ્ટીમાં ૮૩૬૦ મહત્વની પ્રતિકારક સપાટી

Published: 23rd December, 2014 03:37 IST

દેશમાં રોજગાર તેમ જ આર્થિક વિકાસ માટે વડા પ્રધાને આપેલું સૂત્ર મેક ઇન ઇન્ડિયા શૅરબજાર માટે સહેજ સુધારીને કહેવું હોય તો જ્ત્ત્ આવો અને મેક મની ઇન ઇન્ડિયા કહી શકાય.


સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ


૮ ડિસેમ્બરે ૮૬૬૮ની ઊંચી સપાટીથી નીચામાં ૮૦૦૮ થયા બાદ છેલ્લાં ૪ સેશનમાં ૩૪૦ પૉઇન્ટ ઊછળી ૮૩૩૪ના મથાળે નિફ્ટી બંધ રહેતાં બધું મળીને લગભગ ૧૦૦૦ પૉઇન્ટની વધ-ઘટ જોવાઈ જેમાં સૌથી વધુ નુકસાન કોલ અને પુટ ઑપ્શન વેચનારને થયું છે, કારણ કે ૮૧૦૦ની સપાટી તૂટતાં ૮૨૦૦ અને ૮૧૦૦ના પુટ ઑપ્શન જ્યારે ૮૩૦૦ કુદાવતાં ૮૧૦૦ અને ૮૨૦૦ના કૉલ ઑપ્શન નુકસાનીએ સરખાં કરવાં પડ્યાં છે.

ગયા ગુરુવારથી યુરોપ અને અમેરિકન બજારોમાં સુધારાને પગલે તમામ બજારમાં સુધારાને પગલે અહીં પણ સુધારો શરૂ થયો જે સોમવારે બજારમાં ગમે ત્યારે રિઝર્વ બૅન્ક ધિરાણદરમાં ઘટાડો જાહેર કરશે તેમ જ ૨૩મીએ જાહેર થનારાં બે રાજ્યોનાં ચૂંટણીપરિણામો ગ્થ્ભ્ની તરફેણમાં આવવાના આશાવાદે લેવાલીમાં ૮૩૧૦ની સપાટી કુદાવતાં ભાવના વેપારીઓની વેચાણકાપણીથી બજારમાં સર્વાંગી ઉછાળો જોવા મળ્યો છે. ચૂંટણીપરિણામોની જાહેરાત પછી ૮૩૩૦ નીચે નવું લેવું નહીં અને ૮૩૭૮ ઉપર મંદીના વેપારથી દૂર રહેવું.

શૅરબજાર આંકમાં ૨૭૬૪૦ ઉપર ૨૭૮૨૫થી ૨૭૯૪૦ સુધીના ઉછાળામાં વેચવું. ૨૭૫૮૦ તૂટતાં ૨૭૩૪૦ સુધીનો ઘટાડો જોવાશે. નિફ્ટીમાં ૮૩૩૦થી ૮૩૭૫ પ્રતિકાર ઝોન છે જ્યાં ૮૪૨૦ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૮૨૯૫ તૂટતાં ૮૨૪૫થી ૮૨૧૦ સુધીનો ઘટાડો જોવાશે.

બૅન્ક નિફ્ટી

૧૮૬૭૦ ઉપર સુધારાની ચાલમાં ૧૮૯૨૦થી ૧૯૦૭૦ સુધીનો ઉછાળો, જ્યારે ૧૮૬૪૦ તૂટતાં વધઘટે ૧૮૩૦૦ સુધીનો ઘટાડો.

ICICI

૩૫૦ ઉપર સુધારાની ચાલમાં ૩૬૭ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૩૪૭ તૂટતાં ૩૩૭.

રિલાયન્સ

૯૦૦ ઉપર લઈને વેપાર કરવો અને ઉપરમાં ૯૨૧ ઉપર ૯૩૦ના સ્ટૉપલૉસે વેચવું.

કોટક બૅન્ક

૧૨૫૩ ઉપર જ સુધારાની ચાલમાં ૧૨૭૦ આસપાસ વેચવું. ૧૨૪૦ તૂટતાં ૧૨૨૫નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

૪૯૫ ઉપર ૫૦૮ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. ૪૯૩ નીચે ૪૮૧ સુધીનો ઘટાડો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK