Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૯૨૦ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૯૨૦ ઉપર જ રૂખ તેજીની

20 December, 2012 04:54 AM IST |

નિફ્ટીમાં ૫૯૨૦ ઉપર જ રૂખ તેજીની

નિફ્ટીમાં ૫૯૨૦ ઉપર જ રૂખ તેજીની




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ





દિવસ દરમ્યાન મેટલ અને ઑટો શૅરોમાં સુધારાનું વલણ, જ્યારે રિયાલિટી અને બૅન્કિંગ શૅરોમાં નફારૂપી વેચવાલી જોવાઈ હતી અને બન્ને સૂચક અંકો (નિફ્ટી અને બૅન્ક નિફ્ટી)માં ખૂલતા કરતાં બંધ ભાવ નીચા હોવાથી બજારમાં ઊંચા મથાળે ફૉલો-અપનો અભાવ દર્શાવે છે. એફએફઆઇની આક્રમક લેવાલી તેમ જ નવેમ્બરમાં એક્સપાયરી વખતે થયેલ તેજીના તોફાનને ધ્યાનમાં લઈ આ વખતે વેચાણમાં સાવચેતીનું વલણ જોવાય છે અને મંગળવારે નીચી સપાટીથી આવેલ તીવþ ઉછાળાને કારણે મંદી ગ્રુપ રક્ષણાત્મક નીતિ અપનાવી રહ્યું છે. આજરોજ ચૂંટણી પરિણામને કારણે અફડાતફડીના માહોલમાં નિફ્ટી ફ્યુચરમાં ૫૯૨૦ અને બૅન્ક નિફ્ટીમાં ૧૨૫૦૦ની સપાટી નીચે ગભરાટની શક્યતા છે. આજથી ગેનની ટર્નિંગ શરૂ થતી હોવાથી આજના ઊંચા ભાવો મહત્વના છે. બજારમાં સુધારાની ચાલનો આધાર તાતા ગ્રુપના શૅરોમાં બુધવારના ઊંચા ભાવો ઓળંગાય છે કે નહીં એના પર છે. (તાતા સ્ટીલ, તાતા મોટર્સ)

શૅરબજાર આંક ૧૯૪૨૫ ઉપર સુધારાની ચાલમાં ૧૯૪૮૦ ઉપર ૧૯૫૬૬ સુધીના ઉછાળામાં નફો કરવો. ૧૯૩૮૦ તૂટતાં ૧૯૨૩૦ સુધીનો ઘટાડો. નિફ્ટી ૫૯૪૦ ઉપર ૫૯૨૦ના સ્ટૉપલૉસે જ લેણ જાળવવું અને ઉપરમાં ૫૯૭૫ પાસે વેચવું. ૫૯૨૦ તૂટતાં ૫૮૬૫ સુધીનો ઘટાડો.



તાતા મોટર્સ

૩૧૦ ઉપર જ નવું લેવું અને ૩૧૮થી ૩૨૧ વચ્ચે વેચવું, જ્યારે ૩૦૩ તૂટતાં ૨૯૧નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૩૮૦ નીચે ૨૩૯૫ના સ્ટૉપલૉસે વેચવું. ૨૩૫૦ તૂટતાં ૨૩૨૦થી ૨૨૮૫નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૪૮૦ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૪૯૪ પાસે નફો કરવો. ૪૭૪ તૂટતાં વધઘટે ૪૪૮નો ભાવ.

કોટક બૅન્ક

૬૬૪ ઉપર જ ધ્યાન તેજી રાખવું અને ઉપરમાં ૬૭૩ પાસે નફો કરવો. નીચામાં ૬૫૫ તૂટતાં ૬૩૮નો ભાવ.

આઇડીએફસી

૧૭૮ નીચે ૧૮૧ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૧૭૫ તૂટતાં ૧૭૦, ૧૬૪નો ભાવ.

Whatsapp-channel Whatsapp-channel

20 December, 2012 04:54 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK