Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૯૧૫ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૫૯૧૫ નીચે રૂખ મંદીની

18 December, 2012 06:23 AM IST |

નિફ્ટીમાં ૫૯૧૫ નીચે રૂખ મંદીની

નિફ્ટીમાં ૫૯૧૫ નીચે રૂખ મંદીની




સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ





બજારમાં વૉલ્યુમ ઘણું ઓછું હતું, જે રિઝર્વ બૅન્કની પૉલિસી પહેલાં બન્ને પક્ષે સાવચેતીનો નિર્દેશ કરે છે. ધિરાણનીતિમાં ૦.૨૫થી ૦.૫૦ પૉઇન્ટનો ઘટાડો સીઆરઆરમાં આવવાની ધારણા છે. આથી વિશેષ કંઈ પણ આવશે તો બજારમાં ઉછાળાની શક્યતા વધશે અને તાજેતરની ઊંચી સપાટીની નજીક સૂચકઅંકો જશે, પરંતુ એ ટકવા વિશે શંકા છે, કારણ કે એ કારણની શક્યતા શુક્રવારે ફુગાવો ઘટીને આવતાં જોવાયેલ ઉછાળામાં ડિસ્કાઉન્ટ થઈ ગયેલ છે તેમ જ સોમવારે પણ બૅન્ક શૅરો ઉપલા મથાળે જ જળવાઈ રહ્યા હતા અને વેચવાલીની ગેરહાજરી હતી.

એવા સંજોગોમાં આજે ધિરાણનીતિની જાહેરાત બાદ તેજીવાળાની નફારૂપી અને મંદી ગ્રુપની નુકસાનીનો અંદાજ મૂકી વુચવાલીની શક્યતા છે. બૅન્ક નિફ્ટીમાં ૧૨,૪૬૦ અને ૧૨,૫૪૦ નજીકની ટ્રેડિંગ રેન્જ છે અને જે તરફ બ્રેકઆઉટ આવશે એ તરફ ૧૬૦ પૉઇન્ટની ચાલ જોવાશે.



મુંબઈ શૅર બજાર આંકમાં ૧૯,૨૯૦થી ૧૯,૩૨૦ પ્રતિકારક ઝોન છે જેની ઉપર ૧૯,૪૨૦ સુધીનો ઉછાળો, જ્યારે નીચામાં ૧૯,૧૩૦ તૂટતાં ૧૮,૯૬૦ સુધીનો ઘટાડો. નિફ્ટીમાં સાપ્તાહિક બંધ ૫૯૧૫ ઉપર ૫૯૪૦ મુખ્ય પ્રતિકારક સપાટી છે જ્યારે નીચામાં હવે ૫૮૭૮ તૂટતાં વધઘટે ૫૮૩૫ સુધીનો ઘટાડો.

રિલાયન્સ

૮૪૪ નીચે ૮૪૯ના સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. નીચામાં ૮૩૦ નીચે ૮૧૬થી ૮૦૩નો ભાવ

સ્ટેટ બૅન્ક

૨૩૨૪ ઉપર આમાં તેમ જ બજારમાં સુધારાની ચાલ જોવાશે અને ઉપરમાં ૨૩૫૮ ઉપર ૨૩૮૦ જ્યારે ૨૩૨૦ તૂટતાં ૨૨૭૦થી ૨૨૩૦નો ભાવ

રિલાયન્સ કૅપિટલ

૪૮૧ના ચુસ્ત સ્ટૉપલૉસે ઉછાળે વેચીને વેપાર કરવો. નીચામાં ૪૫૮ની સપાટી તૂટતાં ૪૩૯નો ભાવ

ઍક્સિસ બૅન્ક

નવું લેવાનું ૧૩૬૮ ઉપર વિચારવું. નીચામાં ૧૩૪૬ તૂટતાં૧૩૨૩, ૧૩૦૫નો ભાવ

ટીસીએસ

૧૨૨૦ નીચે વેચીને વેપાર કરવો. ૧૨૦૧ તૂટતાં ૧૧૮૫ સુધીનો ઘટાડો જોવાશે.

Whatsapp-channel Whatsapp-channel

18 December, 2012 06:23 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK