નિફ્ટીમાં ૫૯૦૩ ઉપર રૂખ તેજીની

Published: 17th December, 2012 05:37 IST

વીતેલા સપ્તાહ દરમ્યાન તોફાની બેતરફી વધઘટે ૭મીના ઊંચા ભાવો ઓળંગ્યા પછી એની નીચે બંધ આવતાં તેમ જ સમગ્ર સપ્તાહની વધઘટને ધ્યાનમાં લેતાં બજારમાં સેન્ટિમેન્ટ તેજીતરફી છે અને વેચાણની ગેરહાજરી તેમ જ મંદી ગ્રુપ રક્ષણાત્મક મૂડમાં છે અને ૧૮મીએ રિઝર્વ બૅન્કની નીતિની જાહેરાત પછી તેઓ સક્રિય થશે એમ માનવું છે.સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ

એવા સંજોગોમાં નવા સપ્તાહ માટે ૧૮મીનું વર્કિંગ મહત્વનું છે. દૈનિક ધોરણે બજાર વધુપડતા લેણની સ્થિતિમાં હતું એથી સપ્તાહ દરમ્યાન આંચકા જોવાયા હતા અને ૯૯ ટકા એક્સપાયરી પહેલાં નિફ્ટીમાં ૬૦૦૩ અને બૅન્ક નિફ્ટીમાં ૧૨,૬૨૫ની સપાટી ઓળંગાશે નહીં. શુક્રવારે છેલ્લા અડધા કલાકનો ઉછાળો છેતરામણો સાબિત થશે. ઉપર જણાવ્યા મુજબ ૧૮મીના રોજ વ્યાજદરમાં ઘટાડો અડધા ટકાની અંદર આવશે તો બજારમાં તાત્કાલિક ઊંચા મથાળેથી તીવþ ઘટાડો જોવાશે અને પછી બીજા દિવસે ૧૮મીના બંધ ભાવ ઉપર ચાલતા સુધારાની ચાલ જોવા મળશે. ૧૭મીના રોજ ખૂલતા ભાવ નીચે તેજીના વેપારમાં નફો બાંધવો અને નવું લેવાનું ૧૮મીના ઊંચા ભાવ ઉપર જ રાખવું.

મુંબઈ શૅરબજાર આંકમાં ૧૯,૨૯૦થી ૧૯,૩૭૦ વચ્ચે વેચવાની સલાહ છે અને નીચામાં ૧૯,૧૦૩ તૂટતાં ૧૮,૯૫૦ આસપાસ લેવું. ૧૯,૩૭૦ કુદાવતાં ઉપરમાં ૧૯,૫૬૦ સુધીનો ઉછાળો જોવા મળશે. નિફ્ટીમાં ૫૯૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટી ઉપર ૫૯૪૦ના સ્ટૉપલૉસે ઉછાળે વેચવું. ૫૯૦૦ નીચે ૫૮૮૪થી ૫૮૫૫ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઍક્સિસ બૅન્ક   

૧૩૪૦ ઉપર રૂખ તેજીની, પરંતુ ઉપરમાં ૧૩૭૦થી ૧૩૮૫ વચ્ચે નફો કરવો. ૧૩૩૮ તૂટતાં ૧૨૯૬નો ભાવ.

સ્ટેટ બૅન્ક

૨૨૯૫ નિર્ણાયક સપાટી છે, જ્યારે ૨૩૨૪ ઉપર ૨૩૫૦થી ૨૩૭૦નો ભાવ. ૨૨૯૦ નીચે ૨૨૪૦થી ૨૨૫નો ભાવ.

રિલાયન્સ કૅપિટલ

૪૬૦ ઉપર સુધારાની ચાલમાં ૪૭૬થી ૪૮૧ વચ્ચે નફો બાંધવો. ૪૫૮ તૂટતાં ૪૪૬ અને ૪૨૮નો ભાવ.

તાતા સ્ટીલ

૩૯૩ ઉપર સુધારાની ચાલમાં ૪૦૪થી ૪૧૫ સુધીના ઉછાળામાં વેચવું. નીચામાં ૩૮૬ તૂટતાં ૩૭૯નો ભાવ.

તાતા મોટર્સ

૨૮૭ ઉપર રૂખ તેજીની અને ઉપરમાં ૩૦૭થી ૩૧૧ વચ્ચે નફો કરવો. ૨૮૭ તૂટતાં ૨૭૮થી ૨૬૭નો ભાવ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK