Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નિફ્ટીમાં ૫૦૫૮ ઉપર જ લઈને વેપાર કરવો

નિફ્ટીમાં ૫૦૫૮ ઉપર જ લઈને વેપાર કરવો

07 December, 2011 09:26 AM IST |

નિફ્ટીમાં ૫૦૫૮ ઉપર જ લઈને વેપાર કરવો

નિફ્ટીમાં ૫૦૫૮ ઉપર જ લઈને વેપાર કરવો




(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)





બજારમાં હમણાં દોર તેજીવાળાના હાથમાં હોવાથી અને ઝડપી ઉછાળાને કારણે મંદીવાળા રક્ષણાત્મક અભિગમ અપનાવતાં બજારમાં ઊંચા મથાળે સ્થિરતા જોવા મળે છે, પણ આજે નિફ્ટીમાં ૫૦૧૩ની સપાટી તૂટતાં નફારૂપી તેમ જ મંદી ગ્રુપની વેચવાલી શરૂ થતાં બજારમાં ઘટાડાની ચાલ શરૂ થશે અને નીચામાં ૪૯૮૦ તૂટતાં ઘટવાની ઝડપ વધશે. ટેક્નિકલી હવે બજાર ન્યુટ્રલ ઝોનમાં હોવાથી બજાર સુધરવા માટે કોઈ પ્રોત્સાહક કારણે નવી લેવાલીની જરૂર પડશે. અન્યથા બજાર  સાંકડી વધઘટે ઘટવાતરફી રહેશે. બજારમાં ઘટાડાની ચાલનો પ્રથમ સંકેત બૅન્ક નિફ્ટી અને રિલાયન્સની ચાલ પરથી મળશે.

મુંબઈ શૅરબજાર આંકમાં આજ માટે ૧૬,૮૮૦ નજીકની પ્રતિકારક સપાટી છે, જ્યારે નીચામાં ૧૬,૭૮૦ તૂટતાં ૧૬,૬૧૫થી ૧૬,૫૪૦ સુધીનો ઘટાડો જોવા મળશે. નિફ્ટીમાં ઉપર જણાવેલ ૫૦૫૮ ઉપર જ સુધારાની ચાલમાં ૫૦૯૪થી ૫૧૦૮ સુધીનો સુધારો, જ્યારે ૫૦૩૦ તૂટતાં ૪૯૮૦ સુધીના ઘટાડાની શક્યતા છે.



બૅન્ક નિફ્ટી

૯૧૭૦ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૯૨૭૦થી ૯૩૪૦ સુધીનો ઉછાળો, જ્યારે ૯૧૧૦ તૂટતાં ઘટાડાની ચાલમાં ૮૯૭૦ અને વધઘટે ૮૭૦૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

રિલાયન્સ

તેજીધ્યાને ૭૯૭નો ચુસ્ત સ્ટૉપલૉસે રાખવો. ઉપરમાં ૮૧૩ પાસે ૮૧૯ના સ્ટૉપલૉસે વેચવું. હવે ૭૯૨ તૂટતાં ૭૭૦નો ભાવ.

એસીસી

૧૨૦૬ રૂપિયા નીચે વેચીને વેપાર કરવો. નીચામાં ૧૧૯૧ તૂટતાં ૧૧૭૮ રૂપિયાનો ભાવ. સ્ટૉપલૉસ ૧૨૨૦નો રાખવો.

ઇન્ફોસિસ

૨૬૯૫ ઉપર જ રૂખ તેજીની અને ઉપરમાં ૨૭૧૫થી ૨૭૨૮ વચ્ચે વેચવું, જેનો સ્ટૉપલૉસ ૨૭૪૦. ૨૬૯૦ તૂટતાં ૨૬૫૦નો ભાવ.

ઍક્સિસ બૅન્ક

આજનું ઑપનિંગ મહત્વનું. ઉપરમાં ૧૦૪૦ પાસે લેણમાં નફો કરવો. નીચામાં ૧૦૧૮ તૂટતાં ૧૦૦૩થી ૯૮૦નો ભાવ. Whatsapp-channel Whatsapp-channel

07 December, 2011 09:26 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK