નિફ્ટીમાં ૪૭૪૦ ઉપર સુધારાની ચાલ જોવા મળશે

Published: Dec 28, 2011, 05:42 IST

એક્સપાયરી પૂર્વે રોલઓવરને કારણે બેતરફી વધ-ઘટનો દોર શરૂ થયો છે. સોમવારે આઇટી, રિલાયન્સ અને પંસદગીના બૅન્ક-શૅરોમાં સુધારાની ચાલ જોવા મળ્યા બાદ ગઈ કાલે આરંભમાં સાંકડી વધ-ઘટ બાદ સરકાર દ્વારા ૧૫,૦૦૦ કરોડ રૂપિયાનાં બૉન્ડ બહાર પાડવાની જાહેરાત તેમ જ મજબૂત લોકપાલ બિલ સંસદમાં રજૂ કરવાના મુદ્દે અણ્ણા હઝારેના ઉપવાસ શરૂ થવાના પગલે નફારૂપી વેચવાલીને પગલે બૅન્ક નિફ્ટી તેમ જ આઇટી શૅરોમાં નફારૂપી વેચવાલીને પગલે ઘટાડામાં નિફ્ટી ૪૭૨૫ અને બૅન્ક નિફ્ટી ૮૨૧૬ થયા બાદ છેલ્લે ૪૭૫૧ અને ૮૨૭૫ બંધ રહી છે.

 

(સ્ક્રિપ-સ્કોપ-ભરત દલાલ)

વર્તમાન સપ્તાહ માટે ૨૭મીનું વર્કિંગ અગત્યનું જણાવેલું એ મુજબ એક્સપાયરી સુધીમાં આજના નીચા ભાવ નહીં તૂટે તો સુધારાની શક્યતા છે, જેમાં સોમવારનું ઓપનિંગ કુદાવતાં ફરીથી ઉછાળાની શક્યતા છે, જેની આગેવાની રિલાયન્સ અને આઇસીઆઇસીઆઇ બૅન્ક લેશે એમ માનવું છે.

મુંબઈ શૅરબજાર આંકમાં નજીકના ૧૫,૮૧૦ના સ્ટૉપલૉસે લેણ કરવું અને ઉપરમાં ૧૫,૯૧૦ ઉપર વધારવું. ગુરુવાર પહેલાં ૧૬,૦૫૦ની સપાટી કુદાવતાં ૨૦૦ પૉઇન્ટનો ઉછાળો જોવા મળશે. આજે ૧૫,૭૬૦ નીચે ગભરાટ જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૪૭૪૦ ઉપર ૪૭૧૫ના સ્ટૉપલૉસે લેણ કરવું અને ૪૭૬૪ ઉપર વધારવું. હમણાં ૪૮૦૩ અગત્યની પ્રતિકારક સપાટી છે જેની ઉપર ૪૮૪૦ સુધીનો ઉછાળો જોવા મળશે.

બૅન્ક નિફ્ટી

૮૨૯૦ રૂપિયા નજીકની પ્રતિકારક સપાટી છે, જેની નીચે ૮૨૧૬થી ૮૨૦૫ સર્પોટ ઝોન છે જ્યાં વેચાણ કાપવું. ઉપરમાં ૮૩૨૫ ઉપર બીજા ૯૦ પૉઇન્ટનો ઉછાળો.

રિલાયન્સ

૭૫૦ રૂપિયા ઉપર ૭૪૩ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ કરવું. હવે ૭૬૬ રૂપિયા કુદાવતાં ૭૮૦ સુધીનો ઉછાળો આવશે.

ટીસીએસ

૧૧૬૮ રૂપિયાના સ્ટૉપલૉસે જ લેણ જાળવવું. ઉપરમાં ૧૧૮૮ રૂપિયા ઉપર ૧૨૦૫ રૂપિયાનો ભાવ.

આઇસીઆઇસીઆઇ

૭૨૦ રૂપિયાના સ્ટૉપલૉસે લેણ જાળવવું અને ૭૩૨ રૂપિયા ઉપર વધારવું. ઉપરમાં ૭૪૦ રૂપિયા ઉપર ઝડપી ઉછાળો.

એસીસી

૧૧૬૦ રૂપિયાના સ્ટૉપલૉસે રૂખ તેજીની. ઉપરમાં ૧૧૮૩ રૂપિયા ઉપર ૧૧૯૫ રૂપિયા પાસે નફો કરવો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK