નિફ્ટીમાં ૮૪૦૭ ઉપર જ રૂખ તેજીની

Published: 21st November, 2014 03:42 IST

ગુરુવારે બૅન્ક નિફ્ટી તેમ જ નિફ્ટીમાં ખૂલતા કરતાં બંધ તેમ જ બુધવારની નીચી સપાટી તોડ્યા પછી બુધવારના બંધ કરતાં પણ ઊંચું બંધ આપતાં દૈનિક ચાર્ટમાં ઉચ્ચાલન થતાં બુધવારના વર્કિંગ પરથી જે ઘટાડાની શક્યતા જણાતી હતી એ રદ થાય છે અને એક્સ્પાયરી માત્ર પાંચ દિવસ દૂર હોવાથી તેજીવાળા પકડ જાળવવાની પૂર્ણ કોશિશ કરતાં હવે વેચાણમાં યોગ્ય સ્ટૉપલૉસ રાખવો અથવા સૌથી સલામત રસ્તો ૮૪૦૦નું ‘પુટ’ ખરીદવાની સલાહ છે.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

વધ્યા મથાળેથી નિફ્ટીમાં ૧૦૦ પૉઇન્ટના ઘટાડાને ધ્યાનમાં લેતાં હવે ૮૪૩૨ નજીકની પ્રતિકારક સપાટી સમજવી. એની ઉપર બંધ આવતાં ૮૫૨૫ સુધીના ઉછાળાની શક્યતા છે. બૅન્ક નિફ્ટીમાં બુધવાર માટે જણાવેલ ૧૭૭૩૦ મહત્વની પ્રતિકારક સપાટી સમજીને વેપાર ગોઠવવો. સાપ્તાહિક સેટલમેન્ટને ધ્યાનમાં લેતાં આજે ૮૩૯૦ નીચેનું બંધ ગૅપ ડાઉન ઓપનિંગ, જ્યારે ૮૪૩૨નું બંધ ગૅપ-અપ ઓપનિંગની શક્યતા વધારશે. ગુરુવારે ડૉલર સામે રૂપિયાની નબળાઈ તેમ જ યુરોપિયન બજારો નરમ રહેવા છતાં બંધ વખતે અહીં જોવા મળેલા ઉછાળામાં લૉજિક કરતાં મૅજિક વધુ જણાય છે.

શૅરબજાર આંકમાં ૨૮૦૩૪ ઉપર જ સુધારાની ચાલમાં ૨૮૧૫૨થી ૨૮૨૪૦ સુધીનો ઉછાળો, જ્યારે ૨૮૦૧૦ તૂટતાં ૨૭૮૩૦ સુધીના ઘટાડાની શક્યતા છે.

નિફ્ટી ફ્યુચરમાં ૮૪૩૨ નીચે ૮૪૪૦ના સ્ટૉપલૉસે વેચવું. નીચામાં હવે ૮૪૦૦ની સપાટી તૂટતાં ૮૩૫૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

સ્ટેટ બૅન્ક

સ્પિલ્ટ થયા બાદ ૩૦૦ની સપાટી ન ઓળંગાઈ એ નરમાઈનો સંકેત છે? તેજીધ્યાને ૨૯૦નો સ્ટૉપલૉસ રાખવો. ૨૮૬ નીચેનું બંધ નરમાઈસૂચક.

રિલાયન્સ

૯૮૫ના ચુસ્ત સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. હવે ૯૭૦ તૂટતાં ૯૬૨થી ૯૫૩નો ભાવ.

રિલાયન્સ ઇન્ફ્રા

૬૩૫ નીચે ૬૪૦ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૬૧૨ તૂટતાં ૫૯૮નો ભાવ.

PNB

૯૫૭ નીચે ૯૬૩ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો અને નીચામાં ૯૪૧થી ૯૩૨ વચ્ચે લેવું.

બેન્ક ઑફ બરોડા

૧૦૪૧ના સ્ટૉપલૉસે વેચીને વેપાર કરવો. હવે ૧૦૨૭ તૂટતાં ૧૦૧૨થી ૯૯૬નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK