બુધવારે ૪૭૧૫ નીચે બંધ આવતાં ગઈ કાલે ૪૬૭૫ તૂટતાં ગભરાટની શક્યતા જણાવેલી એ મુજબ એક્સપાયરીને દિવસે રોલઓવરને કારણે બૅન્ક નિફ્ટીમાં બેતરફી તોફાની વધઘટ પાછળ નિફ્ટીમાં પણ ઝડપી ઘટાડા માટે બૅન્કો, ઑટો, મેટલ ઉપરાંત રિલાયન્સમાં પણ ઘટાડાને કારણે નિફ્ટી ૪૬૩૯ થઈ ૪૬૪૯ને મથાળે બંધ રહી છે.
(ક્રપ-સ્કોપ - ભરત દલાલ)
વર્ષ દરમ્યાનનાં ઘણાં નકારાત્મક પરિબળો હળવાં થયાં છે અને સૌથી વિશેષ લોકપાલ મુદ્દે જે તનાવની સંભાવના હતી એ દૂર થતાં હવે નવા વર્ષમાં રિઝર્વ બૅન્કે પણ વ્યાજદર નહીં વધારવાનો નિર્ણય લેતાં બજારમાં સુધારો થવાને બદલે એફ ઍન્ડ ઓમાં વલણ ભરી થાકેલા ખેલંદાઓની હતાશાભરી વેચવાલીએ ઘટાડો જોવા મળે છે અને આજે વર્ષના આખરી કામકાજના દિવસે ૪૬૨૮ તૂટતાં આ વર્ષની ૪૫૩૮ની નીચી સપાટી પણ તૂટવાની શક્યતા છે. માટે આજે ૪૬૮૦ નીચે ઉછાળે વેચવામાં ધ્યાન આપવું. નવા વલણનો પ્રથમ દિવસ હોવાથી ૪૬૮૦ ઉપર વેચવામાં ઉતાવળ ન કરવી.
મુંબઈ શૅરબજાર આંકમાં આજ માટે ૧૫,૪૬૫ અને ૧૫,૫૯૫ની ટ્રેડિંગ રેન્જ છે. ૧૫,૪૬૫ તૂટતાં ૧૫,૨૬૪ સુધીનો ઘટાડો જોવા મળશે, જ્યારે ૧૫,૫૯૫ ઉપર ૧૫,૭૦૦ સુધીનો ઉછાળો. નિફ્ટી ૪૬૨૮થી ૪૬૬૫ નજીકની ટ્રેડિંગ રેન્જ છ.ે ૪૬૨૮ તૂટતાં પ્રથમ ૪૫૯૫ અને એ તૂટતાં ૪૫૩૦ સુધીના ઘટાડાની શક્યતા છે. ૪૬૮૦ ઉપર ૪૭૨૫ સુધીનો ઉછાળો જોવા મળશે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK