નિફ્ટીમાં ૪૮૫૦ પર રૂખ તેજીની

Published: 1st December, 2011 07:52 IST

નિફ્ટીમાં ગઈ કાલે બેતરફી તોફાની વધઘટમાં ૨૫૦ની અફરાતફરીમાં બન્ને પક્ષોએ નુકસાની કરાવી. છેલ્લે ૪૮૩૦ ઉપર ૪૮૩૨ના મથાળે બંધ રહી છે.(સ્ક્રિપ-સ્કોપ - ભરત દલાલ)

આરંભમાં રિલાયન્સ ૭૫૩ રૂપિયા અને ઇન્ફોસિસ ૨૫૬૧ રૂપિયા થતાં નિફ્ટી નીચામાં ૪૭૫૬ થયા બાદ બૅન્ક-શૅરો, રિલાયન્સ અને ઇન્ફોસિસ ઊછળતાં ઉપરમાં ૪૮૬૨ થયા પછી ફરી નીચામાં ૪૭૭૦ સુધી આવ્યા બાદ ચીન દ્વારા ધિરાણદરમાં અડધો ટકો ઘટાડાતાં યુરોપિયન બજારો જે નેગેટિવ ઝોનમાં હતાં એ સુધારાતરફી થતાં અહીં પણ નીચા મથાળેથી સુધારામાં નિફ્ટી ૪૮૪૨ થઈ છેલ્લે ૪૮૩૨ બંધ રહ્યો હતોે અને સાંજે યુરોપિયન અને અમેરિકન બજારો બેથી ત્રણ ટકા સુધારો દર્શાવતાં સિંગાપુર નિફ્ટી ૪૯૨૦ દર્શાવે છે એ જોતાં આજ માટે ૪૮૯૦ પર બજારમાં તેજીના તોફાનમાં ૪૭૦૦નો પુટ ખરીદવાની સલાહ છે, કારણ કે ગૅપ-અપ ઓપનિંગમાં ૪૮૯૦ પર મંદીનો વેપાર જોખમી સાબિત થશે.

આંતરરાષ્ટ્રીય બજારો પાછળનો ઉછાળો પછી છેતરામણો સાબિત થશે. મુંબઈ શૅરબજાર આંકમાં ૧૬,૨૫૦ ઉપર ૧૬,૩૮૦થી ૧૬,૪૪૦ સુધીના ઉછાળામાં વેચવું. હવે ૧૬,૧૨૦ તૂટતાં ૧૫,૯૧૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

નિફ્ટી ૪૮૮૫ પર પ્રથમ ૪૯૩૦ અને એની ઉપર ૪૯૪૬થી ૪૯૮૦ સુધીના ઉછાળાની શક્યતા છે. નીચામાં ૪૮૭૮ તૂટતાં ૪૮૨૦ સુધીનો ઘટાડો જોવા મળશે.

ઇન્ફોસિસ

૨૬૨૮થી ૨૬૫૧ મહત્વનો પ્રતિકારક ઝોન છે, જે કુદાવતાં ૨૬૯૨ સુધીનો ઉછાળો, જ્યારે ૨૬૧૦ નીચે ૨૫૭૮નો ભાવ

રિલાયન્સ

૭૩૫ની ટેકાની સપાટીથી યુ-ટર્ન લીધો છે. હવે ઉપરમાં ૭૮૪ ઉપર ૭૯૬થી ૮૧૦ સુધીના ઉછાળામાં વેચવું.

સ્ટેટ બૅન્ક

૧૭૩૦ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર વધારવો. ઉપરમાં હવે ૧૭૯૦ની સપાટી કુદાવતાં ૧૮૧૦થી ૧૮૩૦ વચ્ચે વેચવું.

એલઆઇસી હાઉસિંગ

૨૧૯ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર વધારવો. ઉપરમાં ૨૨૫ ઉપર ૨૩૧ પાસે નફો કરવો.

બાટા

૬૧૧ના સ્ટૉપલૉસે તેજીનો વેપાર વધારવો. ઉપરમાં હવે ૬૩૧ની સપાટી કુદાવતાં ૬૪૩ સુધીનો ઉછાળો જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK